Vadodara

ગોત્રી હોસ્પિટલની લીફ્ટમાં ફસાયેલા 15ને રેસ્ક્યુ કરાયાં

વડોદરા: વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા 15 જેટલા લોકો લિફ્ટમાં ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. તત્કાલિક હોસ્પિટલમાં ફરજ પર હાજર સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા વડી વાડી ફાયર સ્ટેશનના જવાનો ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જ્યાં રેસ્ક્યુ કરી 15 જેટલા વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી હતી સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

24 કલાક દર્દીઓ અને તેમના સ્વજનોથી ધમધમતી એવી ગોત્રી હોસ્પિટલમાં આવતા મુલાકાતિઓ અને દર્દીઓને લાવવા લઈ જવા માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે આજરોજ આ લિફ્ટ બંધ થઈ જતા તેમાં 15 જેટલા લોકો ફસાઈ ગયા હતા બુમરાણ બચતા હોસ્પિટલ નો સ્ટાફ દોડી આવ્યો હતો.તુરંત આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા વડી વાડી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જ્યાં સહી સલામત રીતે 15 લોકોને બહાર કાઢતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ગોત્રી હોસ્પિટલ જેમાં આવેલી લિફ્ટમાં લોકો ફસાઈ ગયા છે.જેથી અમે તરત જ સ્થળ પર દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢ્યા હતા.આશરે 15 જેટલા લોકોને સહી-સલામત બહાર કાઢ્યા હતા કોઈ જાનહાની થઈ નથી.

Most Popular

To Top