Dakshin Gujarat

પાંજરામાં મુકેલા 8 મરઘાને મહાકાય અજગરે પોતાનો ખોરક બનાવી લીધો, રેસ્ક્યુ કરાતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો

વલસાડ : 10 ફૂટ લાંબો અને 26 કિલો વજન ધરાવતો મહાકાય અજગર (python) ગુરૂવારે વલસાડના (Valsad) સરોધી ગામે એક ખેડૂતના ઘરની પાછળ વાડામાં આવી ચઢ્યો હતો ને ખેડૂતે પાંજરામાં (cage) મુકેલા 12 મરઘામાંથી (chickens) 8 મરઘા અજગર ગળી ગયો હતો. જ્યારે એક મરઘીનું મરણ કરી તેને છોડી દીધી હતી. રેસ્ક્યુ ફાઉન્ડેશન ઈમરજન્સી ટીમના યુવાનોએ ભારે જહેમત બાદ અજગરને પકડી વલસાડ વન વિભાગને સોંપી દીધો હતો.

  • ખેડૂતના પાંજરામાં મુકેલા 8 મરઘાને મહાકાય અજગર ગળી ગયો
  • વલસાડના સરોધી ગામમાં ખેડૂતના વાડામાં સવારે અજગર આવી ચઢ્યો, 12માંથી 9 મરઘાનું મારણ

ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અજગર મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ખેતરો અને વાડીઓમાં આ અજગરો મરઘા પશુ-પંખીઓના મારણ કરતો હોય છે.ત્યારે વલસાડ તાલુકાના સરોધી ગામે રહેતા ખેડૂત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ પટેલના ઘરના પાછળ મરઘાનું પાંજરું આવેલું હતું. આ પાંજરામાં 12 મરઘા હતા. ગુરૂવારે સવારે 9 કલાકે મહાકાય અજગર પાંજરામાં જોવા મળતા રાજુભાઈના પત્ની ચોંકી ઉઠ્યા હતા.

પાંજરામાંના12 મરઘા પૈકી નવ મરઘાનું અજગો મારણ કર્યું હતું. જેમાં અજગર 8 મરઘા ગળી ગયો હતો. તો એક મરઘીનું મારણ કરી તેને છોડી મૂકી હતી. રાજેશભાઈ પટેલે આ મહાકાય અજગરને પકડવા માટે રેસ્ક્યુ ફાઉન્ડેશન ઈમરજન્સી ટીમના કુણાલ પાટીલને ફોન કરતા તેઓ તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ કરીને પકડેલો અજગર 10 ફૂટ લાંબો અને 26 કિલો વજન ધરાવે છે. તેને અજગરને વલસાડ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આહવાથી પીપલદહાડ તરફ જતી મીની એસટી બસ ધુડા ગામ નજીક પલટી ગઈ
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવાથી મુસાફરો ભરી ધવલીદોડ થઈ અંતરિયાળ વિસ્તારનાં પીપલદહાડ ગામ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની આહવા-પીપલદહાડ મીની એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.3823 જે આહવાથી પીપલદહાડને જોડતા આંતરિક માર્ગનાં ધુડા ગામ નજીકનાં વળાંકમાં માર્ગની સાઈડમાં ખેંચાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ મીની એસટી બસ મુસાફરોથી ફૂલ ભરેલી હતી. અહીં વરસાદી માહોલમાં મીની એસટી બસ અચાનક પલ્ટી મારી જતા તેમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાવાની સાથે નજીકનું વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યુ હતું. જોકે આહવા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવીતનાં જણાવ્યા અનુસાર આ અકસ્માતનાં બનાવમાં એસટી બસમાં સવાર તમામ મુસાફરોને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top