Madhya Gujarat

અણઘડ આયોજનના પાપે દાહોદમાં ટ્રાફિકની વિકટ સ્થિતિ

દાહોદ: દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના ભારણના કારણે કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. ટ્રાફિક જવાનો પણ ટ્રાફિકની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ પ્રતિત થઈ રહ્યાં છે ત્યારે દાહોદ શહેરમાં લાગેલ ટ્રાફિક સિંગ્નલો માત્ર શોભાના ગાઠીયા સમાન બની રહ્યાં છે. ટ્રાફિકની સમસ્યાથી દાહોદ શહેરવાસીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દાહોદ શહેરના પડાવ વિસ્તારથી લઈ એમ.જી.રોડ, નગરપાલિકા ચોક, યાદગાર ચોકથી લઈ બસ સ્ટેશન વિસ્તાર અને ગોવિંદ નગર, ગોધરા રોડ, અનાજ માર્કેટ રોડ, બહારપુરા જેવા અનેક નાના મોટા વિસ્તારોના જાહેર માર્ગાે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે.

શહેરના પડાવ વિસ્તાર ખાતેથી મોટા ભારે વાહનોની ઉપર પ્રતિબંધ હોવા છતાંય મોટા અને ભારે વાહનોની અવર જવરો જાેવા મળી રહી છે. ટ્રાફિક જવાનો પણ ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં અસફળ જાેવા મળ્યાં હતાં બીજી તરફ ટ્રાફિક જામનું સૌથી મોટુ કારણે રસ્તાની વચ્ચો વચ્ચે અડીંગો જમાવી બેઠેલા રખડતાં પશુઓના કારણે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં રહે છે જ્યાં જુઓ ત્યાં રસ્તાની વચ્ચો વચ્ચે રખડતાં પશુઓ અડીંગો જમાવી બેસતાં અને ઘણીવાર તો જાહેરમાં બાખડતાં પશુઓના કારણે ટ્રાફિક જામની સાથે સાથે માવન જીવને પણ જાેખમમાં મુકી દેતાં હોય છે. ઘણી વાર તો ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ દર્દીઓની સાથે ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે.

ટ્રાફિક જામના કારણે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કલાકોનો સમય લાગી જાય છે. ઘણીવાર તો ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો વચ્ચે તું.. તું.. મેં.. મેં.ના દ્રશ્યો પણ સર્જાય જાય છે. દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે અને ટ્રાફિકના નિયમોનું પાલન થઈ શકે તે માટે વર્ષાે પહેલા દાહોદ શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક સિગ્લનલો પણ લગાવવામાં આવ્યાં હતાં પરંતુ ઘણા સમયથી આ ટ્રાફિક સિગ્નલો પણ બંધ પડ્યાં છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ થતું નથી ત્યારે આવા કપરા સમયમાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે શહેર પોલીસ યોગ્ય કામગીરી કરે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.

વિકાસ ખોવાઇ ગયો? દાહોદ શહેરમાં બસ જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી
દાહોદ: દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હાલ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે અને જાહેર માર્ગની સાઈડમાં આવેલ કચરાના ઢગલામાં ત્યાંથી પસાર થતાં લોકો જાહેરમાં લઘુશંકા જેવી ક્રિયાઓ કરતાં અહીંથી પસાર થતી મહિલાઓ સહિત લોકોને ભારે શર્મના સામના સાથે જાહેર માર્ગાે પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. દાહોદમાં આવેલ પરેલ રેલ્વે રહેણાંક વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. રસ્તાની સાઈડમાં કચરો અને અસહ્ય ગંદકીએ માઝા મુકી છે.

આવી ગંદકીમાં અહીંથી પસાર થતાં ઘણા લોકો લઘુશંકા કરી જતાં રહે છે અને ગંદકી વધુ ફેલાઈ રહી છે. ગંદકીના કારણે રોગચાળાનો ભય ફેલાઈ તેવો ભય પણ સ્થાનીકમાં ફેલાઈ રહ્યો છે બીજી તરફ લોકો જાહેરમાં રસ્તાની સાઈડમાં લઘુશંકા માટે ઉભા થઈ જતાં અહીંથી પસાર થતી મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને શરમથી રસ્તા પરથી પસાર થવું પડે છે. ગંદકીના કારણે લોકોને મોંઢે રૂમાલ બાંધીને પણ પસાર થવું પડી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે રેલ્વે તંત્ર તેમજ દાહોદ વહીવટી તંત્ર દ્વારા દાહોદ પરેલ વિસ્તારમાં સ્વચ્છતા જાણવે તેવી લાગણી અને માંગણી સ્થાનીકોમાં ઉઠવા પામી છે.

Most Popular

To Top