Dakshin Gujarat

ગોલ્ડનબ્રિજ નજીક નર્મદાના જળસ્તરમાં પુન: એકવાર વધારો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dem) પાણી છોડવામાં આવતાં નર્મદા નદીનું (Narmada River) જળસ્તર વધી રહ્યું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ (Goldan Bridge) નજીક નર્મદા નદીના જળસ્તરમાં પુનઃ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ (System Alert) થયું છે. તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે નહીં જવા તાકીદ કરવામાં આવી છે. જેના પગલે નદી કિનારે આવેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરીસમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ
સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરીસમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમ છલોછલ ભરાયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉન સ્ટ્રીમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ડેમમાંથી થતી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે. બપોરના સમયે નદીની જળ સપાટી 15.50 ફૂટ નોંધાઈ હતી. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે. લોકોને નદી કિનારેના જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં મેઘરાજાની મહેરથી વાતાવરણ ઠંડુંગાર: વાલોડમાં 3 ઇંચ વરસાદ
વ્યારા: તાપી જિલ્લામાં હવામાન વિભાગે કરેલી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ વાલોડમાં ૮૫ મીમી, ડોલવણમાં ૭૨ મીમી અને વ્યારામાં ૭૦ મીમી, સોનગઢમાં ૫૨ મીમી વરસાદ ખાબક્યો છે. જો કે, જિલ્લામાં ચારેકોર વરસાદ પડ્યો છે. ઉચ્છલમાં ૨૩ મીમી, કુકરમુંડામાં ૧૫ મીમી, નિઝરમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણ ઠંડુંગાર બન્યું છે.

વરસાદ ધીમો પડતાં બપોરે ૪ વાગેથી શરૂ થઈ ગયા
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે કોઝવે ઓવર ટોપ થવાથી પંચાયતનાં ૧૩ રસ્તા બંધ થયા હતા, જેમાં વ્યારાના ૯ રસ્તા બંધ થતાં ૧૭ જેટલાં ગામને અસર થઈ હતી. ડોલવણના ૨ રસ્તા બંધ થતાં ત્રણ ગામને, જ્યારે સોનગઢ અને કુકરમુંડાના ૧-૧ રસ્તા બંધ થતાં ૧-૧ ગામને અસર થઈ હતી. જો કે, આ તમામ રસ્તા વરસાદ ધીમો પડતાં બપોરે ૪ વાગેથી શરૂ થઈ ગયા હતા. જેને લઈ ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

Most Popular

To Top