Dakshin Gujarat

આહવાથી પીપલદહાડ તરફ જતી મીની એસટી બસ ધુડા ગામ નજીક પલટી ગઈ

સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં આહવાથી (Ahawa) મુસાફરો ભરી ધવલીદોડ થઈ અંતરિયાળ વિસ્તારનાં પીપલદહાડ ગામ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની (S.T.Nigam) આહવા-પીપલદહાડ મીની એસટી બસ ( Mini S.T.Bus) જે આહવાથી પીપલદહાડને જોડતા આંતરિક માર્ગનાં ધુડા ગામ નજીકનાં વળાંકમાં માર્ગની સાઈડમાં ખેંચાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ મીની એસટી બસ મુસાફરોથી ફૂલ ભરેલી હતી.

મુસાફરોમાં અફરા તફરીનો માહોલ
વરસાદી માહોલમાં મીની એસટી બસ અચાનક પલ્ટી મારી જતા તેમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાવાની સાથે નજીકનું વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યુ હતું. જોકે આહવા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવીતનાં જણાવ્યા અનુસાર આ અકસ્માતનાં બનાવમાં એસટી બસમાં સવાર તમામ મુસાફરોને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.

નવસારીમાં 2 વ્યક્તિને બાઈક ચાલકને મારી નાંખવાના ઈરાદે કાર ચઢાવી
નવસારી દશેરા ટેકરી રાશી મોલની સામે જેટ એક્સ્લન્સીમાં જ્વેલ વીંગમાં સંજયભાઈ મુકેશભાઈ રાવલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 2015 માં સંજયભાઈએ મૂળ નવસારી અલીફનગરમાં અને હાલ વ્યારા રહેતા તેમના મિત્ર સરફરાજ મહમદ હનીફ મેમણને 8 લાખ રૂપિયા આપ્યા હતા. જેની સામે સરફરાજે સંજયભાઈને 8 લાખનો ચેક આપ્યો હતો. થોડો સમય જતા સંજયભાઈએ સરફરાજ પાસેથી રૂપિયાની માંગણી કરતા સરફરાજે રૂપિયા ન આપતા સંજયભાઈએ 8 લાખનો ચેક બેંકમાં નાંખ્યો હતો. પરંતુ તે ચેક રીટર્ન થતા સંજયભાઈએ નવસારી સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ખેંચી લેવા માટે સરફરાજે ગણેશ-સિસોદ્રા ગામે મેઘદૂત સોસાયટીમાં રહેતા વાઘાભાઇ દેવાભાઈ ભરવાડને હવાલો આપ્યો હતો. ત્યારબાદ વાઘાભાઇ અને સરફરાજ સંજયભાઈને કેસ ખેંચવા માટે દબાણ કરી ઝઘડો કરવાના બહાના શોધતા હતા.

ધરમપુરના વિજય રાજમહેલ રોડ પાસે બુલેટ ચાલકે 3 રાહદારીને અડફેટે લીધા
ધરમપુરના કરંજવેરી ગામના નીચલા ફળીયા ખાતે રહેતાં અવિનાશ જમશુ ભોયા ધરમપુરના બાયપાસ પાસે વિજય રાજમહેલ રોડ નજીક તેમના મિત્રો હિતેશ ગરાસિયા વિજય ચૌધરી સાથે ઉભા રહી વાત કરતાં હતાં તેજ અરસામાં રાજમહેલ રોડ પરથી પસાર થઇ રહેલાં બુલેટ ચાલક દિવ્યેશભાઈ અમરત પટેલ રોડ ઉપર ઉભા રહેલાં 3 મિત્રોને ટકકર મારી અડફેટે લેતાં આ અકસ્માતમાં બુલેટ ચાલક તથા 3 જેટલા રાહદારીને નાની મોટી ઈજા થતા તમામ ઇજાગ્રસ્તને ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

Most Popular

To Top