Entertainment

200 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીની છ કલાક સુધી કરાઈ પૂછપરછ

બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) નોરા ફતેહીની (Nora Fatehi) સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા લગભગ છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ નોરા ફતેહી અને પિંકી ઈરાનીની સામસામે પૂછપરછ કરી હતી. તે કથિત રીતે પિંકી ઈરાની હતી જેણે નોરાને સુકેશ ચંદ્રશેખર (Sukesh ChandraShekhar) ઠગ સાથે પરિચય કરાવ્યો હતો. ઈઓડબલ્યૂ (EOW) અગાઉ 3જી સપ્ટેમ્બરે નોરા ફતેહીની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. તે દરમિયાન તપાસ એજન્સીએ નોરાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા.

  • બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીની સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ
  • પિંકી ઈરાની હતી જેણે નોરાને સુકેશ ચંદ્રશેખર ઠગ સાથે પરિચય કરાવ્યો હતો
  • 3જી સપ્ટેમ્બરે નોરા ફતેહીની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી
  • ED અનુસાર નોરા ફતેહી અને જેક્લિન ફર્નાન્ડિસે ચંદ્રશેખર પાસેથી મોંઘી કાર અને અન્ય ગિફ્ટ્સ લીધી હતી

એક દિવસ પહેલા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ કરી હતી. સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં હોવાનું જાણવા મળે છે. તેના પર પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે. EDએ 17 ઓગસ્ટે દાખલ કરેલી ચાર્જશીટમાં ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. ED અનુસાર, ફતેહી અને ફર્નાન્ડિસે ચંદ્રશેખર પાસેથી મોંઘી કાર અને અન્ય ગિફ્ટ્સ લીધી હતી.

Most Popular

To Top