Gujaratmitra Daily Newspaper - Since – 1863

Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાંથી સરકારી ચોખા કબીલપોરની જીઆઇડીસીમાં ધમધમતી રાઈસ મીલોમાં (Rice Mill) પગ કરી જતાં હોવા છતાં પુરવઠા તંત્ર મૂક પ્રેક્ષક બની તમાસો જોઇ રહ્યું છે. નવસારી જિલ્લામાં સરકારી અનાજના (Grain) મોટા પાયે કાળાબજાર થાય છે. સરકાર ગરીબોના કલ્યાણ માટે સસ્તું અનાજ પૂરું પાડે છે. કોરોનાના આ સમયમાં લગભગ દોઢેક વર્ષથી લાખ્ખો લોકોને મફત અનાજ સરકાર પૂરૂં પાડી રહી છે. પરંતુ તેનો મહત્તમ લાભ કાળાબજારિયાઓ લઇ રહ્યા છે. ગરીબોને કોરોનાને કારણે રોજગારીની સમસ્યા થઇ છે, ત્યારે ગરીબો ભુખે નહીં મરે એ માટે સરકાર વિનામૂલ્યે અનાજ પૂરું પાડી લોક કલ્યાણનું કામ કરી રહી છે. પરંતુ તેમના જ અધિકારી સરકારના કલ્યાણના કામો પર પાણી ફેરવી રહ્યા છે.

  • કબીલપોર જીઆઇડીસીની રાઈસ મીલોમાંથી પગ કરી જતાં સરકારી ચોખા
  • પુરવઠા તંત્રની મીલીભગતમાં સરકારી અનાજના બેફામ કાળા બજાર

નવસારી જિલ્લામાં સરકારી અનાજ ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. પરંતુ સસ્તા અનાજની દુકાન અને પુરવઠા તંત્રની મીલીભગતમાં સરકારી અનાજ ગરીબોના પેટમાં જવાને બદલે નવસારી નજીક કબીલપોર ખાતે આવેલી જીઆઇડીસીની રાઈસ મીલોમાં પહોંચી જાય છે. જિલ્લા કલેક્ટરે તેમના હાથ નીચેનું પુરવઠા તંત્ર ગરીબોના કલ્યાણની યોજના કલ્યાણ કરતી રહે એ માટે સરકારી અનાજના કાળા બજાર કરતા અને કાળાબજારિયાઓને આશીર્વાદ આપતા પુરવઠા તંત્ર સામે પગલાં ભરે એ જરૂરી છે.

ચમરબંધીને પણ નહીં છોડાય : જિલ્લા પુરવઠા અધિકારી
નવસારી જિલ્લામાં સરકારી અનાજના કાળા બજાર અંગે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સરકારી અનાજના બ્લેક માર્કેટિંગ અંગે બાતમી આપો, હું કાર્યવાહી કરીશ અને આ કાળા બજારના વેપલામાં સંડોવાયેલા કોઈ પણ ચમરબંધીને છોડીશે નહીં.

To Top