SURAT

કતારગામમાં હીરાના વેપારીને ધક્કો મારી હીરાની ચીલઝડપ

સુરત : કતારગામ (Katargam) જેરામ મોરામની વાડીમાં એક હીરાના (Diamond) વેપારીને ધક્કો મારીને ૮ લાખના હીરાની લૂંટ ચલાવવામાં આવતા કતારગામ પોલીસે (Police) તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કકારગામ વિસ્તારમાં જ રહેતા વેપારી કનૈયાલાલ પ્રજાપતિ જેરામમોરામની વાડીમાં હીરાનું કારખાનુ ચલાવે છે. દરરોજની માફક તેઓ સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં કારખાનુ બંધ કરી ઘરે જઇ રહ્યા હતા. તેઓ કારખાનાની નીચે પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે એક અજાણ્યાએ તેઓને ધક્કો મારી દીધો હતો અને તેમના હાથમાંથી અંદાજીત આઠ લાખની કિંમતના હીરા આંચકી લીધા હતા. કનૈયાલાલ કંઇ સમજે તે પહેલા આ અજાણ્યો ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે કનૈયાલાલએ કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પીઆઇ બી.ડી. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કનૈયાલાલની ફરિયાદ લઇને કારખાનાની આજુબાજ લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

‘તારી પાસે જે હોય તે આપી દે’ કરી રખેવાળની પત્નીના દાગીના લૂંટીને નાસી ગયા
સુરત: વરીયાવ રોડ પર આવેલા બંગલામાં ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ જણા ધસી આવ્યા હતા. બંગલાની દેખરેખ કરતો યુવક ઓરડીમાંથી ઉઠીને આવતા તેને માર મારી તેની પત્ની પાસેથી સોનાની બુટ્ટી, રિંગ અને ઝાંઝર મળી 13 હજારની લુંટ કરી નાસી ગયા હતા. જહાંગીરપુરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

કતારગામ ખાતે નગીના વાડી ખાતે રહેતા ધનસુખભાઈ સવાણીનો વરીયાવ રોડ પર રામ વાટીકા બંગલો આવેલો છે. આ બંગલાની દેખરેખનું કામ કરતા 29 વર્ષીય તુષારભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા કરે છે. તુષારભાઈ ત્યાં તેમની પત્ની અને પરિવાર સાથે રહે છે. તુષારભાઈએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં લુંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે તેઓ ઓરડીમાં સુઈ ગયા હતા. ત્યારે બંગલાનું મેઈન ગેટ ખખડવાનો અવાજ આવ્યો હતો. જેથી તુષારભાઈએ જઈને જોતા ત્રણ અજાણ્યા ચડ્ડી બનીયાનધારી ગેટ પરથી કુદીને બંગલામાં આવતા દેખાયા હતા. જેથી તુષારે તેના શેઠ ધનસુખભાઈને ફોન કરી જાણ કરી હતી. ગેટની બહાર ઉભેલા બે અજાણ્યાઓએ તેને ફોન પર વાત કરતા જોઈ લીધો હતો. જેથી તુષારભાઈએ તેમની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તુષારભાઈએ બંગલામાં સીસીટીવીનું કામ જોતા મોનાબેનને ફોન કરીને વાત કરી હતી. બાદમાં ચડ્ડી બનીયાનધારી અજાણ્યાઓએ તુષારને લાકડાના ફટકા વડે માર માર્યો હતો અને ‘તારી પાસે જે હોય તે આપી દે’ તે તેમ કહ્યું હતું. જેથી તુષારની પત્નીએ ડરીને સોનાની બુટ્ટી, રીંગ, ચાંદીના ઝાંઝર મળી કુલ 13 હજાર રૂપિયા આપી દીધા હતા ત્યાર બાદ લૂંટારું બધા ભાગી ગયા હતા.

Most Popular

To Top