SURAT

કોયલી ખાડી રિ-મોલ્ડિંગ-રિ-સ્ટ્રક્ચર માટે વધુ 275 કરોડના પ્રોજેક્ટની તૈયારી : સમાંતર રસ્તો પણ મળશે

સુરત: શહેર વચ્ચેથી પસાર થતી કોયલી ખાડીને રિ-મોલ્ડિંગ અને રિ-સ્ટ્રક્ચરિંગ માટે વરસો સુધી માંગ ઊઠ્યા બાદ થોડા સમયથી આ ખાડીનો પ્રોજેક્ટ (Project) હાથ ધરાયો છે, જેમાં સાંકેતïધામ સોસાયટીથી મમતા પાર્ક ખાડી બ્રિજ સુધી તથા લક્ષ્મણનગર માર્કેટથી કરંજ એસટીપી સુધીની ખાડીની કામગીરી માટે 275 કરોડનું ટેન્ડર (Tender) મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મુકાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૮.૩૦ કિ.મી. લાંબી આ ખાડી પૈકી સરિતા વિહારથી એપીએમસી માર્કેટ સુધી ૧.૩૫ કિ.મી. લંબાઇમાં કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે કરંજ એસટીપીથી સરિતા વિહાર સોસાયટી સુધીની ૧.૫ કિ.મી. લંબાઇમાં ખાડીના રિ-મોલ્ડિંગ અને રિ-સ્ટ્રક્ચરિંગની કામગીરી ૭૫ ટકા જેટલી પૂર્ણ થઇ છે. બાકીના વિસ્તારમાં રી-મોલ્ડિંગ અને રી-સ્ટ્રક્ચરિંગની કામગીરી માટે મનપા પાસે કુલ ૨૭૪.૩૫ કરોડ રૂપિયાïના ખર્ચનાં ટેન્ડર આવ્યાં છે. સ્થાયી સમિતિની આગામી બેઠકમાં ટેન્ડર મંજૂરી અંગેની દરખાસ્ત રજૂ થઇ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫ મીટર પહોળાઇ અને ૩.૫૦ મીટર ઊંડાઇનો આરસીસી બેરલ ટાઇપ/ડાયાફ્રામ વોલ ટાઇપનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. કોયલી ખાડીને આરસીસી સ્ટ્રક્ચર બનાવી સંપૂર્ણપણે કવર કરવાથી માર્ગ પરિવહનનો અલગ પર્યાય ઉપલબ્ધ થશે. સાથે જ ગંદકી પણ નિવારી શકાશે. એટલું જ નહીં, ખાડીમાં ગંદકીનું પ્રમાણ ઘટતાંï ખાડીની હયાત વહન ક્ષમતામાં ૬૦ ટકા જેટલો વધારો થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે ૧૬૨.૮૪ કરોડના અંદાજ સામે બીજા પ્રયત્નમાં એકમાત્ર ટેન્ડરર એજન્સી રણજિત બિલ્ડકોન દ્વારા ૭૬.૯૦ ટકા ઊંચા ભાવની ૨૭૪.૩૪ કરોડની લોએસ્ટ અને એકમાત્ર ઓફર આવી હતી. બીજા પ્રયત્ને પણ એકમાત્ર એજન્સીની બીડ આવતાં મનપા દ્વારા કન્સલ્ટન્ટ વાપકોસ લિમિટેડïનો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. ૩૬ માસમાં (ચોમાસા સિવાય) તારીખથી એજન્સીïએ કોયલી ખાડી રિ-મોલ્ડિંગ અને રિ-સ્ટ્રક્ચરિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. સ્થાયી સમિતિની આગામી બેઠકમાં કોન્ટ્રાક્ટ સોંîપણીની આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Most Popular

To Top