Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વડોદરાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ‘મારો પરિવાર સમૃદ્ધ પરિવાર’ અભિયાનની શરૂઆત કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને સંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.પોસ્ટ માસ્ટર જનરલ ઉત્તર ગુજરાત પ્રદેશ સુચિતા જોષી, પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત પ્રદેશ પ્રીતી અગ્રવાલ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ ડો.એસ. શિવરામ દક્ષિણ ગુજરાત પ્રદેશ અને પોસ્ટ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા’ મારો પરિવાર સમૃદ્ધ પરિવાર’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા પૂર્વ અને પશ્ચિમ વિભાગના વડોદરા , છોટાઉદેપુર , તિલકવાડા અને દક્ષિણ ગુજરાત પ્રદેશના પોસ્ટલ વિભાગના 700થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. ‘મારો પરિવાર સમૃદ્ધ પરિવાર ‘ અભિયાનનો ઉદ્દેશ્ય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ દરેક વર્ગના પરિવારોનો સમાવેશ કરવાનો છે. પોસ્ટ વિભાગ પરિવારના દરેક સભ્ય માટે નવી જન્મેલી છોકરી, છોકરો બાળકથી માંડીને વૃદ્ધ દાદા દાદી જેવા માટે રોકાણની વિવિધ યોજનાઓ પ્રદાન કરે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા SSA/PPF/PMSBY ના ખાતાધારકો ને પાસબુક, વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળના લાભાર્થી ને ચેક, આ ઝુંબેશની ઉમદા શરૂઆતના ટોકન તરીકે GAGI અને APYના સબ્સ્ક્રાઇબરને એકનોલેજમેન્ટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ‘ભિલોડા બજાર પોસ્ટ ઓફિસ’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મે 2022માં ‘મારી દીકરી સમૃદ્ધિ’ અભિયાન શરૂ કર્યું હતું જેને ગુજરાતના લોકો તેમજ ટપાલ કર્મચારીઓ તરફથી અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત પોસ્ટલ સર્કલે આ સમયગાળા દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આજ સુધીમાં 3,01,915 SSA ખાતા ખોલ્યા છે. ઉપરાંત સાંસદ રંજનાબેન ભટ્ટનો ઘણો સહયોગ મળ્યો છે. તેમણે 15000 થી વધુ દીકરીઓ માટે SSY ખાતા ખોલાવી આપ્યા હતા.

સંચારમંત્રી દેવુંસિંહ ચૌહાણે વડાપ્રધાન વડાપ્રધાન દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી યોજનાઓ વિશે જણાવ્યું હતું.તેમજ પોસ્ટ વિભાગેશરૂ કરેલી વિવિધ સેવાની જાણકારી આપી હતી. પોસ્ટ વિભાગના કર્મચારીઓએ બે વર્ષ દરમિયાન જીવના જોખમે કરેલ કામગીરીને બિરદાવી હતી. કર્મચારીઓને કર્મયોગી બનીને લોકો માટે સેવા કરીને દેશને આગળ વધારવા જણાવ્યું હતું. તેમણે કર્મચારીઓની રજૂઆતો પણ સાંભળી હતી.

આપ પાર્ટી લોભામણી દેખવડા પ્રદર્શનો દ્વારા પ્રજાને છેતરે છે
લોકશાહીમાં અનેક રાજકીય પક્ષો હોય છે. આમ આદમી પાર્ટીનો ગૂજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પ્રથમ પ્રયાસ નથી તેઓનો આ ત્રીજો પ્રયાસ છે. ચૂંટણી નાં પરિણામ બાદ ચૂંટણી લક્ષી આવવું અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગુજરાતની પ્રજા સમજદાર છે તેમની કોઈ વાતમાં આવવાની નથી. તેમના સાથીઓ તો જેલમાં છે અમુક નેતા જવાની આરે છે. માત્રને માત્ર જાહેરાતના જૂઠ્ઠા બેનર હેઠળ એક પ્રકારની લોભામણા દેખવડવા પ્રદર્શનો દ્વારા પ્રજાને છેતરવા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ગુજરાત આવતા હોય તે ગુજરાતની પ્રજાની સમજદારીથી અજાણ છે. કોઈ ગરીબના ઘરે માત્ર રિક્ષામાં બેસીને જમવા માટે જાવ અને જ્યારે જરૂર પડે ત્યારે પ્રાઈવેટ જેટમાં ફરો તે ગુજરાતની જનતા બધું જાણે છે અને ગુજરાતની પ્રજાને સમજવા હજુ ઘણો સમય તેમણે લાગશે. – દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી

To Top