Vadodara

મેયર, ડે.મેયર સહિત બીજેપીના સભાસદોની ગેરહાજરીને મુદ્દે સામાન્ય સભા મુલત્વી

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા મંગળવારે સામાન્ય સભા યોજવાની હતી. પરંતુ મેયર સહિત ડેપ્યુટી મેયર ગાંધીનગર ખાતે યોજાયેલ મેયર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાના હોઈ તેમજ અન્ય નગરસેવકો રાજકોટ ખાતે બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના કાર્યક્રમમાં હાજર રહેવાના હોઈ કોરમના અભાવે મુક્તવી રાખવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં મેયર કોન્ફરન્સ અને રાજકોટ ખાતે પણ નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાથી આજરોજ વડોદરા મહાનગરપાલિકા ની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રાખવામાં આવી છે. માત્ર કોંગ્રેસના 7 સભાસદો જ સામાન્ય બેઠક માટે આવ્યા હતા. જ્યસફે બીજેપીના સભાસદો ગેરહાજર રહ્યા હતા. તેથી કોંગ્રેસના સભાસદોએ જગદગુરુ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના સભાસદો ગેરહાજર રહેતા કોરમના અભાવે સભા મુલ્તવી રાખવામાં આવી હતી. ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દેશભરના ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરની આજરોજ ગાંધીનગર ખાતે કોન્ફરન્સ મળી હતી. જેમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજર રહી મેયર અને ડેપ્યુટી મેયરને માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત આજરોજ મેયર ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો કાઉન્સિલર વડોદરાથી રવાના થયા હતા. તો બીજી તરફ કોરમના અભાવે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top