National

બિહારમાં ગુડ્સ ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

બિહાર: બિહારના (Bihar) સાસારામ સ્ટેશન પાસે માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના (Accident) બાદ દિલ્હી-હાવડા (Delhi-Havda) રેલવે (railway) પર કેટલીક ટ્રેનોને રોકી રાખવામાં આવી. દુરન્તો સહિત ઘણી ટ્રેનો પર તેની અસર પડી છે, રેલવેએ દિલ્હી-હાવડા રૂટ પર લગભગ એક ડઝન ટ્રેનો રદ કરી છે, જ્યારે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના સાસારામમાં માલસામાન ટ્રેન દુર્ઘટના બાદ દિલ્હી-દીનદયાળ ઉપાધ્યાય જંક્શન અને ગયા-હાવડા રૂટ પરની ટ્રેનો પ્રભાવિત થઈ છે. રેલવેએ દીનદયાલ ઉપાધ્યાય જંક્શનથી ગયાથી હાવડા તરફ જતી ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરી છે. જ્યારે 14 ટ્રેનો રદ થયાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયાના પણ સમાચાર છે. આ દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો ખોરવાઈ ગઈ છે અને ઘણી રોકાઈ ગઈ છે. ગયા-દીનદયાળ ઉપાધ્યાય રેલ માર્ગના અપ અને ડાઉન બંને માર્ગો સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. રેલવે અધિકારીઓ આ રૂટને પુન: શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

બિહારના ચંપારણમાં પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી
તાજેતરમાં જ બિહારના ચંપારણમાં એક ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત બિહારના પશ્ચિમ ચંપારણમાં હમસફર એક્સપ્રેસમાં થયો હતો. આ ટ્રેન દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશનથી બિહારના કટિહાર જઈ રહી હતી, આ દરમિયાન ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પશ્ચિમ ચંપારણના બગાહા વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર 15706 દિલ્હી-કટિહાર ચંપારણ હમસફર એક્સપ્રેસના એસ-1 અને એસ-2 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. 

ઓડિશાના ભદ્રકમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે
આ પહેલા શનિવારે ઓડિશાના ભદ્રકમાં આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં હાવડા-ભુવનેશ્વર જન શતાબ્દી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી, જે બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. જો કે, ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

આ ઘટના સાંજે લગભગ 5.50 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અચાનક એક આખલો ટ્રેક પર આવી ગયો હતો અને તેના કારણે અચાનક બ્રેક લગાવવી પડી હતી. જોકે, બ્રેક લગાવવા છતાં ટ્રેન બળદ સાથે અથડાઈ હતી. આ પછી રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Most Popular

To Top