વ્યારા: સોનગઢથી (Songadh) કપડબંધ હાઇવે માટે લોક સુનાવણી રાખ્યા વિના જમીન માપણી કરવા ગયેલા તંત્રનો વિરોધ દર્શાવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આશરે...
નવી દિલ્હી: હાલમાં લેજન્ડ્સ ક્રિકટ લીગ (Cricket League) રમવા માટે ભારતના (India) પ્રવાસે આવેલા વેસ્ટઇન્ડિઝના માજી ક્રિકેટર ટીનો બેસ્ટે પોતાની બાયોગ્રાફી (Biography)...
કેન્ટબરી : વન ડે સીરિઝની પહેલી મેચ (Match) જીત્યા પછી આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) આજે બુધવારે જ્યારે બીજી...
ગુજરાતી ફિલ્મ (Gujarati Film) ‘છેલ્લો શો’ (Chhello Show) એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારત (India) તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ છે જે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન (Online), પોઈન્ટ-ઓફ-સેલ અને એપ્લિકેશનમાં વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા તમામ ક્રેડિટ અને...
મદ્રાસ: મદ્રાસ હાઈકોર્ટે (Madrash Highcourt) અવલોકન કર્યું છે કે લગ્ન (Marriage) માત્ર શારીરિક આનંદ (Physical Pleasure) માટે નથી પરંતુ તેનો મુખ્ય હેતુ...
મુંબઈ: લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) વર્ષોથી લોકોને તારક મહેતા (Tarak Mehta) તરીકે હસાવનાર શૈલેષ લોઢા (Shailesh Lodha) પરેશાન...
સુરત: (Surat) શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી એટલેકે 20 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનો (National Games) દબદબાભેર પ્રારંભ થયો હતો. મંગળવારે બપોરે 11...
કર્ણાટક: કર્ણાટક(Karnataka) હાઈકોર્ટ(High Court)ની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ(Hijab) પર પ્રતિબંધ(Prohibition) ના નિર્ણયને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં...
બેંગ્લુરુ: (Bengaluru) કર્ણાટકના બેંગ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્લફ્રેન્ડે (Girlfriend) તેના ડોક્ટર બોયફ્રેન્ડને (Boyfriend) માર મારીને મોતને ઘાટ...
અમેરિકા: મેટાવર્સની (Metaverse) દુનિયામાં માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) પગ મૂકવું તેની વાસ્તવિક દુનિયામાં મોંઘ્યું પડ્યું છે. અમેરિકામાં (America) લગભગ દરેક અબજોપતિ (Billionaire)...
નવી દિલ્હી: ચૂંટણી ફંડ(Election Fund)માં કાળા નાણા(Black Money)ના ઉપયોગને ચકાસવા માટેની કવાયતમાં છે. ચૂંટણી પંચે પ્રસ્તાવ મુક્યો છે કે, રાજકીય ફંડ(Political Fund)...
સુરત: સુરત(Surat) શહેરના અમરોલી(Amroli) ખાતે રહેતા અને હજીરા(Hajira) ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં એક આધેડ વ્યક્તિનું હજીરા ખાતે માર્ગ અકસ્માત(Accident)માં મોત...
મુંબઈ: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાના સદીના દુકાળનો અંત લાવી દીધો છે. તેણે 1020 દિવસ પછી સદી...
મુંબઈ: જો તમે હવાઈ મુસાફરીનો આનંદ માણવા માંગતા હો અને પૈસાના અભાવે તેમ કરી શકતા નથી. તો પછી તમારા માટે આવી છે...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક બાદ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. સૌરવ ગાંગુલીની (Sourav...
રાજસ્થાન: જયપુરમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિધાનસભા કૂચ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું....
ઉમરગામ(Umargam): વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલના (Nargol) દરિયા કિનારે (Sea Beach) 2 મૃત ડોલ્ફિન (Dolphin) તણાઈ આવતા કુતૂહલ ઉભું થયું છે....
મુંબઈ: શાહરૂખ ખાનને (ShahRukh Khan) ડોનના (Don) અવતારમાં જોઈને ચાહકો એટલા પ્રભાવિત થયા કે 2011માં આવેલી ‘ડોન 2’થી તેઓ સતત ‘ડોન 3’ની...
મુંબઈ: કેન્દ્રીય મંત્રી(Central Minister) નારાયણ રાણે(Narayan Rane)ને બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે BMCને જુહુમાં તેમના બંગલા(Bungalow)ના ગેરકાયદે...
ઈરાન: ઈરાનમાં (Iran) 22 વર્ષીય યુવતી મહસા અમીનીના (mahsa amini death) પોલીસ કસ્ટડીમાં મોત બાદ હંગામો થયો છે. દેશના અનેક ભાગોમાં મહિલાઓ...
ગાંધીનગર: દૂધસાગર ડેરીના (Dudhasagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના (Vipul Chaudhary) ઘરે ACBની ટીમે વહેલી સવારે દરોડા (Raid) પાડ્યા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે મંગળવારનાં રોજ ભાજપ(BJP) દ્વારા...
લોકસભા – રાજયસભા અને વિધાનસભામાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને એમને ફકત મર્દસભાનું ઉપનામ આપવું, બંધારણ શોષણખોરોને માફ કરનારું અને ઠગપીંઢારાઓને મદદ...
એવા સમાચાર છે કે માંડ ૩ દિવસના ઝાપટામાં રોડ ધોવાયા. રેતી – કપચી – મટીરિયલ છૂટાં પડી ગયાં. પુણા, કાપોદ્રા, વરાછા, પાલનપોર,...
મહાનગરોમાં ઇમારતોના ભાવ કરોડો રૂપિયામાં બોલાય છે અને જમીનની એક એક ઇંચની ગણતરી થાય છે, તે સાથે જ કાયદાની ઐસી તૈસી કરીને...
અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણકાન્ત ભૂખણવાળાના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે, શો ટાઇમ પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે, એમના વિશે ખૂબ જ માહિતીસભર લેખ લખ્યો...
એક દિવસ બેંકમાં એક વૃધ્ધ કાકા આવ્યા, ધીમે ધીમે રીક્ષામાંથી ઉતર્યા અને બેંકમાં આવ્યા.થોડીવાર કંઇક આમતેમ ગોતી રહ્યા. એક સજ્જનને લાગ્યું કે...
બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો, જેની તપસ્યા કરતાં હતાં..! ફરી ડી.જે. ના ધૂમધડાકા શરૂ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ. યુવાનોનું સાંસ્કૃતિક...
સુરત(Surat): પાટીદાર (Patidar) નેતા અને વ્યવસાયે વકીલ અલ્પેશ કથિરીયાને (Alpesh Kathiriya) જાહેરમાં એક રીક્ષા ચાલકે (Auto Rikshaw Driver) લાકડાના ફટકાથી માર માર્યાનો...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
વ્યારા: સોનગઢથી (Songadh) કપડબંધ હાઇવે માટે લોક સુનાવણી રાખ્યા વિના જમીન માપણી કરવા ગયેલા તંત્રનો વિરોધ દર્શાવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આશરે ૧૭ જેટલાં ગામોનાં લોકો સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુભ ગામીતના નેતૃત્વમાં તાપી જિલ્લા સેવા સદનમાં પહોંચ્યા હતા. પોલીસે (Police) આ ગેટ (Gate) બંધ કરી આંદોલનકારીઓને અટકાવતાં ત્રણ કોંગ્રેસી (Congress) ધારાસભ્યો સાથે આદિવાસી મહિલાઓએ થાળી-વેલણ વગાડી સરકાર વિરુદ્ધ લાંબા સમય સુધી સૂત્રોચારો કર્યા હતા. ત્યાર બાદ જિલ્લા સેવા સદનનો ગેટ કૂદી અંદર પ્રવેશવા જતાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
સોનગઢ-કપડબંધ હાઈવે પહોળો કરવા માટે ચાલતી સરવેની કામગીરી અને ઉકાઈમાં હાઇડ્રો પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવા ડ્રોનથી ચાલતી સરવેની ગતિવિધિ સામે સ્થાનિક અસરગ્રસ્તોને અંધારામાં રાખ્યા હતા. જેથી સોનગઢ તાલુકા પ્રમુખ યુસુભ ગામીત અસરગ્રસ્તો સાથે વિરોધ પ્રદર્શન સાથે મંગળવારે રજૂઆત કરવા કોંગ્રેસી ત્રણ ધારાસભ્યો પુનાજી ગામીત, સુનીલ ગામીત, અનંત પટેલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ટોળાને કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર અટકાવી દેતા અસરગ્રસ્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે અમુક આગેવાનોને જ અંદર જવા આગ્રહ કર્યો હતો. જ્યારે ટોળું પ્રાંત અધિકારીને રૂબરૂ મળવા માંગતું હતું.
પ્રાંત અધિકારી તેમની સમક્ષ આવીને જમીન સંપાદન બાબતે સ્પષ્ટતા કરે તેવું પણ ઇચ્છતું હતું. આશરે બે કલાક સુધી પોલીસે તેઓને અટકાવી રાખ્યા હતા, પ્રાંત અધિકારી પણ લોકો સમક્ષ નહીં આવતા લોકોની ધીરજ ખૂટી હતી. જેથી આ ટોળું કલેક્ટર કચેરી સુધી જવાની કોશિશ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
પોલીસે બળપ્રયોગ કરીને આંદોલનકારીઓને અટકાવતા મામલો તંગ બન્યો હતો. ટોળાં અને પોલીસ વચ્ચે ઝપાઝપી સાથે ભારે રકઝક થઇ હતી. આ દરમ્યાન અસરગ્રસ્ત મહિલાઓ ગેટ પાસે બેસી થાળી વગાડી પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી પ્રાંત અધિકારી સમક્ષ ખુલાસો માંગ્યો હતો. આ મહિલાઓએ આશરે ૧ કલાક સુધી થાળી વગાડી રોષ ઠાલવ્યો હતો. ત્યાર બાદ પ્રાંત અધિકારીએ લોકો સમક્ષ આવી રજૂઆત સાંભળી કેટલીક સ્પષ્ટતા કરી હતી. જો કે, લોકોએ એક ઈંચ પણ જમીન નહીં આપવાનું જણાવી લોક સુનાવણી વિના જમીન માપણી કે સરવે થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.