આણંદ: આણંદના લાંભવેલ ગામે આવેલી ખોડીયારનગર પ્રાથમિક શાળામાં શિક્ષક – શિક્ષિકા વચ્ચે કથિક પ્રેમપ્રકરણને લઇ વાલીઓ રોષે ભરાયાં હતાં અને તાળાબંધી કરતાં...
આણંદ : આણંદ શહેરના તમાકુના વેપારીને ત્યાં કામ કરતાં શખસોએ બારોબાર 50 જેટલા ચેકની ચોરી કરી હતી. જેમાંથી કેટલાક વટાવી 43 લાખ...
લદાખમાં ખગોળશાસ્ત્રના અભ્યાસ પ્રવાસ પ્રોત્સાહન અને સંરક્ષણ માટે પ્રથમ આકાશગંગાનાં દર્શન કરાવતી અદ્ભુત પ્રયોગશાળા આકાર લઇ રહી છે! વૈજ્ઞાનિકો અને વર્ષોથી લદાખમાં...
જીવદયામાં માનતા ગુજરાતીઓ પોતાના જન્મદિનની ઉજવણી કરવા પાંજરાપોળમાં જાય છે અને ગાયોને લીલું ઘાસ ખવડાવીને આનંદનો અનુભવ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર...
કુદરતના ક્રમ મુજબ આપણે ત્યાં 21 મી સપ્ટેમ્બરે એક ખગોળીય ઘટના બને છે. આપણો પ્રદેશ કર્કવૃત્ત એટલે કે 23.5 ડીગ્રી ઉત્તર અક્ષાંશ...
થોડા દિવસ પહેલાંના એક દૈનિકમાં હ્રદયદ્રાવક સમાચાર વાંચવા મળ્યા કે પોન્ડીચેરીના કરાઇકાલ ગામના એક કુટુંબની હોંશિયાર છોકરી જે આઠમા ધોરણમાં ભણતી હતી...
પાલિકા એ જાહેર સ્વરાજ્યની લોક સેવા કરતી એક સ્વાયત સંસ્થા (સ્ટેચ્યુટરી બોડી) છે અને તેને કાયદામાં વિશાળ સતા અને અબાધિત અધિકારો સહિત...
શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં આવે છે.મૃત્યુ પામેલા પોતાના પિતૃના આત્માની શાંતિ માટે શ્રાદ્ધમાં પિંડદાન કરવામાં આવે છે અને કાગવાસ નાંખવામાં આવે છે.જેમના...
અક્ષયકુમારની ‘રામસેતુ’ની સાથે દિવાળી પર અજય દેવગનની ‘થેન્ક ગૉડ’ રજૂ થવાની જાહેરાત ટ્રેલરમાં થયા પછી કોની ફિલ્મ મેદાન મારી જશે એની ચર્ચા...
એક બહુ ઊંચું નારિયેળનું ઝાડ હતું.તેની પર સરસ પાણીદાર નાળિયેર ઊગ્યાં હતાં.નાળિયેરના ઝાડને તેની બધા કરતાં વધારે ઊંચાઈનું બહુ અભિમાન હતું.નાળિયેરના ઝાડની...
કપિલ શર્માના શોની નવી સીઝનને અગાઉ જેવો સારો પ્રતિસાદ મળવા બાબતે શંકા પ્રવર્તી રહી છે. એનું કારણ એ છે કે તેની શરૂઆત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૭ મી સપ્ટેમ્બરે, પોતાના જન્મ દિને મધ્ય પ્રદેશના કિનો નેશનલ પાર્કના ખાસ જંગલમાં નામિબિયાથી લાવેલા આઠ ચિત્તા...
મુંબઈ: પ્રખ્યાત કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવ (Raju Srivasatav) નથી રહ્યા. આજે સવારે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજૂ શ્રીવાસ્તવ ઘણાં દિવસથી...
પેટાગોનિયાનાં સ્થાપક લગભગ અડધી સદી પછી કંપનીની બે સંસ્થાઓમાં ભાગ કરી રહ્યા છે જેમાં પેટાગોનિયાનાં નફાની રકમ આબોહવા પરિવર્તનના વૈશ્વિક સંકટ સામે...
બિહાર: બિહારના (Bihar) સાસારામ સ્ટેશન પાસે માલગાડીના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના (Accident) બાદ દિલ્હી-હાવડા (Delhi-Havda) રેલવે (railway)...
8 વર્ષ બાદ ચિત્તાએ તો દેશમાં પુનરાગમન કરી લીધું છે. નામિબિયાથી 8 ચિત્તાઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. આ ચિત્તાઓને...
બ્રિટનના સદ્ગત રાણી કવીન ઇલિઝાબેથ સેકન્ડના અંતિમ દર્શન કરવા ડેવિડ બેકમ અગિયાર કલાક લંડનના પેલેસની બહાર અગિયાર કલાક રસ્તા પર કતારમાં ઊભો...
આજકાલ આપણા ગરવી ગુજરાતના સાગરકાંઠાઓ અને બંદરોથી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયાના સમાચારો છાસવારે વાંચવા મળે છે. ત્યાર પછી ડ્રગ્સનું અને તેની દાણચોરી...
નિષ્ઠાને દરેક કામ નિષ્ઠાથી કરવાની ટેવ. પછીએ ક્ચુંબર સમારવાનું હોય કે ગાડી ચલાવવાની હોય. બેન્કનું ATM કાર્ડ વાપરવાનું હોય કે પછી પનીરબટર...
બ્રિટનના મહારાણી એલિઝાબેથનું આઠમી સપ્ટેમ્બરે ખૂબ ટૂંકી બિમારી પછી અચાનક અવસાન થયું. તેઓ ૯૬ વર્ષના હતા તેથી વહેલી વિદાય લીધી તેવું તો...
જય જૈન એક એવું નામ જેમણે નક્સલાઇટ્સ અને આદિવાસી વિસ્તારનાં ગામોમાં શિક્ષકો, મહિલા અને વિદ્યાર્થીઓને શિક્ષાની ટ્રેનિંગ આપીને શિક્ષણનો મહિમા વધાર્યો છે....
અમે ભારતના એક એવા ઠગનું નામ સાંભળ્યું હશે, જેણે એવું કહેવાય છે કે તાજમહલથી લઈને આપણી સંસદ સુદ્ધાં વેચવાનો પેંતરો કર્યો હતો....
માનવી જયારે બર્બર અવસ્થામાં હતો ત્યારે નરમાંસ ખાવાની પ્રથા પણ એના કહેવાતા સમાજમાં સ્વીકૃત હતી. સ્ત્રી પર આધિપત્ય કબીલાના હર કોઇ પુરુષનું...
એકવીસમી સદીનો ત્રીજો મોટો પડકાર (challenge) છે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો. AI દ્વારા કમ્પ્યુટર અને એવી ટેકનોલોજી ઊભી થઇ છે કે જે માણસની જેમ...
કેરળની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અદ્વિતિય કહી શકાય તેવું ઓપરેશન હાલમાં પાર પડ્યું. આ ઓપરેશન ટૂંકા ગાળામાં બે વ્યક્તિ પર થયું. તેમાં એક...
જેઓ 60 કે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે, એમાંથી ઘણાને એવું કહેતા સાંભળ્યા છે કે 65 (કે જે તે ઉંમર) તો થયા...
સુરત : દશેક દિવસ પહેલા કતારગામમાં (Katargam) સાતથી આઠ લાખના હીરાની લૂંટ (Diamond Robbery) કરીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા, તેમાં હજુ...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા આવતીકાલથી શરૂ થઈ રહેલું વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર કર્મચારીઓના આંદોલનના પગલે તોફાની...
સુરત: સુરત (Surat) શહેરના હેવી ટ્રાફિકમાંથી (Heavy Traffic) મંગળવારે બે વિદેશી રિક્ષા (Auto) લઈ પસાર થતા હતા. ત્યારે લોકોની નજર તેમના ઉપર...
વલસાડ : વલસાડના (Valsad) અત્યંત બિસ્માર માર્ગના (Road) કારણે ગર્ભવતી મહિલાનું મિસકેરેજ થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વલસાડના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરોમાં આ...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
આણંદ: આણંદના લાંભવેલ ગામે આવેલી ખોડીયારનગર પ્રાથમિક શાળામાં શિક્ષક – શિક્ષિકા વચ્ચે કથિક પ્રેમપ્રકરણને લઇ વાલીઓ રોષે ભરાયાં હતાં અને તાળાબંધી કરતાં અફડા તફડી મચી ગઈ હતી. આ અંગે બન્ને શિક્ષકો સામે કડક પગલાં ભરવા વાલીઓએ માગણી કરી હતી. લાંભવેલ ગામે ખોડિયારનગરમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ બંધાયો હતો. આ બન્ને શિક્ષકો શાળાના સમય દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવાના બદલે પ્રેમલીલામાં વ્યસ્ત રહેતાં હતાં.
કેટલીક વખત તો તેઓ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની હાજરીમાં જ જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતાં હોવાની પણ બાળકોએ વાલીઓને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત શિક્ષક તો વિદ્યાર્થિની સાથે પણ શારીરિક અડપલા કરતો હોવાની વાત બહાર આવતા વાલીઓ રોષે ભરાયાં હતાં અને મંગળવાર સવારે શાળા પર પહોંચી હલ્લાબોલ કર્યો હતો. બાદમાં તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. જેના પગલે અફડા તફડી મચી ગઈ હતી. વાલીઓએ તાત્કાલિક બન્નેની બદલી કરવા ઉગ્ર રજુઆત કરી હતી અને બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી યથાવત રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ અંગે રજુઆત કરવામાં આવતાં તેઓએ આ ઘટના અંગે તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. આ તપાસ બાદ પગલાં ભરવાની ખાતરી આપી હતી.
SMCની રજુઆત બાદ તપાસ ચાલુ કરાઇ હતી
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદીતા ચૌધરીએ જણાવ્યું હતું કે, લાંભવેલની પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરતાં બાળકોનું શિક્ષણ કાર્ય બગડ્યું છે. જયારે તેમનો જે મુદ્દો છે, તે અંગે ચારેક દિવસ પહેલા એસએમસી દ્વારા રજુઆત મળી હતી. આથી, ત્રણ સભ્યોની તાત્કાલિક કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.