Business

બાળકોને પાયાના ભણતરથી મજબૂત કરીશું તો દેશ મજબૂત થશે – શીખો વિજય જૈન પાસેથી

જય જૈન એક એવું નામ જેમણે નક્સલાઇટ્સ અને આદિવાસી વિસ્તારનાં ગામોમાં શિક્ષકો, મહિલા અને વિદ્યાર્થીઓને શિક્ષાની ટ્રેનિંગ આપીને શિક્ષણનો મહિમા વધાર્યો છે. વિજય જૈન સિરામિક ક્ષેત્રની અગ્રણી કંપની વિક્ટરી સિરટેક પ્રાઈવેટ અને પેવિટ સિરામિક પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા વિજય જૈનનું માનવું છે કે આદિવાસી અને નક્સલાઇટ્સ વિસ્તારનાં ગામડાંઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ ગામડાંઓમાં સૌ પ્રથમ સારા શિક્ષકો તૈયાર કરીને જો તેમને ટ્રેનિંગ આપવામાં આવે તો એ શિક્ષક આખા ગામડાનાં બાળકો અને મહિલાને મજબૂત બનાવી શકે છે.

આ ઉદ્દેશ સાથે વિજય જૈન આ વિસ્તારના શિક્ષકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. આદિવાસી અને નક્સલ વિસ્તારમાં સારા શિક્ષકો તૈયાર થશે તો ત્યાંનાં બાળકોને સારું શિક્ષણ મળશે. બાળકો સારું શિક્ષણ મેળવશે તો દેશ મજબૂત થશે અને દેશનો વિકાસ થશે. આ વિચારને આગળ રાખીને વિજય જૈને ઝારખંડમાં આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધીમાં 500થી વધુ શિક્ષકોને ટ્રેનિંગ આપી છે. કોરોના કાળ દરમ્યાન પણ શિક્ષકોને સેલ્ફ કોન્ફિડન્સ, ડિસિપ્લિન અને ટાઇમ મેનેજમેન્ટ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મહિલા શીખી શકે તેવા અથાગ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. ઝારખંડ અને બુદેલખંડમાં કોવિડ દરમ્યાન 500થી વધુ શિક્ષકોને ટ્રેનિંગ આપી હતી. વિવેક જૈન ખુદ B.Sc.ની ડિગ્રી ધરાવે છે.

 વિજય જૈન કોલકત્તાથી ગુજરાત આવ્યા અને ત્યાર બાદ ગ્લાસ સોડાની બોટલવાળી ફેક્ટરી શરૂ કરી. 90ના દાયકામાં સિરામિક ક્ષેત્રમાં જમ્પ લગાવ્યો અને સિરામિકનો વેપાર ચાલુ કર્યો. વર્ષ 1997માં ગુજરાતના કડીમાં તેમણે પ્રથમ પ્લાન્ટ નાખ્યો હતો. હાલમાં પેવિટ સિરામિક પ્રાઈવેટ લિમિટેડના કુલ 3 પ્લાન્ટ છે અને સિરામિક ક્ષેત્રમાં અગ્રણી કંપની છે.

 વિજય જૈનનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારનાં બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જેના માટે તેઓ હરહંમેશ કાર્યરત રહ્યા છે. બાળકોને ભીખ માંગવાની પ્રવૃત્તિમાંથી પણ બહાર લાવવાનું સેવાકીય કાર્ય તેમણે કર્યું છે. બાળકો ભીખ ન માંગે તે માટે તેમની માતાઓને એજ્યુકેટ કર્યા અને તેમની સાથે-સાથે છોકરાઓને પણ ટ્રેનિંગ લેતા કર્યા. આ મહિલાઓને એજ્યુકેટ કરીને બેંકમાં પોતાની સિગ્નેચર કરતા પણ વિવેક જૈને શીખવાડ્યું છે. આજે આ વિસ્તારની મહિલાઓ બેંકમાં જાતે સિગ્નેચર કરતી થઇ ગઇ છે.

વિજય જૈન  પ્રકાશચંદ્ર જૈનના પુત્ર છે. વિજય જૈન શિક્ષા સમૃદ્ધિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. આ સંસ્થા થકી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાનું લક્ષ્ય છે. અમદાવાદ નેશનલ અધિવેશન અને નેશનલ શિક્ષા યોજના અંતર્ગત ‘ઘર-ઘર શિક્ષા, ઘર-ઘર જ્ઞાન’ મહાસમિતિના અભિયાનમાં પણ સંકળાયેલા છે. વિજય જૈન ઉત્તર પ્રદેશના હાથરસમાં આવેલા કે.એલ. જૈન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે તેમ જ પ્રકાશ એકેડમીના મેમ્બર પણ છે. અલીગઢમાં આવેલા મંગલાયતન તીર્થધામના વાઇસ પ્રેસિડન્ટ, શાશ્વત તીર્થરાજ સમ્મેદ શિખર ટ્રસ્ટના ફાઉન્ડર સેક્રેટરી અને વાઇસ પ્રેસિડન્ટ છે. સમ્મેદ શિખરજી વિકાસ સમિતિના ડિરેક્ટર છે. ઉત્તર પ્રદેશના સાસનીમાં આવેલા ખંડેલવાલ ગ્લાસ વર્કસ અને આદિત્ય ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ-સહભાગીદાર છે.

  • વિજય જૈન પાસેથી નીચે મુજબ શીખી શકાય
    દેશને આગળ લાવવો હશે તો બાળકોને પાયાના ભણતરથી મજબૂત બનાવવા પડશે.
  • બાળકોને સારા સંસ્કાર મળે તે માટે માતાઓને પણ સારું ભણતર મળે તે જરૂરી છે.
  • દરેક ઉદ્યોગપતિ ફક્ત ડોનેશન આપીને છૂટો ન પડી જવો જોઇએ પરંતુ જાતે ધ્યાન રાખીને દેશના વિકાસમાં સહયોગી બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
  • આદિવાસી અને પછાત વિસ્તારોમાં જેટલું કામ કરી શકીએ તેટલું ઓછું છે.
     ubhavesh@hotmail.com

Most Popular

To Top