Columns

લદાખમાં ભારતનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ બનશે!ટમટમતાં તારા અને નક્ષત્રોની રમત જોઈ શકાશે!

લદાખમાં ખગોળશાસ્ત્રના અભ્યાસ પ્રવાસ પ્રોત્સાહન અને સંરક્ષણ માટે પ્રથમ આકાશગંગાનાં દર્શન કરાવતી અદ્ભુત પ્રયોગશાળા આકાર લઇ રહી છે! વૈજ્ઞાનિકો અને વર્ષોથી લદાખમાં પર્વતીય વિસ્તારોમાં વસવાટ કરતાં ભૂમિ અને આકાશનાં નિષ્ણાતો રાત્રીનાં આકાશ,નક્ષત્ર,ધ્રુવ સહિત અન્ય તારાઓની ઓળખ કરાવશે.ગગનના આ ખુલ્લા તારામંડળને માણવા અને સમજવા ટેલિસ્કોપનો ઉપયોગ થશે! વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરૂના નિષ્ણાતો આ પ્રકારની પ્રથમ સુવિધા વિકસાવવામાં વૈજ્ઞાનિક અને તકનીકી સહાય પૂરી પાડી રહ્યાં છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ પહેલેથી જ હેનલે લદ્દાખમાં ભારતીય ખગોળીય ઓબ્ઝર્વેટરી સંકુલનું સંચાલન કરે છે. વરસનાં અંત સુધી ભારત લદ્દાખનાં ઠંડા રણ પ્રદેશોમાં દેશનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ સ્થાપિત થઈ જશે!

લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દેશનાં પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપનાનાં પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. તે સમુદ્રની સપાટીથી 4500 મીટરની ઊંચાઈ પર હેનલે ડાર્ક સ્કાય રિઝર્વ કે ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યને અંદર સમાવી લેશે. લદાખમાં હેનલેમાં ભારતીય ખગોળીય ઓબ્ઝર્વેટરી સંકુલનું સંચાલન કરે જ છે. વૈજ્ઞાનિકો હેનલેનાં નૈસર્ગિક આકાશમાંથી એક્સોપ્લેનેટ, ગેલેક્સીઓ અને તારાઓનો અભ્યાસ કરવાં માટે હાલનાં ગામા કિરણો, ઇન્ફ્રારેડ અને ઓપ્ટિકલ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ખગોળશાસ્ત્રીય અવલોકનો કરી રહ્યાં છે જે પ્રવાસીઓ માટે કુદરતી આકર્ષણ બનશે! ટેલિસ્કોપ્સ હોમસ્ટેમાં સ્થાપિત કરવામાં આવશે, જે લદ્દાખમાં પ્રવાસીઓનાં આવાસ માટે લોકપ્રિય વિકલ્પ છે.  ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવાનો ઔપચારિક નિર્ણય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં અધિકારીઓ વચ્ચે આ વર્ષે જૂનમાં હસ્તાક્ષર સહિત મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ હસ્તક લેવામાં આવ્યો હતો.

લદ્દાખ એક અનોખું ઠંડું રણ છે જે પર્વતીય પ્રદેશ સાથે આવેલું છે. લઘુત્તમ તાપમાન માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવા સાથે લાંબો અને કઠોર શિયાળો લદાખમાં રહેવાલાયક બનાવે છે. શુષ્કતા, મર્યાદિત વનસ્પતિ, ઉંચી ઉંચાઈ અને છૂટાછવાયા વસ્તીવાળા મોટાં વિસ્તારો આ બધું લાંબા ગાળાની ખગોળશાસ્ત્રીય વેધશાળાઓ અને શ્યામ આકાશનાં સ્થળો માટે અને ખગોળશાસ્ત્રીય અવલોકનો વિશે સંપૂર્ણ સેટિંગ બનાવે છે! સૂચિત ડાર્ક સ્કાય રિઝર્વનો પ્રાથમિક ઉદ્દેશ ખગોળશાસ્ત્ર પર્યટન ઉપરાંત પર્યાવરણને મૈત્રીપૂર્ણ રીતે પ્રોત્સાહન આપવાનો છે. તેથી રાત્રિનાં આકાશને સતત વધતા પ્રકાશ પ્રદૂષણથી બચાવવા માટે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. લદ્દાખમાં પર્યટનમાં અનુકૂળ મહિનાઓ દરમિયાન વધારો જોવા મળ્યો છે. જો કે, તેનું નાજુક વાતાવરણ વધતા કાર્બન ફૂટપ્રિન્ટ અને આવનારા વાહનો માટે સંવેદનશીલ છે. લદ્દાખ ટુરીઝમ વિઝન ડોક્યુમેન્ટ 2022 એ લીલા ઇંધણનો ઉપયોગ વધારવા અને કાર્બન-તટસ્થ પ્રવૃત્તિઓને વેગ આપવાના પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

લદ્દાખનાં સ્થાનિક લોકો ઇકોસિસ્ટમનાં સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ છે. તેઓ પર્યાવરણને બગડવાથી બચાવવા આતુર છે, જૂનથી નિષ્ણાંતોએ સ્થાનિકો સાથે સક્રિય ક્રિયા-પ્રતિક્રિયા કરી છે. હેનલે ડાર્ક સ્કાય રિઝર્વને જાહેર જનતા માટે ખોલવાં ઉતાવળાં થઈ સંખ્યાબંધ પહેલ ચાલી રહી છે.ખગોળ-પર્યટન પ્રવૃત્તિઓનાં સંદર્ભમાં તાલીમ આપવામાં આવશે. હેનલે ઓબ્ઝર્વેટરી વિઝિટર સેન્ટર વન-સ્ટોપ-શોપ હશે જ્યાં સમુદાય પ્રવાસી વૈજ્ઞાનિક ક્રિયા-પ્રતિક્રિયા કરી શકશે!ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર સ્થળ હોય છે જેમાં વિશિષ્ટ નિશાચર વાતાવરણ અને તારાઓની રાત્રિઓ હોય છે જે પ્રકાશ પ્રદૂષણને રોકવા માટે જવાબદારીપૂર્વક વિકસાવવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડાર્ક સ્કાય એસોસિએશનનાં તારણ મુજબ આ અનામતો આકાશની ગુણવત્તા અને કુદરતી અંધકાર માટેના લઘુત્તમ માપદંડોને પૂર્ણ કરતાં મુખ્ય વિસ્તારનો સમાવેશ કરે છે, એક પેરિફેરલ વિસ્તાર કે જે મૂળમાં ઘેરા આકાશની જાળવણીને ટેકો આપે છે. આ અનામતો બહુવિધ જમીન સંચાલકોની ભાગીદારીમાં પણ રચવામાં આવે છે જેમણે નિયમો અને લાંબા ગાળાનાં આયોજનમાં કુદરતી રાત્રિના વાતાવરણના મૂલ્યને માન્યતા આપી છે.

ખગોળશાસ્ત્ર ચોક્કસપણે શ્યામ આકાશને બચાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય નથી. અંધારી રાતે આકાશનું દર્શન ઇતિહાસ, તત્વજ્ઞાન, ધર્મ, સામાજિક વિકાસ, કવિતા, ગીત, ગણિત અને વિજ્ઞાનના ઘણા પાસાઓ સાથે સંકળાયેલું છે. આપણાં પર્યાવરણીય ઈતિહાસને સમજવા માટે શ્યામ આકાશની જાળવણી જરૂરી છે. ડાર્ક સ્કાય સેન્કચ્યુરીઝને વિશ્વનાં સૌથી દૂરના (અને ઘણી વખત સૌથી અંધારાવાળા) સ્થાનો તરીકે વર્ણવે છે, જેની સંરક્ષણ સ્થિતિ અત્યંત નાજુક છે! તારાઓની રાત્રિઓ અને નિશાચર વાતાવરણની અસાધારણ અથવા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતી જાહેર અથવા ખાનગી જમીન કે જે ખાસ કરીને તેના વૈજ્ઞાનિક, કુદરતી, શૈક્ષણિક, સાંસ્કૃતિક, વારસો અને/અથવા જાહેર આનંદ માટે સુરક્ષિત છે. ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય પાર્ક, સમુદાયો,અનામત,અભયારણ્યો અને અર્બન નાઇટ સ્કાય પ્લેસ એમ પાંચ નિયુક્ત શ્રેણીઓ છે.

વિશ્વનાં સૌથી મોટા ડાર્ક સ્કાય રિઝર્વ પૈકી ગ્રેટર બિગ બેન્ડ જે અમેરિકામાં મેક્સિકોમાં છે જેનો વિસ્તાર ૩૮૮૫૦ ચોરસ કિમી છે! કેનેડામાં મોન્ટ-મેગાન્ટિક જેનો વિસ્તાર 5300 Sq.Km છે. ન્યૂઝીલેન્ડમાં ઓરાકી મેકેન્ઝી જેનો વિસ્તાર ૪૩૬૭ ચોરસ કિમી છે.અમેરિકામાં સેન્ટ્રલ ઇડાહો જેનો વિસ્તાર 3668 Sq.Km. છે. ફ્રાન્સમાં સેવેન્સ નેશનલ પાર્ક જેનો વિસ્તાર 3600 Sq.Km. છે. મહાનગરો, શહેરો અને પેરિફેરલ વિસ્તારો પ્રકાશ પ્રદૂષણનો ઘસારો અનુભવ કરે છે અને સતત પ્રકાશિત રહે છે, એવા વિસ્તારો ઓછા થઈ રહ્યા છે જે વાદળ રહિત રાત્રિઓમાં સ્વચ્છ આકાશનો નજારો આપે છે! ભારતનાં અનેક નગરોમાં રાત તો ભાગ્યે પોતાનું શ્યામલ રંગ દેખાડી શકે છે તારા અને નક્ષત્ર જોવા સાફ હવામાન જોઈએ જે સમજવા એક વાર લદ્દાખના ઠંડાગાર પ્રદેશમાં અંધારી રાતે જવું પડશે જ્યાં તારા, નક્ષત્રો સાવ નજીક લાગશે!

Most Popular

To Top