વડોદરા: મહીસાગર જીલ્લામાં લુણાવાડા કંકા તળાવથી મલેકપૂર જવાના માર્ગ પર અરીઠા ગામ પાસે ટેમ્પોમાં પાઘડીના પ્રસંગમાં જઈ રહેલા માણસોને સામેથી આવતી કાર...
નવી દિલ્હી : ક્રિકેટરોના (Cricketers) જીવન ઉપર અનેક બાયોગ્રફી (Biography) બની ચુકી છે જે દર્શકોએ ખુબ પસંદ પણ કરી છે. હવે ભારતીય...
સુરત: સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કેસ નોંધાયો છે. બટાટા મામલે બે વેપારીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં પુણા પોલીસ સ્ટેશનમાં 420ની કલમ...
ડીજીટલ જમાનામાં કોઇ પણ પ્રોબ્લેમ કે તકલીફ આવે તો તરત જ તેના સોલ્યુશન માટે ગુગલનો ઉપયોગ કરવામાં આવે છે, સારી વાત છે....
તાજેતરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા- કન્યાકુમારીથી કશ્મિર સુધીની પૂર્ણ થઈ જેની માહિતી ટી.વી. માધ્યમો અને વર્તમાનપત્રો થકી મળી. આજ સંદર્ભે ગુજરાત...
સુરત શહેરમાં ૨૧ ફેબ્રુઆરીથી ખાનગી લકઝરી બસોની એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે.શહેરમાં ટ્રાફિક...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં વિદ્યા અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જવ તૈયાર શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘હવે તમારા આશ્રમમાં છેલ્લો દિવસો છે...
શાળાના કોઈ વિદ્યાર્થીની સ્કૂલબૅગમાં શું હોય? નોટબુક, પુસ્તકો, કમ્પાસ, લંચ બૉક્સ કે નાનીમોટી ખાદ્યચીજ હોવી સામાન્ય બાબત ગણાય. બીડી, સીગારેટ કે લાઈટર...
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. રાજ્યવ્યાપી પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના...
સુરત : સુરતમાં મંગળવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં 11 વર્ષીય છોકરીનું મોત નિપજ્યું હતું. બાળકી પાણી પુરી ખાઈને ઘરે પરત ફરી...
નવી દિલ્હી : અમેરિકામાં (America) બરફનું તોફાન (Snow Storm) આવ્યું છે. હાલ ત્યાંની સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં તબાહી દેખાઈ...
સુરત: ગોડાદરામાં બાળકને રસ્તા પર જ જન્મ આપી ભાગી જવાનો પ્રયાસ કરતી મહિલાને લોકોએ પકડી પાડી હતી. પોલીસે આ મહિલા સામે ગુનો...
અબોલ જીવો સંગઠન કરવા માંડે, અમારી જગ્યા સામે બીજી જગ્યા એવું કહેવા જવાબદાર વ્યક્તિઓ પાસે ટોળામાં અદ્ભુ માણસો પહોંચે એમ પહોંચી જવાનું...
દેશમાં જો આજે કોઈને પણ ભરોસો હોય તો તે માત્ર ન્યાયતંત્ર પર જ છે. જેનો અવારનવાર પૂરાવો પણ મળતો રહે છે. થોડા...
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને ૧૨ મહિના પૂરા થયા છે, પણ યુદ્ધનો અંત નજીક દેખાતો નથી. રશિયાએ જ્યારે યુદ્ધ શરૂ કર્યું...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દશ દિવસ બાદ ફાગણી પુનમનો ભવ્ય મેળો યોજાનાર છે. જે દરમિયાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં 10 લાખ કરતાં...
નડિયાદ: મહુધા તાલુકાના ચુણેલ નજીકથી પસાર થતી જાનૈયાઓ ભરેલી એક લક્ઝરી બસમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, બસચાલકની સમયસુચકતાને પગલે...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં ગરીબ, ખેડૂત, વંચિત, પછાત દલિત, આદિવાસી, યુવા, મધ્યમવર્ગ અને મહિલા ઉત્થાન થાય તેવી...
વિરપુર : વિરપુર તાલુકાના કદમખંડી ખાતે બુધવારના રોજ ફાગના કાર્યક્રમ દરમિયાન એકત્ર થયેલા લોકો પર ભમરાંનું ઝુંડ ત્રાટક્યું હતું. જેના પગલે નાસભાગ...
આણંદ – ખેડા જિલ્લામાં ગરમી તેનો આગવો મિજાજ ધીરે ધીરે બતાવી રહી છે. તેની અસર પ્રકૃતિ પર પણ જોવા મળે છે. આણંદના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની તમામ શાળાઓમાં હવેથી 1થી 8 ધોરણમાં ગુજરાતી (Gujarati) વિષય ફરજિયાત ભણાવાશે. રાજય સરકાર (Gujarat Government) આ માટે ગુજરાત વિધાનસભાના...
સુરત: (Surat) ઇચ્છાપોરમાં એનટીપીસી (NTPC) પાસેના બ્રિજ (Bridge) પર આગળ જતી ટ્રકને પાછળથી આવેલા ટ્રકના ડ્રાઇવરે (Truck driver) ટક્કર મારતા એક યુવકનું...
સુરત: (Surat) દિલ્હી-સહારનપુર વચ્ચે નોન ઇન્ટરલોકિંગના (Interlocking) કારણે બાંદ્રા-હરીદ્વાર સહિતની 8 ટ્રેનો ડાઇવર્ટ રૂટથી ચાલશે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 1 માર્ચના...
સુરત: (Surat) શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1200 થી વધારે લોકો સાથે યાત્રા ધામ (Yatra Dham) પ્રવાસના (Tour) નામે વ્યક્તિદિઠ 3000 ઉઘરાવી લાખો...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં એલ.એચ રોડ (L H Road) પર આવેલા ઘનશ્યામનગરમાં કાપડના એક ગોડાઉનમાં (Godown) આગ લાગતા અફરાતફરી મચી હતી. ઘટના...
ધરમપુર (Dharampur) તાલુકાના ફુલવાડી ગામે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના ખેતરોમાંથી (Farm) અવારનવાર પાણીની મોટરોની ચોરીના (Theft) બનાવો બનતાં સ્થાનિક લોકો ત્રાસી ગયા...
સાયણ: (Sayan) કતારગામના એક શખ્સે ઓલપાડ (Olpad) ટાઉનમાં રહેતી એક સૌરાષ્ટ્રીયન પરિણીતાનો વારંવાર પીછો કરી તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર...
કામરેજ: (Kamrej) કામરેજમાં લધારી સમાજના લોકોએ તબેલા (Crib) બાંધી ગેરકાયદે કબજો કરી લેતાં કામરેજ મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે 20થી વધુ તબેલાનાં...
સુરત: શહેરના છેવાડે આવેલા ભેસાણ (Bhesan) ગામ રોડ ઉપર બુધવારે મોળી સાંજે એક ગમખ્વાર અકસમાત (Accident) બન્યો છે. સેગવા છામાં રોડ ઉપર...
સુરત: (Surat) સુરતમાં ચૌટાપુલ બનેલી અકસ્માતની (Accident) ઘટનામાં વેડરોડ ખાતે રહેતા મહિલાનું (Lady) મોત (Death) નિપજ્યું હતું. મંગળવારે સાંજે ચૌટાપુલ પર કાર...
‘રાજનીતિ કી કિતાબ’ :દેશના રાજકારણની વાસ્તવિકતાનું નિરૂપણ
વેજલપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસનો લોકદરબાર: DYSPનું માર્ગદર્શન, શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
‘ચામાં ઊંઘની દવા ભેળવી મત ચોરી કરશે’ બંગાળમાં CM મમતા બેનર્જીનો BJP પર ગંભીર આરોપ
સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ક્યા સોચા, ક્યા પાયા?મનનાં માનસરોવરમાં મારો ડૂબકી
‘ઉર્દૂ જ્યાં બોલાય છે ત્યાં જાઓ, અહીં બંગાળી ચાલશે’ બંગાળમાં CM યોગીનો TMC પર તીખો પ્રહાર
સુરેલી ગ્રામ પંચાયત સામે RTI: ૧૫ મુદ્દાની માહિતી ન મળતા મામલો TDO સુધી પહોંચ્યો
રાઈટ ટુ ડીસકનેક્ટ
અંકોડીયા નર્મદા કેનાલમાં દુર્ઘટના: બે મિત્રો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો – બીજાની શોધ ચાલુ
હવે વૃદ્ધ થઇ ગયો આ માનસિકતા બદલો
‘સનાતનના અપમાનનો જવાબ તમિલનાડુની જનતા મતથી આપશે’, BJPનો DMK પર કડક પ્રહાર
છીછરી મર્દાનગી
આલોચના સહન ન કરી શક્યા ટ્રમ્પ! યુદ્ધ મુદ્દે બોલનાર પોપ લિઓને “નબળા” અને “ટેરિબલ” કહીને નિશાન બનાવ્યા
વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટ્રમ્પ!
ક્યારેક પાકિસ્તાની ક્રિકેટરે આપ્યો હતો ધર્મ બદલવાનો ઑફર, હવે શ્રીલંકાના દિલશાન ભારતના મંદિરોમાં કરી રહ્યા દર્શન
હોમિયોપેથી
ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીન: ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા
અમેરિકા અને ઇરાન બંને માટે હવે યુદ્ધ એજ કલ્યાણ
યુરોપિયન દેશ Hungaryની રાજનીતિમાં મોટો રાજકીય ફેરફાર,16 વર્ષ બાદ સત્તાથી બહાર
ઈરાન યુદ્ધની અસર
મંચ પર ભાવુક ક્ષણ:સોનુ નિગમે આશા ભોસલેના પગ ધોઈ લીધા આશીર્વાદ,RSS પ્રમુખ મોહન ભાગવત બન્યા હતા સાક્ષી
સુરતીઓ માટે આનંદના સમાચાર
આદર્શ શિક્ષક કે વિદ્યાર્થી?
મકરપુરા GIDC પાસે જીવંત વીજ તારમાં ભયંકર શોર્ટ સર્કિટ, સંજય વાડીમાં અફરાતફરીનો માહોલ
વડોદરામાં ચૂંટણી જંગ જામ્યો: અપક્ષોની ‘એન્ટ્રી’થી મુખ્ય પક્ષોના શ્વાસ અધ્ધર
સ્ત્રી સુરક્ષા માટે પશ્ચિમ રેલવેએ ‘સખી’ WhatsApp ગ્રુપ તૈયાર કર્યું!
જિંદગી બચી ગઈ પણ આસ્થાનું ધામ ક્ષતિગ્રસ્ત’: બસ અકસ્માતમાં મંદિરને ભારે નુકસાન
વળતર
વડોદરા: વોર્ડ-10 માં ભાજપ સામે બગાવતના સૂર, ‘ઉમેદવાર યોગ્ય નથી’ ના પોસ્ટરો લાગ્યા
લગ્નને ટાળતી યુવા પેઢી
વડોદરા: મહીસાગર જીલ્લામાં લુણાવાડા કંકા તળાવથી મલેકપૂર જવાના માર્ગ પર અરીઠા ગામ પાસે ટેમ્પોમાં પાઘડીના પ્રસંગમાં જઈ રહેલા માણસોને સામેથી આવતી કાર સાથે અથડાતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેમાં ૪૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ૫ ઇસમોના ઘટના સ્થળે મોત થયા હતા જયારે એક ઇસમનું ગોધરા સારવાર અર્થે લઈ જતાં મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જયારે વધુ ઈજાઓ પામેલા ૧૯ ઇસમોને બીજી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા.
બનાવની પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢા ગામેથી સાતતલાવ ખાતે પાઘડીના પ્રસંગે ટેમ્પોમાં જઈ રહેલા ઇસમોને સામેથી આવતી કારની ટક્કર વાગતા ટેમ્પો ત્રણથી ચાર પલટી ખાઈ ગયો હતો જેમાં ૪૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે ઈજાગ્રસ્તોને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયારે ઈજાગ્રસ્તોમાંથી ૫ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા કેટલાક દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા તેમજ મોડાસા અને લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ૧૯ જેટલા લોકોને રીફર કરવામાં આવ્યા હતા.
જયારે ૧૪ લોકોને કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પંચમહાલ સાંસદ, લુણાવાડા ધારાસભ્ય,હોમગાર્ડ કમાન્ડર,લુણાવાડા શહેર પ્રમુખ સહિત સામાજીક કાર્યકરો કોટેજ હોસ્પિટલ ખાતે પહોચી જઇને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી લુણાવાડાના ઘારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ધ્વારા મરણ પામેલા અને તમામ ઈજાગ્રસ્તોના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાની માંગ કરી હતી.
અકસ્માત થતાં મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી
લુણાવાડા તરફથી આવતી મારૂતિ અને ટેમ્પો સામ સામે ટકરાતાં જેમાં ટેમ્પો પલ્ટી ખાતાં સ્થળ પર 8 લોકો ના કમકમાટીભર્યા મોતૈ નિપજયા હતા.અને 10 થી 15 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ વિનાયક હોસ્પિટલ સહિતની શહેર ની અલગ અલગ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.ઘટના સ્થળે 5 જેટલી 108 વાન બોલાવાઈ હતી.તેમજ લુણાવાડા પોલીસ,LCB ,SOG સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. LCB અને ACB ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પી એમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા હતાં FSL દ્વારા ઘટનાની ફોરન્સિક દ્વારા તપાસ હાથ ધરાશે ઘટનામાં નાના બાળકો સહિત લોકોને ઈજા પહોંચી છે.જ્યા હોસ્પિટલમાં જ પરિવારો દ્વારા ઘટનાને આક્રંદ કરવામાં આવી રહ્યો હતો હાલ જીલ્લા પોલીસ વડા અને ભાજપના અગ્રણી નેતાઓને અકસ્માતની જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
શિક્ષણમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
મહીસાગર જિલ્લાના લુણાવાડાના અરીઠા ગામ પાસે ગમખવાર માર્ગ અકસ્માતની જાણ થતાં રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી તેમજ સંતરામપુર તાલુકાનાં ધારાસભ્ય ડૉ.પ્રો. કુબેર ડિંડોરે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપી તેમજ જિલ્લાના વહીવટીતંત્રને ઝડપી સંભવિત પૂરતી મદદ કરવા સૂચના આપી હતી.