Columns

કામ કરતા રહો

એક દિવસ ગુરુજીએ આશ્રમમાં વિદ્યા અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જવ તૈયાર શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘હવે તમારા આશ્રમમાં છેલ્લો દિવસો છે અહીં અભ્યાસ પૂરો કરીને તમે જીવનમાં આગળ વધશો અને જીવનમાં આગળ વધવા માટે, આજીવિકા કમાવા માટે તમારે કામ કરવાનું શરુ કરવું પડશે.અને આજે હું તમને તે વિષે એક ખાસ સમજ આપવા માંગું છું.’ આટલું કહીને ગુરુજીએ એક શ્લોક લખ્યો
“આંરભ્યતે નખલુ વિઘ્નભયેન નીચૈ: પ્રારંભ્ય વિઘ્નવિહ્તા વિસ્મરન્તિ મધ્યા :
વિઘ્ને; પુન: પુનરપિ પ્રતિહ્ન્ય્માના : પ્રારંભ્ય ચોત્તમજના ન પરિત્યજ્ન્તી :”
ગુરુજીએ શિષ્યોને શ્લોક વાંચવાનું કહ્યું અને પછી ઉમેર્યું, ‘આ શ્લોક તમે સતત યાદ રાખજો.આ શ્લોક સમજાવે છે કે -જે માણસ આગળ જતા માર્ગમાં એક કે અનેક મુશ્કેલીઓ આવશે અને આ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓના કાલ્પનિક ડરથી તે કામ શરુ જ નથી કરતો.અને કામ શરુ કર્યા વિના જ બેસી રહે છે અને જીવનમાં આગળ વધી શકતો નથી.તે માણસ નીચ કક્ષાનો ગણાય છે.

જે માણસ કોઈ કામ શરુ તો કરી દે છે પણ જેવી કોઈ તકલીફ કે મુશ્કેલી આવે તો ડરીને મેદાન છોડીને ભાગી જાય છે એટલે કે કામ વચ્ચે જ છોડી દે છે અને અધૂરા કામનો કોઈ અર્થ નથી.કામ કરવાના માર્ગમાં આવતી મુશ્કેલીઓથી જે કામને અધૂરું છોડે છે તે હંમેશા અધવચ્ચે અટકી જાય છે અને સફળતાની મંઝીલ મેળવી શકતો નથી.તે માણસ મધ્યમ કક્ષાનો ગણાય છે. અને જે માણસ કોઈપણ કામ શરુ કરે પછી કામ કરવાના માર્ગ પર જેટલી પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો કરે છે અને એક પછી એક બાધાઓને દુર કરીને આગળ વધે છે.મુશ્કેલીઓથી ડરીને અટકતો નથી, જય સુધી બધી મુશ્કેલીઓ દુર ન કરી દે ત્યાં સુધી પગ વાળીને બેસતો નથી.અને જયાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કામ કરવાનું જરી રાખે છે.તે માણસ ઉત્તમ અને અસાધારણ ગણાય છે.’ શ્લોકનો અર્થ સમજાવ્યા બાદ ગુરુજી બોલ્યા, ‘શિષ્યો તમે બધા જ સમજી ગયા હશો કે મેં આ શ્લોક તમને એટલા માટે સમજાવ્યો છે કે તમે બધા જીવનમાં નીચ કે મધ્યમ ક્ક્ષામાં ન રહેતા…

ઉત્તમ અને અસાધારણ કક્ષા મેળવો.પણ યાદ રાખજો ઉત્તમ અને અસાધરણ બનવા માટે સતત અવિરત મહેનત કરવી પડે છે.જે માર્ગ પર આગળ વધવાનું વિચારો કે જે કામ કરવાનું નક્કી કરો તે માર્ગ પર આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરી ,લડીને તેમાંથી માર્ગ કાઢીને આગળ વધતા રહેવું પડે છે અને આ સતત અવિરત કરતા જ રહેવું પડે છે.એ જ જીવનમાં સફળતા મેળવવાનો એકમાત્ર રસ્તો છે.’ગુરુજીએ શિષ્યોને જીવનમાં આગળ વધવાનો માર્ગ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top