SURAT

દિલ્હી-સહારનપુર વચ્ચે નોન ઇન્ટરલોકિંગના કારણે બાંદ્રા-હરીદ્વાર સહિતની આ 8 ટ્રેનો ડાઇવર્ટ રૂટથી ચાલશે

સુરત: (Surat) દિલ્હી-સહારનપુર વચ્ચે નોન ઇન્ટરલોકિંગના (Interlocking) કારણે બાંદ્રા-હરીદ્વાર સહિતની 8 ટ્રેનો ડાઇવર્ટ રૂટથી ચાલશે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 1 માર્ચના રોજ ટ્રેન નંબર 22917 બાંદ્રા-હરીદ્વાર એક્સપ્રેસ વાયા હઝરત નિઝામુદ્દીન-તિલક બ્રિજ, દિલ્હી શાહદરા, નોલી શામલી, ટપરી રસ્તાથી જશે.

24 ફેબ્રુવારીના રોજ ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ નવી દિલ્હી,તિલક બ્રિજ,દિલ્હી શાહદરા,નોલી શામલી,ટપરી રસ્તાથી જશે.26 ફેબ્રૂઆરીના રોજ ટ્રેન નંબર 14317 ઇંદોર-દેહરાદુન એક્સપ્રેસ વાયા હઝરત નિઝામુદ્દીન-તિલક બ્રિજ,દિલ્હી શાહદરા,નોલી શામલી,ટપરી રસ્તાથી જશે.26 ફેબ્રૂઆરીના રોજ ટ્રેન નંબર 12903 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ હજરત નિઝામુદ્દીન, નવી દિલ્હી, પાનીપત, અંબાલા કેન્ટ થઈને જશે.

27 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 22660 ઋષિકેશ-કોચુવેલી એક્સપ્રેસ અંબાલા કેન્ટ,પાનીપત, નવી દિલ્હી,હઝરત નિઝામુદ્દીન રસ્તાથી જશે. 28 મી ફેબ્રૂઆરીના રોજ ટ્રેન નંબર 13410 દેહરાદુન- ઉજ્જૈન ઉજ્જૈની એક્સપ્રેસ ટાપરી જંક્શન, શામલી, તિલક બ્રિજ,હઝરત નિઝામુ્દદીન રસ્તાથી જશે. 28 મી ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 12911 વલસાડ-હરીદ્વાર એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીન-તિલક બ્રિજ,દિલ્હી શાહદરા,નોલી શામલી,ટપરી રસ્તાથી જશે અને 28 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નંબર 19325 ઇંદોર- અમૃતસર એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીન,નવી દિલ્હી,પાનીપત,અંબાલા કેન્ટ રસ્તાથી જશે.

પશ્ચિમ રેલવે બાંદ્રા-ભાવનગર વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
સુરત: પશ્ચિમ રેલવેએ ભાવનગર- બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 90201 બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 6 માર્ચના રોજ બપોરે 14.50 વાગે બાંદ્રાથી રવાના થઈને બીજા દિવસે સવારે 6.15 વાગે ભાવનગર પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09202 ભાવનગરથી 5 મી માર્ચના રોજ રાત્રે 21 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 11.10 વાગે બાંદ્રા પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન બોરીવલી,વાપી,સુરત, અમદાવાદ, બોટાદ, સોનગઢ અને સિહોર સ્ટેશન પર થોભશે.

Most Popular

To Top