Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) મહારાષ્ટ્ર (Maharashtra) આવી પહોંચી છે. ત્યારે આજે ગુરુ નાનક જયંતિ (Guru Nanak Jayanthi) પર રાહુલ ગાંધી (Rahul Gandhi) નાંદેડના દેગલુરમાં સ્થિત યાદગાર બાબા જોરાવર, સિંહ બાબા ફતેહ સિંહના ગુરુદ્વારા (Gurudwara) પહોંચ્યા અને પ્રાર્થના કરી હતી. રાહુલ ગાંધીએ કેસરી પાઘડી પહેરી ગુરુદ્વારા દર્શન માટે પહોંચ્યા હતા. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ ગુરુદ્વારામાં સૌહાર્દ અને સમાનતા માટે પ્રાર્થના કરી. ભારત જોડો યાત્રા 14 દિવસ સુધી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે.

ભારત જોડો યાત્રા તેલંગાણાથી મહારાષ્ટ્ર આવી પહોંચી હતી. ત્યાર બાદ તેઓ મંગળવારે સીધા ગુરુદ્વારા પહોંચ્યા. પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે ગુરુદ્વારાથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. આ પછી યાત્રા બિલોલી જિલ્લાના અટકલી ખાતે રોકાશે. યાત્રા સાંજે 4 વાગ્યે ફરી શરૂ થશે, સાંજે 7 વાગ્યે ભોપાલા ખાતે રોકાશે. સાથે જ યાત્રાનું રાત્રિ રોકાણ બિલોલીના ગોદાવરી મણાર સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે રહેશે. એક દિવસ પૂર્વે સોમવારે રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા બસવેશ્વર, મહાત્મા જ્યોતિબા ફૂલે, મહાપુરુષો ડૉ. બાબાસાહેબ આંબેડકર, પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર, અન્નાભાઈ સાઠેની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા સોમવારે રાહુલ ગાંધી કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસના રોકાણ દરમિયાન તેઓ રાજ્યના લોકોને મળશે અને તેમની પીડા સાંભળશે. વધુમાં તેમણે કહ્યું કે “કોઈપણ શક્તિ તેમની 61 દિવસ જૂની યાત્રાને રોકી શકશે નહીં.”

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત
તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચતા જ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ નાના પટોલેને ત્રિરંગો ધ્વજ સોંપ્યો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધીનું મરાઠા શૈલીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા બે મહિના પહેલા કન્યાકુમારીથી શરૂ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની સ્થાપના પછીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ તટસ્થ થવા માટે પદયાત્રા કરી રહી છે. પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીને પુનર્જીવિત કરવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 170 દિવસની પદયાત્રા પર યોજી છે. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાને લઈને કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન અલગ-અલગ રંગો પણ જોવા મળી રહ્યા છે.

To Top