સુરત: ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ એક વખત ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટના (Impact) કાયદાને...
સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) જાહેર થાય એના ત્રણ દિવસ અગાઉ જીઆઇડીસીએ (GIDC)ઔદ્યોગિક વિસ્તરણ ઝડપી બને એવું કારણ ધરી 3000 ચો.મી.ના...
નવી દિલ્હી: પાકિસ્તાનની (Pakistan) રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. હાલમાં જ ઈમરાન ખાનના મોઢેથી આઈએસઆઈના (ISI) મેજર જનરલ ફૈઝલ નસીરનું નામ સામે...
સુરત : શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આશારામ આશ્રમ પાસે આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં (Building) બપોરના સમયે લિફ્ટમાં (Lift) એક સાથે સાત લોકો જઈ રહ્યા...
સુરત: દિયા ડેવલપર્સ (Dia Developers) ડુંભાલ (Dumbhal) ખાતે આવેસી સાઇટમાં નિર્દોષ યુવાનને ચોર સમજીને સ્થાનિક સિક્યુરિટી સ્ટાફ દ્વારા જીવતો સળગાવી (Burned Alive)...
સુરત : નાના વરાછા વિસ્તારમાં રત્નકલાકારની બે પુત્રીઓ વચ્ચે ઘરકામ કરવા બાબતે ઝઘડો થયો હતો. માતાએ (Mother) કામને લઇ બે પૈકી એક...
અમદાવાદ: 21મી સદીના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ‘R20 રિલીજિયસ ફોરમ’ (R20 Religious Forum) નવી વૈશ્વિક પહેલ (Global Initiative) છે, જે G20...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠક માટે ભાજપે (BJP) ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ આજે કોંગ્રેસે (Congress) ગણદેવી બેઠક પરથી ઉમેદવારને...
નવી દિલ્હી: જેનું નામ પનામા (Panama) પેપર લીકમાં (Paper leak) બહાર આવ્યું છે તેવા એક શખ્સની માલિકીની એક ચીની કંપની (Chinese company)...
ગાંધીનગર: આપના (AAP) સીએમ (CM) પદના દાવેદાર એવા ઈશુદાન ગઢવી સૌરાષ્ટ્રમાં દ્વારકા બેઠક પરથી ચૂંટણી (Election) લડે તેવા ચક્રો ગતિમાન થયા છે....
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે ત્રણ બેઠકો ઉપર...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને (Minor) એક યુવક લગ્નની લાલચ આપીને ભગાડી જતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝઘડિયા (Zagadiya) તાલુકામાં એક...
ગાંધીનગર: ભાજપે (BJP) પોતાની પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ મૂકવા કરતાં હવે 19 પક્ષ પલ્ટુઓને ટિકીટ (Ticket) આપી દીધી છે. જેનાપગલે ‘ઘરનાને ખોળ’જેવો...
નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં જેલમાંથી (Jail) બહાર આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતે ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મળતી...
સુરત : સંઘ પ્રદેશ સેલવાસમાં (Selvas) માર્બલના વેપારીઓને માર્બલની સ્લરી કૃષિ ક્ષેત્રમાં ડમ્પ કરતા હોવાનું જણાવી તેઓને નોટિસ મોકલી કાયદાની ગૂંચમાંથી બચવા...
નવી દિલ્હી: ઈરાને (Iran) તેના પ્રાદેશિક હરીફ સાઉદી અરેબિયાને (Saudi Arabia) કડક સૂરમાં ચેતવણી આપી છે. ઈરાનના મંત્રી ઈસ્માઈલ ખાતિબે ચેતવણી આપી...
ભરૂચ: ભરૂચના ચાવજ ગામ પાસે આવેલા રચના બંગ્લોઝમાં તસ્કરોએ રેલવે (Realway) સિનિયર સેક્શન એન્જિનિયરના (Engineer) મકાનને નિશાન બનાવી સોનાનાં ઘરેણાં મળી કુલ...
વ્યારા: વ્યારા-સુરત જતાં બાયપાસ રોડ પર કાટગઢ ગામ પાસે 9 તારીખના રોજ એલ.સી.બી.એ (LCB) પેટ્રોલિંગ (Petroling) દરમિયાન ને.હા.નં.53, પી.પી.સવાણી સ્કૂલ સામેથી છોટા...
સુરત: (Surat) 108 એમ્બ્યુલન્સનો લોકો કેટલીક વખત દૂરઉપયોગ કરી 108 ઇમરજન્સી સેવાને (Emergency Service) ફેક કોલ આપી પજવણી પણ કરતા હોવાના કિસ્સા...
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં 11 નવેમ્બર 2022 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે એક ભયંકર...
પલસાણા: (Palsana) કારેલી ગામે (Karoli Village) એક મહિલા તેના બે છોકરાઓ તેમની વહુઓ તેમજ પતિ સાથે રહેતી મહિલાના ઘરે બે ઇસમોએ આવી...
નવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં (Gujarat) બે ચરણમાં ચૂંટણી (Election) થવા જઈ રહી છે. જેના માટે તાડામાડ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે...
બારડોલી: બારડોલીમાં ટ્યુશન (Tuition) આવેલી 16 વર્ષીય તરુણી ઘરે નહીં પહોંચતાં માતાએ બારડોલી (Bardoli) ટાઉન પોલીસને (Police) જાણ કરતાં પોલીસે અપહરણની (kidnapping)...
મુંબઈ: બોલિવુડની (Bollywood) અભિનેત્રી તેમજ પોતાની અદમ્ય શૈલી માટે જાણીતી કંગના રનૌત સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) માટે કહેલી આ...
પલસાણા: (Palsana) કડોદરા પોલીસ મથક (Police Station) સહિત જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોમાં મળી કુલ ૧૦ જેટલા ગુનાનો માથાભારે લિસ્ટેડ બુટલેગર (Listed Bootlegger)...
કામરેજ: ચા (Tea) નહિ બનવી આપતા પતિએ (Husband) ઉશ્કેરાઈને તેની પત્ની (Wife) ઉપર હુમલો (Attak) કર્યાનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી...
મુંબઈ: (Mumbai) ‘સુફિયાના ઇશ્ક મેરા’માં અભિનય કરનાર પીઢ અભિનેતા (Actor) સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhhant Suryavanshi) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિમમાં...
વડોદરા : એક બાજુ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે બીજી બાજુ તુલસી વિવાહ બાદ એક પછી એક લગ્નનની (Marriage) લગ્નસરા...
અમદાવાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections Gujarat) તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરવાના...
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન England and Pakistan) વચ્ચે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલ (T20 World Cup final)...
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
સુરત: ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ એક વખત ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા લાગુ કરવામાં આવેલા ઈમ્પેક્ટના (Impact) કાયદાને પગલે લાખો મિલકતદારોને સીધો લાભ થશે. અલબત્ત, ૨૦૧૧ની તુલનામાં મિલકતદારોએ ઈમ્પેક્ટ ફી માટે વધારે રકમ ચૂકવવાનો વારો આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ઈમ્પેક્ટના વટહુકમમાં ૨૦૧૧ની તુલનામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય રેસિડેન્સમાં પાર્કિંગની જગ્યા માટે જંત્રીના ૧૫ ટકા અને નોન-રેસિડેન્સમાં પાકિંગની જગ્યા વાપરવા બદલ ૩૦ ટકા જંત્રીની રકમ નક્કી કરવામાં આવી છે. આ સિવાય પહેલી વખત રાજ્ય સરકાર દ્વારા રેરા હેઠળ જે પ્રોજેક્ટ્સને નોટિસ પાઠવવામાં આવી છે તેવાં બાંધકામોને ઈમ્પેક્ટના કાયદા હેઠળ આવરી લેવામાં આવશે નહીં.
સને-૨૦૦૧ અને ૨૦૧૧ બાદ વધુ એક વખત આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગત ૧૭ ઓક્ટોબરના રોજ ઈમ્પેક્ટનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સુરત સહિત રાજ્યભરમાં લાખો ગેરકાયદે મિલકતદારો ઈમ્પેક્ટના કાયદાને પગલે પોતાની મિલકતો કાયદેસર કરાવવા માટે દોડધામ કરી રહેલા નજરે પડી રહ્યા છે. ત્યારે હવે આ અંગેની નીતિ-નિયમો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ઈમ્પેક્ટના વટહુકમમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૧ ઓક્ટોબર-૨૦૨૨ પહેલાનાં બાંધકામોને ઈમ્પેક્ટનો લાભ મળશે અને આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અલબત્ત, આ વખતે ઈમ્પેક્ટની ફીમાં સરકાર દ્વારા ચોક્કસપણે વધારો કરવામાં આવ્યો છે. પાર્કિંગ સિવાયનાં ગેરકાયદે બાંધકામો માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફીમાં ગત વર્ષની તુલનામાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ ૫૦ સ્ક્વેર મીટર સુધીનાં બાંધકામો માટે ૩ હજાર રૂપિયા, ૫૦થી ૧૦૦ સ્ક્વેર મીટર માટે ૩ હજાર વત્તા ૩ હજાર રૂપિયા, ૧૦૦ સ્ક્વેર મીટરથી ૨૦૦ સ્ક્વેર મીટર સુધી માટે ૬ હજાર વત્તા છ હજાર હજાર રૂપિયા અને આ રીતે જ ૨૦૦ સ્ક્વેર મીટરથી ૩૦૦ સ્ક્વેર મીટરનાં બાંધકામો માટે ૧૨ હજાર રૂપિયા સહિત છ હજાર રૂપિયા વધારાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
આ સિવાય ૩૦૦ સ્ક્વેર મીટરથી વધુનાં ગેરકાયદે બાંધકામો માટે ૧૮ હજાર રૂપિયાની ફી સાથે પ્રત્યેક સ્ક્વેર મીટર દીઠ ૧૫૦ રૂપિયા વધારાના ચૂકવવાના રહેશે. આ રીતે જ પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરનારાઓએ પણ ૨૦૧૧ની તુલનામાં ૫ ટકા વધારે રકમ ચૂકવવાની રહેશે. ૨૦૨૨ના ઈમ્પેક્ટના કાયદા હેઠળ રેસિડેન્સમાં પાર્કિંગનો વપરાશ કરનારા મિલકતદારોએ જંત્રીના ૧૫ ટકા, જ્યારે નોન-રેસિડેન્સ મિલકતદારોએ જંત્રીના ૩૦ ટકા ફી ભરવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈમ્પેક્ટના કાયદાના અમલ માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને પગલે ઈમ્પેક્ટનો લાભ લેનારા મિલકતદારોએ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ અંગે વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર ઈમ્પેક્ટનો લાભ લેવા ઈચ્છુક અરજદારોએ ઈ-નગર પોર્ટલ પર લોગ ઈન કર્યા બાદ અરજીપત્રક અને તેને આનુસાંગિક દસ્તાવેજો-પુરાવાઓ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે અને આ માટેની નિર્ધારિત ફીની ચૂકવણી પણ પોર્ટલ મારફતે જ કરવાની રહેશે. ઈમ્પેક્ટના કાયદાનો ઓનલાઈન અમલ કરવાને કારણે અરજદારોને પહેલી વખત સરકારી કચેરીઓમાં ધક્કા ખાવામાં નિશ્ચિતપણે મુક્તિ મળશે.