Gujarat

ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠક માટે ભાજપે (BJP) ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ આજે કોંગ્રેસે (Congress) ગણદેવી બેઠક પરથી ઉમેદવારને બદલ્યા હતા.

‘ગુજરાતમિત્ર’એ ગણદેવી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર બદલશે એવા સમાચાર પ્રકાશિત કર્યા હતા. આજે એ સમાચાર સચોટ પુરવાર થયા હતા. ગુરૂવારે ‘ગુજરાતમિત્ર’ના સૂત્રોને ગણદેવી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર બદલી રહી હોવાના સમાચાર મળ્યા હતા. યાદ રહે કે કોંગ્રેસે પહેલી યાદીમાં જ ગણદેવી બેઠક માટે શંકરભાઇ પટેલના નામની જાહેરાત કરી હતી. પરંતુ ભાજપના પટેલ સરકારના મંત્રી નરેશ પટેલ સામે શક્તિશાળી ઉમેદવાર જરૂરી હોવાની રજુઆતને પગલે આજે મોવડી મંડળે જાહેર કરેલી યાદીમાં ગણદેવી બેઠક પરથી બીલીમોરા પાલિકાના પૂર્વ પ્રમુખ અશોક પટેલ (કરાટે)ના નામની જાહેરાત કરી હતી.

એ રીતે ‘ગુજરાતમિત્ર’ના હેવાલ સચોટ સાબિત થયા હતા. નવસારી જિલ્લાની ચારે બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ લડાશે. આજે કોંગ્રેસે તેના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, તો એક બેઠક પરથી ઉમેદવારને બદલ્યા હતા. નવસારી બેઠક પરથી કોંગ્રેસે દીપક બારોટના નામની જાહેરાત કરી હતી, જ્યારે ગણદેવી બેઠક પરથી પહેલાં શંકરભાઇ પટેલના નામની જાહેરાત કર્યા બાદ આજે તેમના સ્થાને બીલીમોરા પાલિકાના પૂર્વ પ્રમુખ અશોક કરાટેના નામની જાહેરાત કરી હતી. એ સાથે જ હવે નવસારી જિલ્લાની ચારે બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. આજે જિલ્લામાં 6 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

Most Popular

To Top