World

ન્યુઝીલેન્ડ નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરના ટોંગામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (New Zealand) નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટોંગામાં 11 નવેમ્બર 2022 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે એક ભયંકર ભૂકંપનો (Earthquake) અનુભવ થયો હતો. ભૂકંપની તીવ્રતાનો અંદાજ 7.3 લગાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ટોંગાના નિયાફુથી 211 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ 25 કિમી હતી. ભૂકંપના આંચકા બાદ તરત જ આ દરિયાઈ વિસ્તારમાં સુનામીની (Tsunami) ચેતવણી જારી કરવામાં આવી હતી.

  • ભૂકંપના આંચકા બાદ તરત જ આ દરિયાઈ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી
  • આ વર્ષે જાન્યુઆરીમાં અહીં સમુદ્રની અંદર એક જ્વાળામુખી ફાટ્યો હતો
  • પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ વિસ્તારોમાં વઘુ ધરતીકંપના આંચકાઓનો અનુભવ થાય છે : સૂત્રો

ટોંગા અને નજીકના કેટલાક ટાપુઓમાં ભૂકંપનો સાયરન સંભળાયો હતો. લોકો ગભરાઈ ગયા હતા અને ઉચ્ચ સ્થાનો તરફ જવા લાગ્યા હતા. લોકોને દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં અહીં સમુદ્રની અંદર એક જ્વાળામુખી ફાટ્યો હતો, જેને 100 વર્ષનો સૌથી શક્તિશાળી જ્વાળામુખી વિસ્ફોટ માનવામાં આવે છે. આ જ્વાળામુખી સમયે આખો ટાપુ ભયંકર રાખની ચાદરમાં ઘેરાયેલો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટમાં મોટા પ્રમાણમાં રાખ અને પથ્થર બહાર આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટોંગા જ્વાળામુખીના વિસ્ફોટે સમગ્ર પૃથ્વીને બે વાર હચમચાવી નાંખી હતી. કારણ કે તેમાંથી નીકળતા આંચકાએ આખી પૃથ્વીના બે ચક્કર લગાવ્યા હતા.

જણાવી દઈએ કે ધરતીકંપ વિશ્વના ઘણા ભાગોમાં થાય છે.પરંતુ પેસિફિક મહાસાગરના ઘણા ટાપુ વિસ્તારોમાં વઘુ ધરતીકંપના આંચકાઓનો અનુભવ થાય છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જાપાનમાં સૌથી વધુ ભૂકંપ આવે છે. ભૂકંપની વાત કરીએ તો તાજેતરમાં નેપાળમાં અને આપણા દેશના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર જેવા રાજ્યોમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આ ભૂકંપ 6.6ની તીવ્રતાનો હતો. આ ઉપરાંત દિલ્હી-NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Most Popular

To Top