SURAT

સુરતમાં સળંગ ત્રણ દિવસ યુવાને 108ને કોલ કર્યો, 108નો સ્ટાફ તુરંત સ્પોટ ઉપર પહોંચ્યો ત્યારે..

સુરત: (Surat) 108 એમ્બ્યુલન્સનો લોકો કેટલીક વખત દૂરઉપયોગ કરી 108 ઇમરજન્સી સેવાને (Emergency Service) ફેક કોલ આપી પજવણી પણ કરતા હોવાના કિસ્સા ભુતકાળમાં બની ચુક્યા છે. ત્યારે સુરત શહેરનાં (Surat City) પાંડેસરા વિસ્તારમાં ફુટપાથ ઉપર રહેતા એક યુવાન દ્વારા સતત ત્રણ દિવસથી 108ને કોલ (Call) કરીને પોતાને છા:તીમાં દુખાવો થતો હોવાની જાણ કરવામાં આવી હતી. 108નો સ્ટાફ (Staff) સ્થળ ઉપર પહોંચી આ યુવકને નવી સિવિલ હોસ્પિટલ લઇ આવતો હતો. જ્યાં તેણે દારૂ પીધેલો હોવાનું ત્રણેય વખત સામે આવ્યું હતું.

  • દારૂના નશાની હાલતમાં સળંગ ત્રણ દિવસ યુવાને 108ને કોલ કર્યો : 108નો સ્ટાફ ઇમરજન્સીમાં સ્પોટ ઉપર પહોંચ્યો અને મુંઝવણમાં મુકાયો
  • યુવાન 108ને કોલ કરી છાતીમાં દુ:ખાવા થતો હોવાની જાણ કરતો હતો, નવી સિવિલ લઇ જવાતા તેણે નશો કર્યો હોય પ્રાથમિક સારવાર આપવામાં આવતી હતી

દારૂના નશામાં 108ને ફોન કરીને યુવાન ત્રણ વખત નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવી ચુક્યો છે. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને મોકલી દેવામાં આવે છે. શુક્રવારે પણ સાંજના સમયે કિશોર ભગવાન કાવડે નામનો યુવાનને 108 મારફતે નવી સિવિલ લવાયો હતો. જ્યાં તે દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. 108ના સ્ટાફે જણાવ્યું હતું કે સતત ત્રણ દિવસથી પાંડેસરા પીયુષ પોઇન્ટ ઉપરથી આ યુવક 108ને કોલ કરી રહ્યો છે. ત્રણેય વખત તે દારૂના નશામાં જ હતો. જોકે આમ છતાં 108ના સ્ટાફે પોતાની ફરજ બજાવી હતી અને યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

બિનજરૂરી અને વારંવાર એક જ નંબરથી 108ને કોલ કરનાર સામે કાર્યવાહી પણ થાય છે :108 પ્રોગ્રામ મેનેજર
108 એમ્બ્યુલન્સ સુરત ઝોનના પ્રોગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહીએ જણાવ્યું હતું કે, ઘણી વખત 108નો દુરૂપયોગ લોકો કરતા હોય છે. ખરેખર 108 ઇમરજન્સી સેવાનો લોકો સદ્ઉપયોગ કરે તે જરૂરી છે. ઘણી વખત ટિખળખોરો દ્વારા પણ 108ને કોલ કરીને ફેક માહિતી આપવામાં આવે છે. જરૂરી ન હોય તો પણ 108ને કોલ કરી દેવાતા હોય આવા કોલ કરનારાઓ સામે 108 ઇમરજન્સી સેવા દ્વારા જરૂર જણાય તો કાર્યવાહી પણ કરવામાં આવે છે. લોકોને અપીલ છે કે, ઇમરજન્સી સેવા લોકોના જીવ બચાવી શકે તે માટે છે. જેથી લોકો આ સેવાનો સદઉપયોગ કરે.

Most Popular

To Top