Dakshin Gujarat

વ્યારાના કાટગઢ ગામે ધોરી માર્ગ પરથી ટેમ્પોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો

વ્યારા: વ્યારા-સુરત જતાં બાયપાસ રોડ પર કાટગઢ ગામ પાસે 9 તારીખના રોજ એલ.સી.બી.એ (LCB) પેટ્રોલિંગ (Petroling) દરમિયાન ને.હા.નં.53, પી.પી.સવાણી સ્કૂલ સામેથી છોટા હાથી ટેમ્પોમાંથી (Tempo) આશરે ત્રણ લાખના વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે બેની અટક કરી હતી. વ્યારા કાટગઢ ગામે ધોરીમાર્ગ પરથી દારૂની હેરીફેરી અંગેની બાતમીનાં આધારે વોચ ગોઠવી એલસીબીએ જીતેન્દ્ર રવિન્દ્ર પવાર સેલવાસ તેમજ ચંદ્રકાત હિંમત પાટીલની છોટા હાથી ટેમ્પો આશરેમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ ૧૧૨૮ કુલ કિંમત રૂ.૨,૯૫,૨૦૦નો પ્રોહિ. મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા.

આ મામલે વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસના હવાલે કર્યા
પોલીસે મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૮,૦૦૦, લોખંડના બે મોટા કબાટો, લોખંડ પાઇપોનો દોરીવાળો એક પતંગ, પતરાના નાના ચોરસ પીપ નંગ-૩, તેમજ પ્લાસ્ટિક કોથળાના તાડપત્રી નંગ-૨ મળી કુલ કિં.રૂ.૨,૩૦૦ની મત્તાનો ઘરવખરીનો સરસામાન સાથે મળી કુલ રૂ.૬,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ દારૂની હેરીફેરી પ્રકરણમાં અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસના હવાલે કર્યા છે.

સેલવાસથી ટ્રકમાં ભરીને રાજકોટ લઇ જવાતો દારૂનો જથ્થો ભીલાડથી પાસેથી પકડાયો
ઉમરગામ : સેલવાસથી રાજકોટ દારૂનો જથ્થો ભરીને જતી ટ્રક વલસાડ એલસીબી પોલીસે ભીલાડથી પકડી પાડી હતી અને રૂપિયા 4.66 લાખનો દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 9.72 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની અટક કરી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વલસાડ એલસીબી પોલીસને વાતમી મળી હતી કે બુધવારે સેલવાસથી દારૂ ભરીને એક ટ્રક પસાર થવાની છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી ભિલાડ નરોલી ઓવરબ્રિજ નીચે પોલીસના માણસો રાહ જોઈને બેઠા હતા.

ડ્રાઇવરની અટકાયત બે આરોપીઓ વોન્ટેડ જાહેર
તે દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂની વ્હીસ્કી બિયરના બોક્સ 82 બાટલી નંગ 1068 કુલ કિંમત રૂપિયા 4,66,800 નો મુદ્દામાલ મળી આવતા ટ્રક ડ્રાઈવર ફારુક ઈકબાલ પરમારની અટક કરી હતી. જ્યારે જથ્થો મંગાવનાર હનીફ પરમાર તથા માલ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અ.હેડ.કો મહેન્દ્રભાઈ ગામીત એલસીબી પોલીસ વલસાડે આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top