Gujarat

ચૂંટણી ટાણે જ ગુજરાતના મોટા શહેરોમાં અધધ લગ્નનને લઇ નેતાઓ ટેન્શનમાં

વડોદરા : એક બાજુ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે બીજી બાજુ તુલસી વિવાહ બાદ એક પછી એક લગ્નનની (Marriage) લગ્નસરા સીઝન જોર પકડી રહી છે. વડોદરા (Vadodara) જેવા મેગા શહેરમાં (Mega City) આગામી બે મહિનામાં 4000 જેટલા લગ્નના પ્રસંગો હોવાને કારણે હવે રાજકારણીઓ (Politician) પણ ભારે ટેનશનમાં આવી ગયા છે. હાલ દરેક પક્ષોના ઉમેદવારોની જાહેરાત બાદ વડોદરામાં જામી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે નેતાઓ અને રાજકીય પક્ષોને ચૂંટણી (Election) ટાણે જ લગ્નસરાની સિઝનનું પણ ટેન્શન છે. કારણકે આ વખતે વડોદરામાં આટલી મોટી સંખ્યામાં લગ્ન લેવાશે તેવો અંદાજ છે.

આગામી 12 નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરુ થઇ રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર 12 નવેમ્બરથી લગ્નસરાની સિઝન શરુ થઇ રહી છે.કેટરિંગ, ફરાસખાના અને પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા પ્રમાણે બે વર્ષ બાદ કોઈ પણ જાતના કોરોનાના નિયંત્રણ વગર લગ્નો યોજાવાના હોવાથી આ વખતે લગ્નોનુ આયોજન પણ વધારે છે. વડોદરા અને તેની આસપાસ 1000 જેટલા પાર્ટી પ્લોટ છે અને આ તમામ પાર્ટી પ્લોટ 25 નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધીના મોટાભાગના દિવસોમાં બૂક થઈ ચુકયા છે. આ સિવાય હોટલોમાં અને અતિથિ ગૃહોમાં થયેલા બૂકિંગ તો અલગ થઇ ચુક્યા છે.

વડોદરા શહેર ઉપરાંત જિલ્લાઓની બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન થવાનુ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ઉપરાંત આજુબાજુની જિલ્લાઓની બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન થવાનુ છે અને તેની પહેલા જ્યારે પ્રચાર પૂરજોશમાં ચાલતો હશે ત્યારે લગ્નસરાની સિઝન પણ પૂરબહારમાં ખીલી હશે. આ સમયગાળામાં 4000 જેટલા લગ્નોના આયોજનનો અંદાજ છે.આમ હજારો આમંત્રિતો લગ્નમાં મહાલતા હશે ત્યારે રાજકીય પાર્ટીઓને લગ્નસરાની સીઝનના કારણે મતદાન ઓછુ થવાનો ડર લાગી રહ્યો છે.વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો પૈકી સુરત અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં પણ મોટા પ્રમાણમાં લગ્ન હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

ગુજરાતના અન્ય શહેરોમાં પણ લગ્નની સીઝન પૂર જોશમાં
વડોદરા ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો પૈકી સુરત અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં પણ લગ્નન પાર્ટી પ્લોટોના બુકીંગ ને લઇને આજ સ્થિતિ જોવા મળી રહી છે. આ શહેરોમાં પણ લગ્નના પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ અને વેડિગના અનેક ડેસ્ટિનેશનો ઉપર લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ શહેરોમાં પણ લગ્નની તૈયારીઓ જોર શોરમાં શરુ થઇ ગઈ છે.

લગ્નમાં વ્યસ્ત રહેનારા લોકોની સંખ્યા વધારે હશે તેની અસર મતદાન પર
વેપારીઓના કહેવા અનુસાર આ વખતે યોજાયેલા લગ્નો પૈકી 80 ટકા લગ્નો એવા છે જેમાં આમંત્રિતોની સંખ્યા 500 થી 800ની વચ્ચે છે. જ્યારે 10 ટકા લગ્નોમાં 1000 થી 1500 જેટલા આમંત્રિતો હશે.સાથે સાથે લગ્નના આયોજન સાથે સંકળાયેલા લોકો માટે પણ મતદાન કરવુ મુશ્કેલ બનશે.કારણકે એક લગ્ન પાછળ સરેરાશ 60 થી 100 લોકોનો સ્ટાફ કામ કરતો હોય છે.જો આમંત્રિતોની સંખ્યા વધારે હોય તો આ સંખ્યા 150 સુધી પણ પહોેચી શકે છે.આમ લગ્નમાં વ્યસ્ત રહેનારા લોકોની સંખ્યા વધારે હશે તેની અસર મતદાન પર ચોક્કસ પડશે.

Most Popular

To Top