Entertainment

બોલિવુડની અભિનેત્રી કંગના રનૌતે ‘ઇન્સ્ટાગ્રામ’ માટે કહ્યું કંઈક એવું જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીઘા

મુંબઈ: બોલિવુડની (Bollywood) અભિનેત્રી તેમજ પોતાની અદમ્ય શૈલી માટે જાણીતી કંગના રનૌત સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) માટે કહેલી આ વાતના કારણે છેલ્લા ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. મળતી માહિતી મુજબ જ્યારથી ટેસ્લાના ચીફ એલોન મસ્ક દ્વારા ટ્વિટરનો કબજો લેવામાં આવ્યો છે, ત્યારથી કંગના સતત તેની પ્રશંસા કરી રહી છે. ઇલોન મસ્કના આગમન સાથે, કંગના ટ્વિટર પર પરત ફરે તેવી અપેક્ષા છે, જેના કારણે તેના ચાહકો ખૂબ જ ખુશ છે. આવી સ્થિતિમાં, જ્યારે કંગના રનૌત અને તેના ચાહકો ટ્વિટરના વખાણ કરી રહ્યા છે તે દરમિયાન હવે અભિનેત્રીએ ‘ઇન્સ્ટાગ્રામ’ માટે કંઈક એવું કહ્યું છે જે આશ્ચર્યજનક છે.

વાસ્તવમાં કંગના રનૌતે ‘ઇન્સ્ટાગ્રામ’ને ‘ડમ્બ’ કહ્યું છે. કંગના રનૌતે થોડા દિવસો પહેલા ટ્વિટરને ‘બેસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ’ ગણાવ્યું હતું. આ પછી હવે કંગનાને લાગે છે કે ઇન્સ્ટાગ્રામ ડમ્બ છે. કંગના રનૌતે શુક્રવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ‘ડમ્બ’ ગણાવ્યો હતો. અભિનેત્રીએ લખ્યું, ‘ડમ્બ ઇન્સ્ટાગ્રામ માત્ર ફોટા માટે છે.

કંગના રનૌત માત્ર આટલું કહેવાથી જ શાંત નથી થઈ, તેણે આગળ લખ્યું, ‘પરંતુ આપણામાંના કેટલાક એવા છે જેઓ બધું જ સમજી લે છે. અમે અમારા જેવા લોકો માટે અમારા વિચારોનું રક્ષણ કરવા માંગીએ છીએ. આ એક મીની બ્લોગ છે, જે હંમેશા વાંચવા માટે ખુલ્લો હોવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે, એલોન મસ્કએ ટ્વિટર સંભાળ્યા પછી કંગનાએ ટ્વિટરની વઘુ પ્રશંસા કરી અને એમ પણ કહ્યું કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ “સાહજિક, વૈચારિક અને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ” છે. ટ્વિટરને ઇન્ટરેક્ટિવ અને વૈચારિક રીતે પ્રેરિત ગણાવતા, કંગનાએ તેને ‘શ્રેષ્ઠ’ કહ્યું હતું આ ઉપરાંત તેને બેસ્ટનું ટેગ પણ આપ્યું હતું. વઘારામાં તેણે કહ્યું કે જેમની પાસે આધાર કાર્ડ છે તેમને બ્લુ ટિક એકાઉન્ટ મળવું જોઈએ.

જણાવી દઈએ કે કંગનાનું ટ્વિટર એકાઉન્ટ ગયા વર્ષે મે મહિનામાં બંગાળ વિધાનસભાના પરિણામો વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા બાદ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. એક્ટ્રેસનું એકાઉન્ટ અચાનક બંધ થવાથી ફેન્સ ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેમણે ટ્વિટર પર કંગનાના એક્શનનું સમર્થન કર્યું હતું, ત્યારબાદ એક્ટ્રેસે ઇન્ડિયન એપ Koo પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારથી, કંગના છેલ્લા એક વર્ષથી તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા લોકો સાથે જોડાયેલી છે.

Most Popular

To Top