Top News

More Posts

   The Latest

Most Popular

આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National High Way) નંબર ૬૪ ઉપર બે દિવસ બાદ આજે ફરીથી ડિવાઇડર (Divider) ઉપર કાર ચઢી જતાં કારચાલકને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું. જેથી કાર ચાલકે હાઇવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો. આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર બે દિવસ પહેલા જ ઝઘડીયાથી જંબુસર જતી ટ્રક ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી અને અકસ્માત સર્જાયો (Accident) હતો ત્યારે આજે ફરીથી આજ જગ્યા ઉપર ધોળકા થી ભરૂચ જતાં કાર ચાલકને રાત્રીના અંધકારમાં ડિવાઇડર ના દેખાતાં કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો અને કારને નુકસાન થતાં કાર ચાલકે હાઇવે ઓથોરિટી સામે રોષ ઠાલવ્યો હતો.માર્ગ અને મકાન વિભાગ ભરૂચની ગંભીર પ્રકારની બેદરકારીને કારણે છાસવારે અકસ્માતો સર્જાયા કરે છે પરંતુ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે શું માર્ગ અને મકાન વિભાગ ભરૂચના અધિકારીઓ કોઈ મોટો જીવલેણ અકસ્માત થવાની રાહ જુવે છે તેવું વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.

  • આછોદ ચોકડી પાસે ડિવાઇડર ઉપર કાર ચઢી ગઈ
  • આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.64 ઉપર વાહનચાલકોની મુશ્કેલી યથાવત
  • ભરૂચ જતાં કાર ચાલકને રાત્રીના અંધકારમાં ડિવાઇડર ના દેખાતાં કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત

અત્રે ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટીએ સુરતની એજન્સીને ૨૦૧૭ માં ૧૩.૪૦ કરોડના ખર્ચે આમોદ-નાહીયેર તેમજ સુડી- સમની સેક્શનનું કામ આપવામાં આવ્યું હતું જેમાં રોડ સેફટીને લગતાં નિયમોનું પાલન કરવાનું હતું પરંતુ એજન્સી અને માર્ગ અને મકાન વિભાગ ભરૂચની મિલીભગતથી માત્ર કાગળ ઉપર જ ૧૩.૪૦ કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો.અને રોડ સેફટી અંગેના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.તેમજ રીફલેકટર લાઈટ કે અન્ય કોઈ કામગીરી નહીં કરવાથી વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે.

To Top