Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી : સરકાર દ્વારા રદ્દ કરવામાં આવેલી સહકારી કાયદાની કલમ 74(સી)ને હાઇકોર્ટ (Highcourt) દ્વારા ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. હાઇકોર્ટના આ ચુકાદા બાદ કેટલાક ખેડૂત (Farmers) સભાસદો અને ખેડૂતોએ સુગર મિલોમાં (Sugar Factory) ફરીથી ચૂંટણી કરવા માટે ખાંડ નિયામકને અરજી કરી હતી. જો કે તેનો હજી સુધી કોઈ નિર્ણય નહીં આવતા ખેડૂત સભાસદમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે.

  • સરકારના આ સુધારાને કેટલીક સુગર ફેક્ટરીના ડિરેક્ટર્સે તેમજ સભાસદોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સરકારના સહકારી કલમ 74Cને ગેરકાયદે ઠેરવી સુગર મિલોને ફરીથી નિર્દિષ્ટ મંડળીમાં સામેલ કરવાનો ચુકાદો આપ્યો હતો.
  • લાંબો સમય થવા છતાં હજી સુધી ખાંડ નિયામક દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેને કારણે ખેડૂતોમાં પણ ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે.
  • સુગર ફેક્ટરીઓની પીલાણ સિઝન ચાલુ થવાની તૈયારી છે ત્યારે આ મામલે વહેતી તકે કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ખેડૂત સભાસદોમાં પ્રબળ બની છે

ગુજરાત રાજ્ય દ્વારા સહકારી કાયદાની કલમ 74C રદ્દ કરી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં સામેલ કરી હતી. અને એ મુજબ જ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પણ કરાવી હતી. જો કે સરકારના આ સુધારાને કેટલીક સુગર ફેક્ટરીના ડિરેક્ટર્સે તેમજ સભાસદોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે સરકારના સહકારી કલમ 74Cને ગેરકાયદે ઠેરવી સુગર મિલોને ફરીથી નિર્દિષ્ટ મંડળીમાં સામેલ કરવાનો ચુકાદો આપ્યો હતો.

હાઇકોર્ટના ચુકાદા બાદ પ્રાથમિક મંડળી હેઠળ થયેલી ચૂંટણી રદ કરી ફરીથી નિર્દિષ્ટ મંડળી હેઠળ જ ચૂંટણી કરવા માટે માગ ઉઠી હતી. કેટલાક સભાસદો અને ખેડૂત આગેવાનો દ્વારા ખાંડ નિયામકને સુગર ફેક્ટરીઓની ચૂંટણી નિર્દિષ્ટ મંડળી હેઠળ કરવા માટે અરજી કરી હતી. આ અરજી કર્યાને લાંબો સમય થવા છતાં હજી સુધી ખાંડ નિયામક દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેને કારણે ખેડૂતોમાં પણ ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. હવે સુગર ફેક્ટરીઓની પીલાણ સિઝન ચાલુ થવાની તૈયારી છે ત્યારે આ મામલે વહેતી તકે કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ખેડૂત સભાસદોમાં પ્રબળ બની છે.

To Top