Dakshin Gujarat

હેકરો દ્વારા ભરૂચની પેન્શનર મહિલાના ખાતામાંથી ઉપાડી લેવાયેલા નાણાં આ રીતે પરત મળ્યા..

ભરૂચ: ઓનલાઈન છેતરપિંડીનો (Online Fraud) ભોગ બનેલા અને છેતરાયેલાં સિનિયર સિટિઝનને (Senior Citizen) નાણાં ભરૂચ પોલીસે (Police) તરકીબથી પરત અપાવી દીધા હતા. ભરૂચ SP ડો.લીના પાટીલ તેમજ ભરૂચના DYSP સી.કે.પટેલની સૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમને (Cybercrime) લગતા નાણાકીય છેતરપિંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થતાં ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમની ટીમે ATM ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે OLX ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઈમના બનાવોમાં ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પો.સ્ટે. હંમેશાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે.

  • નાણાં ભરૂચ પોલીસે તરકીબથી પરત અપાવી દીધા હતા
  • રૂ.3,77,000 સાયબર માફિયાઓ બેંક ખાતામાંથી ઉપાડી લીધા હતા
  • તાત્કાલિક એક્શનમાં આવી ટેક્નિકલ એનાલિસીસ કરતા નાણાં પરત મળ્યા

રૂ.3,77,000 સાયબર માફિયાઓ બેંક ખાતામાંથી ઉપાડી લીધા હતા
હાલમાં એકલા રહેતા પેન્શનર મહિલા અરજદારના બેંક ખાતામાં પોતાના જીવનનિર્વાહ માટે મળતા પેન્શનની રકમમાંથી કુલ રૂ.3,77,000 તરકટી ચાલથી સાયબર માફિયાઓની ઓનલાઈન ટ્રાન્સફર થઇ ગયા હતા. જેના પગલે અરજદારે તાત્કાલિક ધોરણે ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં સાયબર ક્રાઈમ ટીમે આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થવા તાત્કાલિક એક્શનમાં આવી ટેક્નિકલ એનાલિસીસ કરીને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારને કુલ રૂ.3,29,000 બેંક એકાઉન્ટમાં પરત અપાવી દીધા હતા. પરત પૈસા આવતાં અરજદારે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસની કામગીરીને વધાવી હતી.

ચમકાવવાના બહાને બે ગઠિયા સાસુ અને પુત્રવધૂને છેતરી ગયાં

ભરૂચ: ભરૂચ શહેરના લાલ બજાર ગલિયારવાડમાં રહેતાં મંજુલાબેન રામજી ચૌહાણ ગત તા.8મી ડિસેમ્બરના રોજ ભરૂચ પોતાના ઘરે હતાં. એ દરમિયાન એક ઈસમ તેઓના ઘરે આવ્યો હતો. જે હિન્દી ભાષા બોલતો હોવાથી મહિલાએ તેમની પુત્રવધૂ અંજલિને બોલાવી હતી. એ વેળા તેઓના ઘરે આવેલો યુવાન ઉજાલા કંપનીની બીજી પ્રોડક્ટ લોન્ચ થઇ છે. જેનો ડેમો બતાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ ઇસમએ પ્રથમ લક્ષ્મી માતાજીની મૂર્તિ પાણીમાં નાંખી પાઉડર મિક્સ કરી ચમકદાર બનાવી હતી. જે બાદ વધુ એક ઇસમ ઉજાલા કંપનીના નામે ઘરમાં હાજર પુત્રવધૂ અને સાસુને સોનાનાં ઘરેણાં ચમકાવી આપવાનું કહી સ્ટીલનો ડબ્બો મંગાવી તેમાં પાણી અને હળદર નાખી તેને ગરમ કરવાનું કહી અંજલિબેન જેવા રસોડામાં ગયા કે બંને ઠગો નવ તોલા સોનાનાં ઘરેણાં મળી કુલ 4.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે ભરૂચ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top