Sports

રોહિત ઈન્જર્ડ થતાં ઈશાનને ચાન્સ મળ્યો અને ભારતે બાંગ્લાદેશને કચડી બદલો લીધો

ચિત્તગોંગ: ઈશાન કિશનની (IshanKishan) ડબલ સેન્ચુરી (DoubleCentury) અને વિરાટ કોહલીની (ViratKohli) સેન્ચુરીની મદદથી ભારતે બાંગ્લાદેશને (India Bangladesh) 410 રનનો તોંતિગ ટાર્ગેટ આપ્યો હતો. આટલા વિશાળ સ્કોરનો પીછો કરવામાં બાંગ્લાદેશની ટીમ હાંફી ગઈ હતી અને આખીય ટીમ 182 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાછલી બે મેચનો હીરો મેહદી પણ ટકી શક્યો નહોતો અને માત્ર 3 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. બાંગ્લાદેશ તરફથી એક માત્ર શાકીબ અલ હસને 43 રન માર્યા હતા, તે સિવાય કોઈ બેટસમેન ટકી શક્યો નહોતો. ત્રણ વન-ડે મેચની આ શ્રેણીમાં ભારતે અંતિમ અને ત્રીજી મેચ વટભેર જીતીને લાજ બચાવી હતી. ભારતે બાંગ્લાદેશને 227 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. નોંધનીય છે કે બાંગ્લાદેશ પહેલી બે વન ડે મેચ જીતીને આ સિરીઝ જીતી ચૂકી છે.

  • ઈશાન કિશનના 132 બોલમાં 210 રન
  • સૌથી ઝડપી બેવડી સદીનો ઈશાન કિશને રેકોર્ડ બનાવ્યો
  • 40 મહિના બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી
  • શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી

ભારતના 24 વર્ષીય યુવાન બેટ્સમેન ઈશાન કિશને કારકિર્દીની ત્રીજી વન-ડે મેચ બાંગ્લાદેશ સામે રમતા તોફાની ડબલ સેન્ચુરી ફટકારી છે. માત્ર 124 બોલમાં ઈશાન કિશને બેવડી સદી મારી હતી. આ સાથે જ તે સૌથી ઝડપી બેવડી સદી બનાવનાર ખેલાડી બની ગયો છે. ઈશાને બેવડી સદી ફટકારી ત્યાર બાદ વિરાટ કોહલી અને ઈશાને મેદાન પર જ બલ્લે બલ્લે ડાન્સ કર્યો હતો. ઈશાન કિશન 130 બોલમાં 210 રન બનાવી આઉટ થયો હતો. પોતાની ઈનિંગમાં ઈશાન કિશને 10 સિક્સ અને 24 ચોગ્ગા માર્યા હતા. ઈશાન બાંગ્લાદેશ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો. ઈશાન કિશને સદી 85 બોલમાં આવી હતી. ત્યાર બાદ 100થી 200 રન સુધીનો સ્કોર માત્ર 41 બોલમાં કર્યો હતો. આમ કિશને ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઈક રેટ 160.31ની રહી હતી.

વિરાટ કોહલીએ પણ સદી ફટકારી હતી. કોહલીએ 85 બોલમાં તેની સદી પૂરી કરી હતી. 3 વર્ષના લાંબા દુકાળ બાદ કોહલીના બેટથી સદી આવી હતી. વન-ડે કેરિયરની 44મી અને ઓવરઓલ 72મી સદી ફટકારી રિકી પોન્ટીંગનો 71 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. 91 બોલમાં 113 રન બનાવી કોહલી આઉટ થયો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

કેપ્ટન રોહિત શર્મા ઈન્જર્ડ થતાં ઈશાનને ચાન્સ મળ્યો અને ઈતિહાસ રચાયો
બાંગ્લાદેશ સામેની બીજી વન ડે મેચમાં સ્લીપમાં કેચ પકડતી વખતે ભારતીય કપ્તાન રોહિત શર્માને હાથના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના લીધે તે ત્રીજી વન ડે રમી શક્યો નહોતો. કે.એલ. રાહુલની કપ્તાનીમાં ચિત્તગોંગ ખાતે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ઈશાન કિશનને ચાન્સ મળ્યો હતો. આ મેચમાં ભારતે બે ફેરફાર કર્યા હતા. રોહિતના સ્થાને ઈશાન કિશન અને દિપક ચહરના સ્થાને કુલદીપ યાદવને રમાડવામાં આવ્યો હતો. ઈશાન કિશને તેને મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા 132 બોલમાં 210 રન ફટકાર્યા હતા. તે 124 બોલમાં 200 રન કરીને વિશ્વનો સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો ખેલાડી બન્યો હતો. આ સાથે જ ઈશાન કિશને ઈતિહાસ રચી દીધો હતો.

Most Popular

To Top