Dakshin Gujarat

રાજપીપળા શહેરના 6 અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો

રાજપીપળા: રાજપીપળાના (Rajpipla) કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના હિન્દુ-મુસ્લિમ વસતીવાળા વિસ્તાર નજીકમાં હોય મંદિર હોવાથી ધાર્મિક સ્થળોની (Religious places) આજુબાજુના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ કલેક્ટરથી (Collector) લઈને મુખ્યમંત્રી (Chief Minister) અને મહેસૂલ મંત્રીને રજૂઆત કરી હતી. છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાને પણ સ્થાનિકોએ રજૂઆત કરતાં ગીતાબેન રાઠવાએ મહેસૂલ મંત્રીને રજૂઆત કરી હતી. જે-તે સમયે મહેસુલ મંત્રીની સૂચનાથી અશાંતધારા લાગુ કરવા કાર્યવાહી કરવા મંત્રાલય દ્વારા નર્મદા કલેક્ટરને લેખિત હુકમ અપાયો હતો.

  • રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો
  • હિન્દુ-મુસ્લિમ વસતીવાળા વિસ્તાર નજીકમાં અને ધાર્મિક સ્થળો આવરી લેવાયા
  • કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે.

રાજપીપળા શહેરના અમુક વિસ્તારમાં અશાંતધારો લાગુ
આ તમામની વચ્ચે ગુજરાત સરકારે રાજપીપળા શહેરના અમુક વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યો છે. જેમાં વિશવગા, સોનીવાડ, ભરાવાની ખડકી, શેઠ ફળિયા શ્રીનાથજી મંદિર, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, શ્રીનાથજી મંદિર નજીકનો વિસ્તાર, સફેદ ટાવર નજીકનો કોહિનૂર હોટેલના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે.

ધાર્મિક વિસ્તારની આસપાસ જો અશાંતધારો લાગુ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ અગાઉ એવી દહેશત વ્યક્ત કરી હતી કે ધાર્મિક વિસ્તારની આસપાસ જો અશાંતધારો લાગુ નહીં કરાય તો ભવિષ્યમાં અશાંતિ ઊભી થશે, ધાર્મિક ભેદભાવ ઊભા થશે. એમની રજૂઆતને પગલે રાજ્ય સરકારના મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ મંત્રીના અંગત સચિવ ડો.નિસર્ગ જોષી દ્વારા કલેક્ટરને અશાંત ધારા બાબતે નિયમાનુસાર ત્વરિત કામગીરી કરેલી કામગીરી અંગેની જાણ મંત્રાલયમાં કરવા જણાવવામાં આવ્યું હતું.

ડીજે વગાડવાની અદાવતમાં જાનથી મારી નાંખવાની ધમકી
હથોડા: હથોડા ગામે ડીજે વગાડવાની ઘટના બાબતે સામાન્ય ઘર્ષણ થયા બાદ પથ્થર મારી ટેમ્પોનો કાચ ફોડી નાંખી અને ડીજે લાવનાર વ્યક્તિને માર મારી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઈ છે.
હથોડા ગામે રહેતા અહેઝાદ અવજત ફોજે કોસંબા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હથોડા ગામના ભાજપના કાર્યકરો જીતની ખુશી અને જશ્ન મનાવવા છોટા હાથી ટેમ્પોમાં ડીજે લાવ્યા હતા. અને બસ સ્ટેશન નજીક મુખ્ય માર્ગ પર ઊભા હતા. ત્યારે નજીકમાં રહેતો એક શખ્સે ડીજે કેમ લઈને આવ્યા? તેવું જણાવી પથ્થર મારીને ડીજેવાળા છોટા હાથી ટેમ્પોનો કાચ તોડી નાંખ્યો હતો.

કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ઘટના બાબતનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેના પગલે પાલોદ અને કોસંબા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યારબાદ ડીજે લાવનાર અહેઝાદ અવજત ફોજ બીજા દિવસે બપોરે ત્રણ વાગે નમાઝ પઢીને બસ સ્ટેશન નજીકના મુખ્ય માર્ગ પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બસ સ્ટેશન નજીક રહેતા શાહિદ, મુઝેફ અને સદ્દામે હથોડા ગામે ડીજે લાવનાર અહેઝાદ ફોજને રોકી તમે ગઈકાલે ડીજે કેમ વગાડેલ? તેવું જણાવી આંખના ભાગે મુક્કો મારી દીધો હતો અને ફરી પાછો દેખાશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભાજપના કાર્યકર અહેઝાદને નિશાન બનાવતાં ભાજપના કાર્યકરો મોટી માત્રામાં સમૂહમાં પોલીસ મથકે ધસી ગયા હતા. અને ઘટના બાબતે રોષ ઠાલવ્યો હતો. કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top