Dakshin Gujarat

વલસાડ રૂરલ પોલીસનું દારૂબંધી અભિયાન: 3 ઘટનામાં રૂ.2.26 લાખનો મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

વલસાડ: વલસાડ (Valsad) રૂરલ પોલીસે (Police) વલસાડ હાઇવે ઉપરથી પ્રોહિબિશના ત્રણ કેસોમાં રૂ.2.26 લાખની દારૂની 597 બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂરલ પોલીસે પ્રથમ બનાવમાં હિગરાજ ભદેલી જતાં માર્ગ ઉપરથી લીલાપોર પેટ્રોલ પંપ નજીકથી મારુતિ ઇગનોસ કારમાંથી રૂ.81,800ની કિંમતની દારૂની 336 દારૂની બોટલ (Bottle oF liquor) ઝડપી પાડી હતી .કારમાંથી ઉપરાંત 3 મોબાઈલ ફોન ઝડપ્યા હતા. ઘટના અંગે અ.પો.કો.મ્યુરસિહ કનકસિંહે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દારુ આપનાર ભગવાન ભાઈ (રહે.દમણ ખરીવાડ) તથા જથ્થો મગવનાર રક્ષિત ભાઈ (રહે.,જેશ પોર સામે) ફરિયાદ નોંધી હતી.

પોલીસે રૂ.4,14,600નો મુદ્દામાલ કબજે કર્યો: કાર ચાલક ભાગી છૂટ્યો હતો
અન્ય એક બનાવમાં રૂરલ પોલીસે વલસાડ હાઇવે સરોન ગામ નજીકથી સ્વિફ્ટ કારમાંથી રૂ.1,14,600ની કિંમતની દારૂની 201 બોટલ પકડી પાડી હતી. જોકે, કાર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે રૂ.4,14,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટના અગે મ્યુરસિહ કનકસિહે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રીજા બનાવમાં રૂરલ પોલીસે વલસાડ હાઈવે સુગર ફેકટરી નજીકથી ડસ્ટર કાર નં. (જીજે-01-આરસી-5883)માંથી રૂ.30 હજારની કિંમતની વ્હીસ્કીની 60 બોટલો પકડી પાડી હતી. ઉપરાંત 2 મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. પોલીસે ભાવિક કૌશિક સોની (રહે.,રાયપુર મિલની હોજવલી માલી) રખિયાલ અમદાવાદ અને હાર્દિક શાંતિલાલ જાદવ (રહે.,બળદેવ નગર સોસાયટી, રખિયાલ મિલ પાછળ, અમદાવાદ)ને ઝડપી પાડ્યા હતા.ઘ ટના અંગે પો.કો.વિષ્ણુ ગીર ધારી લાલ એ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભૂસ્તર અધિકારીનો સપાટો, 20 લાખનો મુદ્દામાલ કબજે
અનાવલ: મહુવાના દેદવાસણ ગામની સીમમાં બિનઅધિકૃત માટીખનન થતું હોવાની જાણકારી ભૂસ્તર વિભાગને મળી હતી. ત્યારે ભૂસ્તર વિભાગે ઘટના સ્થળે રેડ કરતાં 20 લાખનો સમાન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકામા માટીખનન કરનારા બેફામ બની ગયા છે. ઘણીવાર તંત્રની કાર્યવાહી છતાં માટીખનન માફિયા સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દેદવાસણ ગામે પંચાયતની જમીનમાં સાદી માટીનું ખનન ચાલતું હોવાની જાણકારી મળી હતી. જેને લઈ ભૂસ્તર વિભાગ અને જાગૃત સરપંચ સાથે છાપો માર્યો હતો. આ બનાવમાં હિટાચી અને જેસીબી GJ 21 8533 ઝડપી 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેનો કબજો ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top