Top News

More Posts

   The Latest

Most Popular

વલસાડ: (Valsad) વલસાડના શાકભાજી માર્કેટમાં (Vegetable market) ફાસ્ટફુડની (Fast food) લારી ઉપર નાસ્તો કર્યા બાદ રૂપિયા ચૂકવવાને બદલે ‘હું પત્રકાર (Reporter) છું અને તારી દુકાન બંધ કરાવી દઈશ’ એવી આપી લારીને સંચાલક સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. જે અંગે પત્રકારની વિરૂદ્ધમાં સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી આપી છે.

  • વલસાડના મદનવાડમાં રહેતા ચંદન ચૌધરી શાકભાજી માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે
  • 21મી જાન્યુઆરીની રાત્રિએ સુનિલ પવાર અને અરવિંદ નાસ્તો કરવા આવ્યા હતા
  • નાસ્તો કર્યા બાદ દુકાનદારે રૂપિયા માંગતા બંને જણા ઉશ્કેરાયા હતા

વલસાડના મદનવાડ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.302 માં રહેતા ચંદન ચંદ્રહર્ષ ચૌધરી, વલસાડ શાકભાજી માર્કેટ તથા ભારતીય મોબાઇલની બાજુમાં રાત્રિના સમયે ફાસ્ટ ફૂડ અને નાસ્તાની લારી ચલાવે છે. ગત તા. 21/1/2022ના રાત્રે તેની લારી ઉપર સુનિલ ઉર્ફે અખિલ પવાર અને અરવિંદ નાસ્તો કરવા માટે આવ્યા હતા, તેમણે નાસ્તો કર્યા બાદ સંચાલકે રૂપિયાની માગણી કરી હતી. જેથી બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા. સંચાલકને માર મારી રોફ જમાવ્યો હતો. ‘હું પત્રકાર છું અને દુકાન બંધ કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સંચાલકને આ પત્રકારો બાઇક ઉપર બેસાડીને શાકભાજી માર્કેટ પાસે આવેલી ચાઈનીઝની બીજી દુકાનમાં માલિક પાસે લઈ ગયા હતા. જ્યાં ચંદન ચૌધરી સાથે ગાળાગાળી કરી ધમકી આપી ભાગી ગયા હતા. જે અંગે ચંદન ચૌધરીએ બની બેઠેલા બંને પત્રકાર સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે.

વલસાડમાં નાઈટ કર્ફ્યુમાં વગર કામે લટાર મારતા 33 સામે જાહેરનામા ભંગની ફરિયાદ
વલસાડ : વલસાડ શહેરમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા કોરોના કેસમાં નિયંત્રણ લાવવા માટે આઠ મહાનગરો સહિત ૧૯ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વલસાડ અને વાપીનો પણ સમાવેશ થાય છે. વલસાડ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, તિથલ રોડ, ડીએસપી ઓફિસ, ઓવરબ્રિજ વગેરે વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં અલગ અલગ જગ્યા ઉપર ૩૩ જેટલા લોકો વગર કામના લટાર મારતા ઝડપાયા હતા. પોલીસે તેમની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે.

To Top