SURAT

આભવા ઊભરાટ બ્રિજની કામગીરીના શ્રીગણેશ! સુરત તથા નવસારીનીની જમીન સંપાદન કાર્યવાહી શરૂ

સુરત: વિતેલા એક દાયકા કરતા વધુ સમયથી નવસારી (Navsari) અને સુરતને (Surat) શોર્ટકટમાં જોડતા બ્રિજની (Bridge) રાહ જોવાતી હતી તે ઘડીઓ હવે શરૂ થઇ ગઇ છે. રાજય સરકારે આભવા ઉભરાટ બ્રિજ મંજૂર કરી દીધા બાદ હવે કેબલ બ્રિજ માટે આગળ વધુ કામગીરી શરુ થઇ છે. આભવા ઊભરાટ ઓવરબ્રિજના અપ્રોચ માટે સુરતના આભવા તેમજ ખજોદની ૧૫ હેક્ટર જમીન અને નવસારીના ભાઠા, ઊભરાટ તથા દાંતીની ૨૦ હેક્ટર જમીનનું સંપાદન કરવા ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

આગામી દિવસોમાં સુરત તેમજ નવસારી તરફ અપ્રોચ બનાવવા માટે કુલ ૩૫ હેક્ટર જમીનનું સંપાદન કરાશે. આ ૩૫ હેકટર જમીનની જરૂર છે. તે માટે સુરત તરફની ૧૫ હેક્ટર જમીન પૈકી કેટલીક જમીન સરકારી હોવાનું જાણવા મળ્યું છે. તો એ સિવાય કેટલીક જમીન ખાનગી માલિકી છે. સામે તરફ આભવા ઊભરાટ વચ્ચે ખાડી ઓવરબ્રિજ બનાવવા માટે ઈશ્યુ કરાયેલા ટેન્ડરમાં યુનિક કન્સ્ટ્રક્શને સૌથી નીચું ૨૦૦ કરોડનું ટેન્ડર ભર્યું હતું. દરમિયાન યુનિક કન્સ્ટ્રકશનને ટેન્ડરની ફાળવણી કરી આગળની કાર્યવાહી માટે ફાઈલ ગાંધીનગર નાંણા વિભાગમાં મહોર માટે મોકલી આપવામા આવી છે. ૨૦૦ કરોડના ખર્ચે ૭૪૦ મીટર લંબાઈનો ફોર લેન બીજ બનશે. આ ઓવરબ્રિજની કિંમત ર૦૦ કરોડ છે. જ્યારે બંને તરફનો અપ્રોચ બનાવવા માટે જમીન સંપાદન સહિતની કુલ ખર્ચ ૪૪૮ કરોડનો અંદાજવામાં આવી રહ્યો છે. કેબલ બ્રિજની કામગીરી ત્રણ તબક્કામાં પૂરી થશે. સૌપ્રથમ ખાડી પર ઓવરબિજ બનશે, આ સાથે જ અપ્રોચ માટે જમીનનું સંપાદન કરાશે. માર્ગ અને મકાન વિભાગે આપેલી વિગતો મુજબ અપ્રોચ માટે ટેન્ડર પ્રક્રિયા કરી અપ્રોચ બનાવવામાં આવશે. આ કેબલ બ્રિજથી હવે માત્ર ૨૦મિટિનમાં ઊભરાટ પહોંચી જવાશે

આભવા ઉભરાટ કેબલ બ્રિજ એપ્રોચ માટે અલગથી ટેન્ડર ઈશ્યુ કરાશે
આભવા ઊભરાટ ઓવરબ્રિજ માટે બને તરફ અપ્રોચ બનાવવા માટે સુરત અને નવસારીમાં જમીન સંપાદનની કામગીરી હજુ ચાલી રહી છે. જમીન સંપાદનની કામગીરી બાકી હોવાથી હાલમાં ઓવરબ્રિજનું ટેન્ડર બહાર પાી દેવામાં આવ્યું છે. બંને તરફે જમીન સંપાદનની કામગીરી પૂરી થયા બાદ બિજની અપ્રોચ માટે નવેસરથી ટેન્ડર જાહેર કરાશે. આભવા ઊભરાટ ઓવરબ્રિજના ફેસ-૧માં પહેલા તબકકામાં ખાડી ઉપર ૭૪૦ મીટરનો બ્રિજ બનાવવામાં આવશે. ૭૪૦ મીટર લાંબા ઓવરબ્રિજ માટે ઈશ્યુ થયેલા ટેન્ડરમાં બ્રિજ બનાવવા માટે અઢી વર્ષની સમય મર્યાદા રાખવામાં આવી હતી.

Most Popular

To Top