Dakshin Gujarat

ચૂંટણી પ્રચાર દરમ્યાન નેત્રંગનાં આ રસ્તાઓની બદતર હાલત જોયા બાદ આઝાદીના 75 વર્ષ પછી આ કામ થશે

નેત્રંગ: ઝઘડિયા વિધાનસભા બેઠક પર નવા ચુંટાયેલા ભાજપના ધારાસભ્યએ ચૂંટણી પચાર દરમિયાન નેત્રંગ તાલુકાના ફોકડી, ભોટનગર, વડપાન, કાંટીપાડાને જોડતા રસ્તાની (Road) બદતર હાલતને નજરે જોયા બાદ આ બાબતે ગંભીરતા દાખવતા હવેના સમયમાં આ રસ્તા પાકા બની જશેની ખાતરી આપતાં ચાર ગામની આદિવાસી પ્રજામાં આનંદની લાગણી ફરી વળી છે.

તો બીજી તરફ આવનારા સમયમાં ચાર ગામની પ્રજાની તફલીફોને ધ્યાનમાં રાખી બનનારા પાકા રસ્તા પર રાત-દિવસ ક્વોરી ઉદ્યોગ તેમજ ગેરકાયદે ધમધમતા ઇંટોના ભઠ્ઠાને લઇને ૪૦થી ૫૦ ટન માલ ભરીને દોડતાં ભારદારી વાહનો નવા બનનાર આ રોડની બદતર હાલત કરી જૈસે થેની પરિસ્થિતિ લાવી દેશે તે બાબતે ધારાસભ્ય તેમજ માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાત નિરીક્ષણ કરે એ જરૂરી છે.

નેત્રંગ-રાજપારડી રોડ પર નેત્રંગથી ત્રણ-ચાર કિ.મી.ના અંતરે આવેલા ફોકડી તેમજ ભોટનગર ગામ છે. જ્યારે નેત્રંગ-રાજપીપળા રોડ પર નેત્રંગથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલું કાંટીપાડા ગામ છે. ફોકડી, ભોટનગર, કાંટીપાડાને જોડતો ટૂંકા અંતરનો રસ્તો વડપાન ગામ થઈને સીધો નીકળતો રસ્તો છે. પરંતુ આઝાદીનાં ૭૫ વર્ષ પછી સુવિધાઓથી પ્રજા વંચિત છે.

નેત્રંગ તાલુકા મથકથી ત્રણથી ચાર કિ.મી.ના અંતરે આવેલાં ગામોનો એકદમ ટૂંકા ગાળાનો રસ્તો હાલની તારીખમાં કાચો જ છે. જેને કારણે ચોમાસાના સમયમાં મરણથી લઇ સામાન્ય કામ માટે આ ગામોના લોકોએ આઠથી નવ કિ.મી.નો રસ્તો વાયા નેત્રંગને કાપવો પડતો હોય છે. જેને કારણે ગરીબ આદિવાસી પ્રજાને આર્થિક તેમજ અન્ય નુકસાની વેઠવી પડે છે. ત્યારે ૧૫મી લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ચુંટાયેલા ધારાસભ્ય રીતેશ વસાવાએ નજરે રસ્તાની બદતર હાલત નજરે નિહાળી હતી.

વડપાન ગામના તેમજ ભોટનગર ગામના સામાજિક આગેવાનો સંજય વસાવા (સરપંચ), કનુભાઇ વસાવા, વન સમિતિના પ્રમુખ રતિલાલ વસાવા વગેરે આગેવાનોએ નવા ચુંટાયેલા ધારાસભ્ય સાથે યોજાયેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન ધારાસભ્ય રીતેશ વસાવાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં ફોકડીથી વાયા વડપાન થઈ કાંટીપાડાને જોડતા તેમજ ભોટનગરથી વાયા વડપાન થઈ કાંટીપાડાને જોડતા ટૂંકા અંતરના આ રસ્તાનું માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ થકી સરવે કરાવી આવનાર દિવસોમાં પાકા રસ્તા બની જશે. અને નવા ચુંટાયેલા ધારાસભ્ય રીતેશ વસાવાએ ખાતરી આપતાં ફોકડી, ભોટનગર, વડપાન, કાંટીપાડા ગ્રામજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.

Most Popular

To Top