Gujarat

હર્ષ સંઘવીએ સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક યોજી

ગાંધીનગર: મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ સિનિયર આઈપીએસ (IPS) અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. ખાસ કરીને પોલીસ (Police) વિભાગની ડિજિટલ કામગીરી અને ઇ-ચલણ સહિતની અન્ય કામગીરીઓ બાબત સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ઇ-ચલણમાં અનપેઇડ રિકવરી વધારવા, “વન નેશન વન ચલણ” અંતર્ગત નિર્ણય લેવા, ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવા આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઇ બાબતે, સાયબર ક્રાઇમ, શી-ટીમ તેમજ ડ્રગ્સ જાગૃતિ અંગે ૧૦૦ દિવસની અવધિમાં ઝુંબેશ ચલાવવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top