Columns

હૈદરાબાદમાં એરબસ 320 પ્રથમ ફ્લાઇટ રેસ્ટોરન્ટ બનશે!

નાં વિમાનો અને અન્ય યાતાયાતનાં સાધનો હવે ભંગાર નથી, દુનિયામાં  તેના અનેકવિધ ઉપયોગ થઈ રહ્યા છે! એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ્સ  તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય બની છે. હૈદરાબાદની પિસ્તા હાઉસ હોટલોની ચેનમાં એક નવીનતાનો ઉમેરો થવા જઈ રહ્યો છે! કોફીનો સિપ, સૂપનો સ્વાદ કે જમણની લિજ્જત સાથે આસપાસનું મોહક વાતાવરણ આજના યુગમાં મન, મિજાજને આનંદિત કરે છે! પિસ્તા હાઉસ ડિસેમ્બરમાં હૈદરાબાદની પ્રથમ ફ્લાઇટ રેસ્ટોરન્ટ શરૂ કરશે! પિસ્તા હાઉસે તાજેતરમાં એર ઇન્ડિયાનું પ્રથમ એરબસ-320 ખરીદ્યું છે. આ જૂના પણ દમદાર વિમાનને થીમ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે! હૈદરાબાદમાં એરક્રાફ્ટની આખી મુસાફરી બદલાઈ જશે. તે ઊડવાને બદલે જમીન પર ઉડાનની તર્જ પર મનભાવન ભોજનની લિજ્જત આપતું રેસ્ટોરન્ટ બની જશે!

હવાઈજહાજ માત્ર વાહનવ્યવહારનું સાધન છે પણ લાજવાબ ભોજન માટે અનોખી ઢબે ફેરવવામાં આવી યાદગાર પ્રસંગનું સ્થળ બની શકે છે! આ પિસ્તા હાઉસની થીમ છે! પિસ્તા હાઉસની શરૂઆત 1997માં શાલીબંદામાં પ્રથમ રેસ્ટોરન્ટ સાથે થઈ હતી તે સાથે તેની શ્રેણી વિસ્તરતી ગઇ! તે હવે હૈદરાબાદમાં 32 શાખાઓની સાંકળ ધરાવે છે અને ફ્લાઇટ રેસ્ટોરન્ટ તરીકે 33મી આકાર મેળવી રહી છે! હૈદરાબાદમાં પ્રથમ ફ્લાઈટ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહી છે તે શમીરપેટ ખાતે લોન્ચ કરવામાં આવશે. એર ઈન્ડિયાના જૂના વિમાનને રેસ્ટોરન્ટમાં  ફેરવવાની પરિકલ્પના એકદમ નવીન વિચારોનું પ્રતિબિંબ છે. 

હૈદરાબાદમાં ફ્લાઇટ રેસ્ટોરન્ટની સ્થાપના ખાણીપીણીની લહેર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવશે! એર ઇન્ડિયાનું પ્રથમ એરબસ-320 એવી થીમમાં ફેરવાઈ રહ્યું છે કે રેસ્ટોરન્ટને બદલે એરપોર્ટનો ચોક્કસ અહેસાસ કરાવે! તેમાં ચિત્ર, સંગીત અને ધ્વનિ પ્રસારણ નવી દુનિયાની ઉડાનની ઝલક જમતાં જમતાં કરાવશે! યોજના મુજબ મહેમાનો જમણ માટે આવતા રનવે પરથી રૂઆબ સાથે પસાર થશે, દેખીતી રીતે આકર્ષણ માટે સુરક્ષા તપાસ અને બોર્ડિંગ પાસ-સ્ટાઈલવાળી ટિકિટ યાદગાર મુલાકાત બનાવશે! પ્લેનમાં 150 આમંત્રિતો જમણનો લાભ લઈ શકશે, વધુ ઝાકઝમાળને કારણે આકર્ષણ પણ જામશે તો લોકોને લોન પર રાહ પણ જોવી પડશે!

હોટલ ઉદ્યોગના સાહસિકે રેસ્ટોરાંની સાંકળ દુબઈ, મલેશિયા, સાઉદી અરેબિયા અને સિંગાપોરમાં ફૂડ કોર્ટ બનાવી વિસ્તારવાની યોજના પણ કરી છે. બેકરીઓ, કન્ફેક્શનરી ઉત્તર અમેરિકા, ગલ્ફ, દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ સુધી જાય છે, પિસ્તા હાઉસ હૈદરાબાદમાં ફ્લાઈટ રેસ્ટોરન્ટ શરૂ કરીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. હવે ખુશ્બૂ હૈદરાબાદ સુધી ખેંચી લાવશે! હૈદરાબાદની પ્રથમ ફ્લાઇટ રેસ્ટોરન્ટ ડિસેમ્બર મહિનાથી ખુશ્બૂદાર ભોજનનો આનંદ માણવા માટે ખૂલશે.

તેમણે લગભગ 75 લાખ રૂપિયામાં આ પ્લેન ખરીદ્યું છે અને તેને રેસ્ટોરન્ટ તરીકે ડિઝાઇન કરવા માટે વધુ 30 થી 40 લાખ રૂપિયાનું રોકાણ કરશે! આ રેસ્ટોરન્ટ પાછળનો વિચાર શહેરમાં એક નવો કોન્સેપ્ટ રજૂ કરવાનો છે. હૈદરાબાદ સૌથી વધુ આનંદદાયક શહેરોમાંનું એક છે અને આઉટ ઓફ ફોકસ કોન્સેપ્ટ વિશે વિચાર સ્વાભાવિક બને છે!  વાસ્તવિક વિમાનમાં દાખલ થવાના અને તેને રેસ્ટોરન્ટમાં ફેરવવાનું મોડલ સંકુચિત કરવાનો ખ્યાલ આવ્યો. એક એવી જગ્યા સુનિશ્ચિત કરવાના પ્રયાસો છે જે વિમાન મથકની ચોક્કસ લાક્ષણિક અનુભૂતિ કરાવે! જમણ કેવી રીતે પીરસવામાં આવે તે અંગે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. જેમ કે શાકાહારી અને બિનશાકાહારી માટે ફ્લાઇટમાં ભોજન અથવા બુફે-શૈલીનું અલગ પીરસાતું ભોજન!

નવજીવન મેળવનાર એર ઈન્ડિયાનું આ પહેલું વિમાન નથી. સંગ્રહાલયમાં રૂપાંતરિત એક જહાજ છે! એક વિમાનને  પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વૈભવી ઓફિસને સ્પેસમાં  રૂપાંતરિત કરવામાં આવી  છે, જે ભારતમાં અગ્રણી રસી ઉત્પાદક છે.  અદાર પૂનાવાલાએ તેને વર્કસ્પેસમાં ફેરવવા માટે લગભગ 10 લાખ ડોલર ખર્ચ્યા છે જેમાં લાઉન્જ, બોર્ડરૂમ અને બેડરૂમ પણ છે! ભવિષ્યમાં  ભારતના કાફલામાં વધારો થવાનો છે, જૂનાં વિમાનોને બદલીને કદાચ આપણે તે વિમાનમાંથી બનેલી વધુ અનોખી રચના જોઈશું! હૈદરાબાદમાં પિસ્તા હાઉસની ફ્લાઈટ રેસ્ટોરન્ટમાં મસ્તીભરી ઉડાન અને આંચકા વગર ડીશો સર્વ થશે! થોડી ક્ષણો માટે પણ એક આહલાદક અનુભવ ચૂકાય નહીં!

Most Popular

To Top