Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા સહિત રાજ્યમાં હાલ ઠંડી પડી રહી છે. જો કે ઉત્તરાયણના રાઉન્ડ બાદ ફરી ઠંડીનું જોર વઘ્યું છે હાડ થીજવતી ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં સોમવાર થી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. રાજ્યમાં હાલ માવઠાની કોઇ શક્યતા નથી. આ સાથે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આજ થી પવનનાં સુસવાટા સાથે ઠંડી વઘી છે.આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, રાતનાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની આગાહી નથી. પરંતુ વરસાદની સંભાવના નથી. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીઓ જોર પકડ્યુ હતુ. ઠંડા પવન સાથે ભારે ઠંડી પડી રહી છે. તો વળી ક્યાંય બરફ જામી જાય તેવી પણ ઠંડી પડી હતી. જો કે છેલ્લાં બે દિવસથી કાતિલ ઠંડીનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી હતી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઠંડીમાંથી રાહત મળી હતી. પરંતુ આ રાહત વધારે સમય નહીં રહેતા સોમવાર થી જ લોકો ફરી ઠંડીમાં ઠુંઠવાયા હતા.

To Top