Gujarat

ગુજરાતમાં આ અઠવાડિયે પડશે સૌથી વધુ ઠંડી

ગાંધીનગર: ઉત્તર ભારતના (North India) કેટલાક રાજ્યોમાં હિમ વર્ષા થવાના કારણે અન્ય રાજ્યોમાં ઠંડીનું (Cold) પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં (Gujarat) ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હજી ઠંડી વધી શકે છે. ત્યારે ગુજરાતના નલિયા, ગાંધીનગરમાં તાપમાન ઓછું નોંધાય રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડ વેવની (Cold Wave) પણ આગાહી વ્યક્ત કરી છે. તેમજ 24 કલાકમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

રાજ્યના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તાપમાન માઈન્સમાં પહોંચી શકે છે આ સાથે જ આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 26મી જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. તેમજ 29 જાન્યુઆરી ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જેના કારણે ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો જ રહેશે.

રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી
ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ઘટાડો રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા શહેરોમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 જાન્યુઆરી-26 જાન્યુઆરી એમ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થીજીવી દેતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસંકાઠા, સુરત, રાજકોટ, વલસાડ, નવસારીમાં તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી 24 કલાકમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. તેમજ આગાહી અનુસાર ચાર દિવસ ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. તંત્ર દ્વારા કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યની શાળાઓના સમય મોડા કરી દેવામાં માટે અપીલ કરવામાં આવી છે. બે દિવસ તાપમાનમાં રાહત મળ્યા બાદ 29 જાન્યુઆરીથી ફરીથી કોલ્ડવેવની આગાહી છે. તમને જણાવી દઈએ કે સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યભરમાં ઠંડી વધશે. ધુમ્મસને લીધે સામાન્ય રીતે 3થી 4 કિ.મી. વિઝિબિલટી ઘટીને 1 કિ.મી. થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ છે. ત્યારે ગતરોજ કચ્છના નલિયામાં 8 ડિગ્રી ઠંડી નોંધાય હતી હજુયે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજયમાં કાતિલ ઠંડી યથાવત રહેશે. કાતિલ ઠંડીની અસરના કારણે રાજયમાં જન જીવનને અસર થવા પામી છે અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલા કેન્દ્રિય હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 8 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 10 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 8 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 11 ડિગ્રી , અમરેલીમાં 9 ડિગ્રી , ભાવનગરમાં 12 ડિ.સે.,કેશોદમાં 8 ડિ.સે., રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે. લઘુત્તમ તાપમાન (ઠંડી) નોંધાયુ હતું.

Most Popular

To Top