Top News

More Posts

   The Latest

Most Popular

પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સ્પોર્ટ (PNED)એ એક નવી પહેલ કરી છે, જે મુજબ વ્હાઈટ કાર્ડ ફેર પ્લે માટે બતાવવામાં આવશે. પોર્ટુગલની વુમન્સ લીગમાં રેફરીએ ખિસ્સામાંથી વ્હાઈટ કાર્ડ કાઢ્યું હતું. આ સફેદ કાર્ડ પોર્ટુગીઝ ક્લબ બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચે મહિલા કપની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન બતાવવામાં આવ્યું હતું.

બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચેની મેચ દરમિયાન પ્રેક્ષકોમાં એક ચાહક બીમાર પડ્યો અને બેહોશ થઈ ગયો. પરિસ્થિતિને સંભાળવા માટે બંને તરફથી ટીમની મેડિકલ ટીમ સ્ટેન્ડ પર પહોંચી હતી અને મિનિટોમાં ચાહકને તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબોની પ્રશંસામાં રેફરીએ સફેદ કાર્ડ બતાવ્યો હતો.

પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યારે પણ બે ટીમ રમતની ભાવનાથી એકબીજા સાથે રમે છે ત્યારે રેફરી વ્હાઈટ કાર્ડ બતાવશે. પોર્ટુગલની વુમન્સ લીગમાં રેફરીએ વ્હાઈટ કાર્ડ બતાવ્યું હતું. આ સફેદ કાર્ડ પોર્ટુગીઝ ક્લબ બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચે મહિલા કપની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન બતાવવામાં આવ્યું હતું. હાફ ટાઈમ પહેલાં બેનફિકા 3-0થી આગળ હતી એ સમયે રેફરીએ વ્હાઈટ કાર્ડ બતાવ્યું હતું.

1970 ફિફા વર્લ્ડ કપની રજૂઆત પછી યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશ્વભરમાં ફૂટબોલનો એક ભાગ બની ગયા. જ્યારે કોઈ ખેલાડી ફાઉલ કરે છે ત્યારે તે ફાઉલની ગંભીરતાના આધારે યલો અને રેડ કાર્ડ બતાવવામાં આવે છે. પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સ્પોર્ટ (PNED)એ એક નવી પહેલ કરી છે, જે મુજબ વ્હાઈટ કાર્ડ ફેર પ્લે માટે બતાવવામાં આવશે.

To Top