Entertainment

તારક મહેતા સિરિયલને મળશે ટક્કર, શોના એક્સ ડિરેક્ટરે બનાવી રહ્યાં છે નવો શો

નવી દિલ્હી : ટેલિવિઝન (Television) જગતનો મશહૂર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્સ ડિરેક્ટટર (Ex Direct) હવે તેનો નવો શો બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. શોનો પ્રોમો (Promo) પણ હાલમાં રિલીઝ થયો છે જોઈને દર્શકો પણ ખુબ ખુશ થયા છે.તારક મહેતાના એક્સ ડિરેક્ટર માલવ રાજદ તેનો પોતાનો કોમેડી શો લઇને આવી રહ્યા છે.જેનું નામ પણ કોમેડી ટાઈપ છે ‘પ્રોફેસર પાંડેના પાંચ પરિવાર’ અને આ દર્શકો સમક્ષ થોડા જ સમયમાં આવી જશે મજેદાર બનેલા પ્રોમોંને જોઈ દર્શકો પણ કોમેન કાંકરી રહ્યા છે કે શો હિટ થઇ જશે.શોમાં પરિવારની દર્શાવવામાં આવેલી નટખટ વાતો અને તું-તું મેમે દર્શેકોને પેટ ભરીને હસવા માટે મજબુર કરી દેશ.જે જોઈને કહી જ શકાય કે આ શો તારક મહેતા ને પાછળ મૂકી દેય એમ છે.

માલવ તેનો નવો શો લઇને આવી રહ્યો છે
થોડા દિવસો પહેલા માલવ રાજદાએ કહ્યું હતું કે તેણે તારક મહેતા શોને અલવિદા કહી દીધું છે. અને હવે જ્યારે તેણે તેના નવા શોની જાહેરાત કરી છે ત્યારે તારક મહેતાના નિર્માતા અને નિર્દેશકોમાં થોડો ગભરાટ ફેલાયો છે. માલવ રાજદાએ પ્રોફેસર પાંડે કે પાંચ પરિવારનો પ્રોમો પણ શેર કર્યો છે.

પ્રોમોનો ટચૂકો મજેદાર કોમેડીથી ભરપૂર
આ રસપ્રદ પ્રોમો પ્રોમોમાં એક ખૂબ જ રસપ્રદ ટચૂકો પણ બતાવવામાં આવ્યો છે. નંદુ (સંદીપ આનંદ) તેના સ્કૂટર પર સવારે કામ પર જતો હોઈ છે ત્યારે તેના પરિવારના સભ્યો તેને અધવચ્ચે ક્યાંક મૂકવા વિનંતી કરે છે. નંદુ કહે છે કે તે થોડાને સવારી આપશે પણ એક સ્કૂટર પર આટલા બધા લોકો કેવી રીતે આવશે. બસ પછી શું નંદુની પત્ની સ્કૂટર સ્ટાર્ટ કરીને નીકળી જાય છે અને નંદુ ત્યાં જ ઊભો રહે છે. નંદુનું સ્કૂટર જોઈને તમને ભિડેનું સ્કૂટર ચોક્કસ યાદ આવશે આ ચોખ્ખી વાત છે..

શોની કોમેડી તમને રોલરકોસ્ટર રાઈડ પર લઈ જશે
પ્રોમો શેર કરતી વખતે માલવે કેપ્શનમાં લખ્યું કે છેલ્લા 14 વર્ષથી રાત્રે 8.30 વાગે તે દર્શકોને ગલગલીયા કરી રહ્યો છે. અને તે આ વાતને સતત ચાલુ રાખવા માંગે છે. તે દંગલ 2 ચેનલ પર એક નવો શો લઈને આવી રહ્યો છે જે તારક મહેતાના શો સમયે આવશે. પરિવારની વાર્તા ખૂબ જ રસપ્રદ છે જે તમને હસાવવા પર મજબુર કરશે અને તમને રોલરકોસ્ટર રાઈડ પર લઈ જશે.

Most Popular

To Top