National

BBC ડોક્યુમેન્ટરીનો મુદ્દો ગાજ્યો : જામિયામાં ધમાલ, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત

નવી દિલ્હી : BBC ડોક્યુંમેન્ટ્રીને (BBC Documentary) લઇને હવે વિવાદ શરુ થઇ ચુક્યો છે. જેને લઇને બુધવારે જામિયા (Jamia) મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં (University) વિદ્યાર્થીઓએ ભારે ધમાલ કરી હતી. યુનીવર્સીટીના ગેટ ઉપર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસે અટકાયતી કરવાની નોબત આવી હતી. યુનિવર્સીટીના પ્રસાસન દ્વાર ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ વિરોધ જાતાવવાનનો શરુ કર્યો હતો અને જોતજોતામાં આ મામલે શરુ થયેલો વિવાદ અત્યંત ઉગ્ર બની જવા પામ્યો હતો.

  • યુનિવર્સિટીના વહીવટીતંત્રના નિર્ણયનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા
  • જામિયા યુનિના ગેટ નંબર 7 પર વધુ CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા
  • જોતજોતામાં આ મામલે શરુ થયેલો વિવાદ અત્યંત ઉગ્ર બની જવા પામ્યો હતો

જામિયાના ગેટ નંબર 7 પર વધુ CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા
બુધવારે ઉઘડતી યુનિવર્સીટીમાં વિવાદ શરુ થઇ જતા જામિયા મિલિયા યુનિવર્સીટીના ગેટ નંબર 7 પર વધુ CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં SFI અને ફ્રેટરનિટી મૂવમેન્ટના કાર્યકરો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. તમામ દેખાવકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને અન્ય લોકોને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા છે.

યુનિના વહીવટીતંત્રના નિર્ણયથી શરુ થયો|
બપોર બાદ યુનિવર્સિટીની બહારના ગેટની બાહર ભારે પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. યુનિના વહીવટીતંત્રના નિર્ણયનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ પર એકઠા થયા છે. દિલ્હી પોલીસે અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.જેને લઇને પણ હવે વિવાદ વધુ વકરતો નજર આવી રહ્યો છે.

જામિયાએ કરી આ સ્પષ્ટતા અને મુક્યો પોતાનો પક્ષ
વિદ્યાર્તથીઓ દ્વારા ઉગ્ર વિરોદ કર્યા બાદ હવે જામિયા યુનિવર્સીટીનું પ્રસાશન પણ તેના લવેલથી ખુલાસાઓ કરી રહી છે. બપોર બાદ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનીંગના મુદ્દે જામિયા પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે પરવાનગી વગર કેમ્પસમાં વિદ્યાર્થીઓની મીટિંગ કે કોઈ ફિલ્મનું સ્ક્રીનીંગ કરવામાં આવશે નહીં. કેમ્પસની શાંતિ ડહોળાય નહીં તે માટે યુનિવર્સિટી તેના દરેક પગલાં લઈ રહી છે.

ગઈ કાલે જેએનયુમાં સ્ક્રીનિંગ દરમિયાન વિવાદ થયો હતો
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં ડાબેરી વિદ્યાર્થીઓના એક જૂથે મંગળવારે મોડી સાંજે મોબાઈલ પર સરકાર દ્વારા પ્રતિબંધિત “ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન” નું સ્ક્રીનિંગ જોયું. સ્ટુડન્ટ્સે સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટરના લૉન પર રાત્રે 9 વાગ્યે સ્ક્રીનિંગ જોવા માટે કોલ આપ્યો હતો. અગાઉ સવારે 7.30 કલાકે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા સમગ્ર કેમ્પસનો પાવર ડુલ થઈ ગયો હતો.

Most Popular

To Top