Dakshin Gujarat

સુરેન્દ્રનગરના જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરી કરનાર MPની ગેંગ નવસારીથી ઝડપાઈ

નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં જ્વેલર્સની (Jewelers) દુકાનમાં હાથ સફાઈથી સોના-ચાંદીના દાગીનાની ચોરી (Theft) કરનાર 6 લોકોને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસે દાગીના, 5 મોબાઇલ, રોકડા, વજન કાટો, કાર મળી રૂપિયા 5.44 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  • સુરેન્દ્રનગરના જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરી કરનાર એમ.પી.ની ગેંગના 6 ઝડપાયા
  • મધ્યપ્રદેશની સિયા ગેંગના ઈસમો નવસારી તરફ ચોરી કરવા આવનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધા
  • પોલીસે દાગીના, 5 મોબાઇલ, રોકડા, વજન કાટો, કાર મળી રૂપિયા 5.44 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની સિયા ગેંગના કેટલાક ઈસમોએ જ્વેલર્સની દુકાનમાં જઈ હાથ સફાઈથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરે છે તેઓ એક સફેદ રંગની સ્વીફ્ટ કાર (નં. એમ.પી.-09-સીઆર-5803) અને એક કાળા રંગની બાઈક (નં. યુપી-65-ઈપી-6099) લઈ નીકળે છે અને તેઓ નવસારી તરફ ચોરી કરવા આવનાર છે.

જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગણેશ-સિસોદ્રા ગામ પાસે વોચ ગોઠવી છે. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકી એમ.પી. બડવાની જિલ્લામાં સેઘવા તાલુકામાં નકટીરાની ગામે રહેતા સાહીલ નારાયણ ડુડવે, તાલીબહુસેન મહમદહુસેન પેરોહુસેન સિયા, મહમદહુસેન ઝાકીરહુસેન પેરોહુસેન સિયા, અદલઅબ્બાસ ગુલામઅલી સરઅલી સિયા, જુબેર સીરાજ અબ્બાસ અલી, ઓમપ્રકાશ મુકેશ કુસ્વાહાને ઝડપી લીધા હતા.

સાથે જ 60 હજાર રૂપિયા સોના-ચાંદીના દાગીના, 1 લાખ રૂપિયાના 5 મોબાઇલ ફોન, 3670 રોકડા રૂપિયા, એક હજાર રૂપિયાનો ડીજીટલ પોકેટ વજન કાટો, 3 લાખની કાર અને 80 હજાર રૂપિયામાં બાઈક મળી કુલ રૂપિયા 5.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વાપીમાં ફટાકડા ફોડવા બાબતે પડોશી યુવાનને પતાવી દેનાર આરોપીને 10 વર્ષની સખત કેદ
વાપી : વાપીના ગીતાનગરમાં રહેતા પડોશી યુવાન સાથે ફટાકડા ફોડવા બાબતે એક ઈસમે ઝઘડો કરી આવેશમાં આવી છરાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે કેસમાં પોલીસે હત્યારાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જે કેસ કોર્ટમાં ચાલતાં આરોપી હત્યારાને કોર્ટે 10 વર્ષની સખત કેદ અને રૂ.15 હજારનો દંડની સજા ફરમાવી છે.

વાપીના ગીતાનગરમાં બીરજુ ભાઈની બિલ્ડીંગના પહેલા માળે અજય નંદલાલ મંડલ (મુળ રહે. બિહાર) રહેતો હતો. ગત 20-10-2017ના રોજ તેના કાકાનો દીકરો બાજુમાં રહેતો પિતરાઈ ભાઈ રાજુ મરચુ મંડલ તેના ઘરે આવ્યો હતો. તેઓ બંને અને બીજા અન્ય મિત્રો સાથે બેસી વાત કરતાં હતા. તે દરમિયાન નજીકમાં જ રહેતો દીપકસીંગ અભય સીંગ (મુળ રહે.બિહાર) ત્યાં આવી અગાઉની ફટાકડા ફોડવાતી અદાવતમાં રાજુ મરચુ મંડળ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા દીપકસીંગે ઘરમાંથી છરો લઈ આવી રાજુ મરચુ મંડલના પીઠના ભાગે ઘુસાડી ઘાયલ કરી દીધો હતો. રાજુને પહેલાં વાપીની હરિયા હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સેલવાસ સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજુ મરચુ મંડલે દમ તોડી દીધો હતો. આ કેસમાં અજય નંદલાલ મંડલે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી દીપકસીંગની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. જે કેસની સુનાવણી હાથ ધરાતાં વાપીના એડીશનલ સેશન્સ જજ કે.જે. મોદીએ ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી હત્યા નહીં પરંતુ સાઅપરાધ મનુષ્ય વધમાં સંડોવાયેલા આરોપી દીપકસીંગ ઉર્ફે સૌરભ અભયસિંગ તલકધારસિંગને દોષિત જાહેર કરી દસ વર્ષ સખત કેદની સજા અને ૧૫૦૦૦ દંડ અને જો દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top