Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરમાં હાલમાં જ કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં વિજિલન્સે રેડ કરી જુગારધામ પકડી પાડ્યું હતું. આ રેઈડ બાદ પોલીસ કમિશનરે કાપોદ્રા પીઆઇની ટ્રાફિકમાં બદલી કરી છે. થોડા દિવસ પહેલા જ ઉધનાની હદમાં મોટી રેઈડ થઈ હતી. અને લિંબાયતમાં તો અનેક રેઈડ પછી પણ ઉધના અને લિંબાયત પીઆઈની સામે પોલીસ કમિશનર દ્વારા કેમ કાર્યવાહી નથી થતી તે ચર્ચાનો વિષય છે.

  • વિજીલન્સની રેઈડ બાદ કાપોદ્રા પીઆઈની બદલી તો લિંબાયત અને ઉધના પીઆઈ સામે એક્શન કેમ નહી!
  • શહેરના દસ પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને કાર્યવાહી ઇચ્છે તો પણ કરી શકતા નથી

લિંબાયત પીઆઇ ઝાલા સામે દસ કરતા વધારે કવોલિટી કેસો થયા છે પરંતુ રાજકિય પીઠબળને કારણે અહી પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યાં નથી. તેમાં મોટા માથા ગણાતા એવા રાજકિય માથાની દરમિયાનગીરીથી પોલીસ અધિકારીઓ ત્રાસી ગયા છે. તેમાં કયો પીઆઇ મૂકવો અને કયા પીઆઇ સામે કાર્યવાહી કરવી કે નહીં તે પોલીસ અધિકારી નહી પરંતુ ચોક્કસ ભ્રષ્ટ નેતાઓ નકકી કરી રહ્યાં હોવાની ચર્ચા છે.

ઉધના પીઆઇ અને લિંબાયત પીઆઇ સામે જડબેસલાક પૂરાવા હોવા છતાં અહી કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી. આમ કાપોદ્રા પીઆઇની પાછળ કોઇ પીઠબળ નહીં હોવાને કારણે તેમને હોળીનું નળિયેર બનાવી દેવાયા હોવાની ચર્ચા છે. શહેરના છ પોલીસ સ્ટેશનો જેમાં પાંડેસરા, ડીંડોલી, ઉધના, લિંબાયત, સચિન, ખટોદરા, અલથાણમાં પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરવી હોયતો રાજકિય માફિયાઓની પરમિશન લેવી પડતી હોવાની વાત છે. સરવાળે આ વિસ્તારમાં ગુનાખોરી પણ તેની ચરમસીમાએ છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરની છબી સાફ છે તેમની કામગીરીની પણ રાજ્ય સ્તર ઉપર નોંધ લેવાઈ છે પરંતુ જ્યારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિજીલન્સની રેઈડ બાદ કાર્યવાહીની વાત આવે છે ત્યારે પોલીસ કમિશનરની કામગીરી ચર્ચાનો વિષય બની છે.

કાપોદ્રામાં વિજીલન્સની રેઈડ થયાના 48 કલાકમાં પીઆઈની બદલી કરી દેવાઈ છે. જ્યારે ઉધનામાં પણ થોડા દિવસ પહેલા રેઈડ થઈ હતી. અને તેમાં તો કમિશનરે તપાસ પણ સોંપી હતી. આ તપાસ હજી પુરી થઈ નથી અને ઉધના ડી-સ્ટાફનું વિસર્જન કરી દેવાયું હતું પણ પીઆઈ સામે કાર્યવાહી થઈ નહોતી. તેવી જ રીતે લિંબાયતમાં પણ અનેક વખત વિજીલન્સની રેઈડ થઈ અને ક્વોલિટી કેસ થયા છતાં તેમાં પીઆઈ સામે કાર્યવાહી થઈ નથી.

To Top