National

મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) જબલપુરમાં (Jabalpur) રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે પચમઢીથી 218 કિમી દૂર આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે મધ્યપ્રદેશના જબલપુર, ઉમરિયા અને પચમઢીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પચમઢીથી 218 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 23 કિમીની અંદર હતું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી: 1 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પોર્ટ બ્લેરમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ મધ્યપ્રદેશમાં આંચકા અનુભવાયા છે. NCSએ કહ્યું કે 31 માર્ચે લદ્દાખના કારગીલમાં 4.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરોની બહાર આવી ગયા હતા. લોકોએ તેમના સ્વજનોને પણ ફોન પર ભૂકંપની જાણ કરી અને એકબીજાની સ્થિતિ વિશે પૂછપરછ કરી. લોકોએ જણાવ્યું કે, ‘સવારે 11 વાગે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ લોકો ઘરની બહાર નીકળ્યા કે તરત જ આંચકા બંધ થઈ ગયા.’ તમને જણાવી દઈએ કે, આ પહેલા ગ્વાલિયરમાં ભૂકંપ આવ્યો હતો અને તે પહેલા મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 24 માર્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. ભૂકંપનું કેન્દ્ર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું અને ઊંડાઈ જમીનથી 10 કિમી દૂર હતી. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે.

Most Popular

To Top