SURAT

કિમમાં 17 વર્ષની તરૂણીને ક્રુર પ્રેમી અને પ્રેમીના મિત્રએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી

સુરત: (Surat) કિમમાં જે ઘટના બની છે તે ભલભલાના કાળજા થીજવી નાંખે તેવી છે. કીમ ચાર રસ્તાથી આગળ ખેતરમાં (Farmer) 17 વર્ષની કિશોરી પર તેના પ્રેમી (Lover) અને પ્રેમીના મિત્રએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાની (Set On Fire) ભયંકર ઘટના બની છે. કિશોરીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. કિશોરીના પરિવારજનો ગંભીર અવસ્થામાં કિશોરીને પોલીસ (Police) સાથે કારમાં ઉત્તર પ્રદેશ લઈ ગયા.

  • આંખ ઉઘાડનારો કિસ્સો: આજની તરૂણીઓ જાળ બિછાવીને બેઠેલાં લંપટ પ્રેમીઓથી ચેતે
  • કિમમાં 17 વર્ષની તરૂણીને ક્રુર પ્રેમી અને પ્રેમીના મિત્રએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી
  • 27મીએ મહાવીરએ મોહિનીને જીવતી સળગાવી દીધા બાદ સિવિલમાં લાવી તેના પિતાને મોહિનીના બળી ગયેલા હાથનો ફોટો મોકલી આપ્યો
  • કિશોરીના પરિવરજનો ગંભીર અવસ્થામાં કિશોરીને પોલીસ સાથે કારમાં ઉત્તર પ્રદેશ લઈ ગયા

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના ખેડૂત પરિવારની 17 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) બે મહિના પહેલા તેના હમવતની પ્રેમી મહાવીર સાથે ઘરેથી ભાગી ગઈ હતી. અલગ-અલગ શહેરોમાં રહ્યા બાદ છેલ્લા દોઢેક મહિનાથી મહાવીર મોહિનીને લઈને કિમ ચાર રસ્તા પાસે રહેતો હતો અને ત્યાંજ કોઈ મીલમાં નોકરી કરતો હતો. 27 મી તારીખે કોઈ કારણસર મહાવીર અને તેનો દિક્ષીત અટકધારી મિત્ર મોહિનીને કિમ ચાર રસ્તાથી આગળ ખેતરમાં લઈ જઈ તેના પર પેટ્રોલ છાટીને દિવાસળી ચાંપી જીવતી સળગાવી દીધી હતી. ઘટના બાદ ક્રુર અને લંપટ મહાવીર ગભરાઈ જતાં મોહિનીને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો અને નફફટ બનીને મહાવીરે મોહિનીના પિતાને નવી સિવિલ હોસ્પિટલમાંથી માત્ર મોહિનીના દાઝેલા હાથનો ફોટો મોબાઈલ ફોન પર મોકલી દીધો હતો.

મોહિનીના પિતાએ કહ્યું ચહેરાનો ફોટો મોકલે તોજ ખ્યાલ આવે કે આ તેમની જ દીકરી છે? આથી મહાવીરે મોહિનીના ચહેરાનો ફોટો પાડીને ફોન પર મોકલી દીધો હતો. ત્યારબાદ મહાવીર અને તેનો મિત્ર સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. સુલતાનપુરમાં મોહિનીના અપહરણનો ગુનો દાખલ થયો હોવાથી તેના પિતા ત્યાંની પોલીસ સાથે સુરત આવ્યા હતા. મોહિની ગંભીર રીતે દાઝેલી હોવા છતાં ઉત્તર પ્રદેશ પોલીસ તેને કારમાં બેસાડીને સુરતથી સુલતાનપુર લઈ ગઈ.

Most Popular

To Top