National

પશ્ચિમ બંગાળના હુગલીમાં ભાજપની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, હિંસા અને આગચંપી

હુગલીઃ (Hooghly) પશ્ચિમ બંગાળના હુગલીમાં બીજેપીના (BJP) સરઘસ દરમિયાન ભારે હંગામો થયો છે. આ દરમિયાન હિંસા, પથ્થરમારો અને આગચંપીના (Fire) અહેવાલો પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને બીજેપી નેતા દિલીપ ઘોષનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમારા પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનો સળગાવવામાં આવી રહ્યા છે. આ પથ્થરમારાની ઘટના મુસ્લિમ વિસ્તારમાંથી (Muslim Area) પસાર થતી વખતે બની હતી. જણાવી દઈએ કે આગચંપી અને હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. હાવડા હિંસા બાદ પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. દિલીપ ઘોષે એમ પણ કહ્યું કે મમતા બેનર્જી માત્ર રાજનીતિ જોઈ રહી છે. આ ઘટનાના પ્રત્યાઘાત પડશે તો શું થશે.

તેમણે કહ્યું કે આજે ઘણી જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી. અચાનક કેટલાક વિસ્તારમાંથી પથ્થરમારો થયો હતો. કારના કાચ તૂટી ગયા હતા, લોકોને ઈજા પહોંચી હતી, પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે મેં અમારા લોકોને શાંતિ જાળવવા કહ્યું છે. પોલીસ મામલો સંભાળી રહી છે.

આ પહેલા 30 માર્ચે પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીના અવસર પર શોભા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે કોમ સામસામે આવી જતાં ઉગ્ર પથ્થરમારો અને આગચંપી થઈ હતી. બીજા દિવસે એટલે કે 31મી માર્ચે પણ હાવડામાંથી હિંસાના અહેવાલો આવ્યા હતા. આ દરમિયાન હાવડાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો.

Most Popular

To Top