Gujarat

ખેડા પાસે રોંગ સાઈડથી આવતા ડમ્પરે ઈનોવાને ટક્કર મારી, ઉજ્જૈનથી પરત ફરતાં 7 પૈકી 2નાં મોત

ખેડા: (Kheda) ખેડા જિલ્લાના કઠલાલ પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે (Highway); પર રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કઠલાલ પાસેના આ હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારા અકસ્માતમાં (Accident) બે યુવાનોને કાળ ભરખી ગયો હતો. હાઈવે પર રોંગ સાઈડે પુરપાટે આવતા ડમ્પરે ઈનોવા કારને (Car) ટક્કર મારતાં ઈનોવા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં 7 વ્યક્તિઓ સવાર હતા. કારમાં સવાર 7 લોકોમાંથી વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનો રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે નામ ધરાવતા હતા.

ખેડા જિલ્લાના કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનપુરા પાસે રવિવારે એક નંબર વગરના ડમ્પર સાથે ઇનોવા કારનો અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે રોંગ સાઈડે વાહન ચલાવી સામેથી અમદાવાદ તરફ જઈ રહેલ ઈનોવા કાર (GJ 18 BJ 9019)ને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો રેલવે વિભાગમાં જ નોકરી કરે છે અને આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમતો રમી ચૂક્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ તમામ લોકો ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.

અકસ્માતનો ભોગ બનનાર રમતગમત ક્ષેત્રે આગળ
આ મામલે કઠલાલ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિવિધ રમતોમાં પારંગત હતા. વિનોદભાઈ ચૌહાણ ઊંચીકુદમાં, ગજાનંદ ઉપાધ્યાય ભાલાફેકના ખેલાડી હતી. જ્યારે ઈજાગ્રસ્ત હનુમાનસિંગ રાજપુત બાસ્કેટબોલમાં, ઉમેદસિંહ રાજપુત એથ્લેટીક્સમાં, મધુકુમાર રાજપુત ભાલાફેકમાં રાષ્ટ્રીય લેવલ પર રમત રમી મેડલ મેળવી ચુક્યા છે.

Most Popular

To Top