વ્યારા: (Vyara) સોનગઢના (Songadh) વાજપુર રેંજમાં ગવલણ ગામે (Village) લાકડાની તસ્કરી (Wood Thieves) કરનારાઓના ટોળાએ જંગલ ખાતાનાં (Forest Department) વાહનોને અટકાવી હુમલો...
સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો ‘FASHIONATE-2023’નું...
સુરત: (Surat) છેલ્લા એક અઠવાડિયાથી દરિયાની વચ્ચે તાંડવ મચાવી રહેલુ બિપોરજોય વાવાઝોડું (Cyclone) દક્ષિણ ગુજરાતના દરિયાથી પસાર થઈ જતા તંત્રએ હાશકારો અનુભવ્યો...
ગાંધીનગરઃ (Gandhinagar) કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે,...
વ્યારા: (Vyara) વ્યારાના બોરખડી ગામે ભાટી ફળિયામાંથી ગાંધીનગરની (Gandhinagar) સ્ટ્રાઇકિંગ ફોર્સની ટીમે (The Striking Force Team) તા.૧૪/૦૬/૨૦૨૩ના રોજ મળસકે ૪:૪૦ વાગ્યાના અરસામાં...
કચ્છ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું (Biporjoy storm) તબાહી મચાવી રહ્યું છે. આ તોફાનના ડરથી હજારો લોકો પોતાનું ઘર છોડીને શેલ્ટર હોમમાં (Shelter home)...
ખેરગામ: (Khergam) નવસારી જિલ્લામાં બિપોરજોયને (Biporjoy) કારણે છેલ્લા થોડા દિવસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વલસાડ, સુરત અને...
કચ્છ: ચક્રવાત બિપોરજોયએ (Cyclone Biporjoy) આક્રમક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાતમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. કચ્છમાં (Kutch) વાવાઝોડાએ...
નવી દિલ્હી : રશિયન રાષ્ટ્રપતિ પુતિને બેલારૂસને (Belarus) પરમાણુ હથિયાર (Nuclear weapons) આપ્યા છે. બેલારૂસના રાષ્ટ્રપતિ એલક્ઝાંડે લુકાશેંકોએ (Alexander Lukashenko) પોતાના એક...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) બેટ્સમેન-વિકેટકીપર ઋષભ પંતનો (Rishabh Pant) ડિસેમ્બર 2022માં અકસ્માત (Accident) થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ...
મુંબઈ: બોલિવુડના કિંગ (Bollywood) શાહરૂખ ખાન (ShahRukhKhan) માટે હિટ ફિલ્મ બનાવી હોય છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ વર્ષ સુધી કોઈ જ કામ ન...
નવી દિલ્હી: (New Delhi) આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Election) યોજાવાની છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. દરમિયાન દેશમાં...
નવી દિલ્હી: એશિયા કપ ક્યાં રમાશે તે સ્થળને લઈને છેલ્લાં ધણાં સમયથી મૂંઝવણ હતી. પાકિસ્તાનને અશિયા કપની યજમાની સોપાતા ટીમ ઈન્ડિયાને (Team...
મુંબઈ: 2023ની શરૂઆતથી જ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (Artificial Intelligence) એટલે AI ચર્ચામાં છે. એમ તો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને ટેક્નોલોજીનો દરેક દિવસે વિકાસ થઈ...
નવી દિલ્હી: માઈક્રો બ્લોકિંગ સાઈટ ટ્વિટરને (Twitter) એક મોટો ઝટકો મળ્યો છે. એલોન મસ્કે (Elon Musk) જ્યારથી ટ્વિટરની કમાન પોતાના હાથમાં લીધી...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા તાજેતરમાં જ બીકોમ (B.Com) સેકેન્ડ યર સેમિસ્ટર 4નાં પરિણામો (Result) જાહેર કરવામાં આવ્યાં હતા....
નવી દિલ્હી: યુટ્યુબે (Youtube) હાલમાં જ પોતાના યુટ્યુબ મોનેટાઈઝેશન (Youtube channel Monetization) ક્રાઈટેરિયામાં ફેરફાર ર્ક્યા છે. જેનાથી નાના ક્રિએટર્સને પૈસાની કમાણી કરવામાં...
ક્રિકેટરોના દિકરા ક્રિકેટમાં ય મોટું નામ બનાવે એવું ઓછું જ બન્યુ છે. સુનીલ ગાવસ્કરે તેમના દિકરાનું નામ વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર રોહન...
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની આજકાલ ખૂબ જ ચર્ચા થાય છે. આ કારણે કેટલીક જગ્યાએ નોકરીઓ છીનવાઈ જવાનો ભય દર્શાવવામાં...
અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાનો (Biporjoy storm) ખતરો હજું ગુજરાતના (Gujarat) માથેથી ટળ્યો નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડુ...
નવી દિલ્હી: સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા (TakshshilaFire) એપાર્ટમેન્ટમાં લાગેલી આગ જેવી ઘટના આજે દિલ્હીમાં બની છે. અહીં એક બિલ્ડિંગમાં આગ...
સુરત: બિપોરજોય વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી દૂર નીકળી ગયા પછી પણ તેની આફ્ટર ઇફેકટ શહેરમાં જોવા મળી હતી. દરિયાકાંઠે ગતરોજ બુધવારે 52 કિલોમીટરની...
સોનાક્ષી સિંહા ‘દહાડ’ની અંજલી ભાટી તરીકે પ્રશંસા મેળવ્યા પછી નવા મુકામો માટે તૈયાર છે. તેની કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઇ એટલે ઘણા કહેવા...
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) 16 જૂને...
ક્રિતી સેનોન પોતાને સ્પેશ્યલ તો અનુભવતી જ હશે. તેની પહેલી પૅન ઈન્ડિયા ફિલ્મ રજૂ થઈ રહી છે. જો કે અત્યારે તેની ‘આદિપુરુષ’...
તમિલનાડુ :સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને (CBI) આપવામાં આવેલો સામાન્ય અધિકાર તમિલનાડુ સરકારે પાછો ખેંચ્યો છે. હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારની તપાસ (Investigation)...
પાંચસો કરોડના બજેટ સાથે બનેલી આદિપુરુષ રિલીઝ થઇ રહી છે. શું તે આ વર્ષની પઠાણ, ધ કેરલા સ્ટોરી પછીની ત્રીજી સફળ ફિલ્મ...
વડોદરા: શહેરના વોર્ડ નંબર 6 માં ફતેપુરાના ભાંડવાળા વિસ્તારમાં આવેલ માળી મહોલ્લાના રહીશો છેલ્લા કેટલાય સમયથી ગટરલાઇનના ઉભરતા પાણીના કારણે પરેશાન હતા....
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) સગીર મહિલા રેસલર્સ (Wrestlers) જાતીય શોષણ કેસમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહસામે ગુરુવારે બે ચાર્જશીટ (Charge...
વડોદરા: ન્યાયમંદિર વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક્ટિવાને બાઇ઼ક અડકી જતા યુવકે જોઇને ચલાવ તેવું કહ્યું હતું ત્યારે એક્ટિવા સવાર ત્રણ યુવકો તેને...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વ્યારા: (Vyara) સોનગઢના (Songadh) વાજપુર રેંજમાં ગવલણ ગામે (Village) લાકડાની તસ્કરી (Wood Thieves) કરનારાઓના ટોળાએ જંગલ ખાતાનાં (Forest Department) વાહનોને અટકાવી હુમલો કરતાં વાજપુર રેંજનો એક રોજમદાર અને બીટગાર્ડ ઘવાયો હતો. ટોળામાંના રસિક પ્રભુભાઈ વસાવાએ કુહાડી લઈને રોજમદાર ઉબડિયા વેડિયાભાઈ વસાવાના માથામાં મારી દેતાં રોજમદાર લોહીલુહાણ થઈ ગયો હતો. આ ટોળામાંના કોઈકે બીટગાર્ડ ગૌતમભાઈ કવાડના ડાબા હાથે પણ ઈજા પહોંચાડી હતી. હાલ આ બંને કર્મચારીઓને સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગવલણ ગામે જૂના આમલપાડાના સિંગા વસાવા અને દિલીપ વસાવા ઘરે સાગી લાકડામાંથી ગેરકાયદે ફર્નિચર બનાવી વેચતા હોવાની ફરિયાદ વાજપુર રેંજના આરએફઓને મળી હતી. ગત 14-6-23ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં તે સ્થળે તપાસ અર્થે પહોંચતાં વનકર્મીની રેડ જોઇ આ બંને જણા ઘરેથી ભાગી ગયા હતા. વન કર્મીઓએ ઘરની તલાસી લઈ તેમાંથી 6 નંગ સાગી સાઈઝ સાથે ફર્નિચરમાં બે સોફા અને એક પલંગ સહિતની સામગ્રી સોનગઢ રાણીઆંબા ડેપો લઈ આવ્યા હતા. આ બનાવ બાદ ગવલણના જંગલમાં આગ લાગી હતી, તે આગ આ ચોરટાઓએ લગાવી હોવાનું માલૂમ પડતાં વન વિભાગનાં રોજમદાર ગામનાં લોકો સાથે આગ બુઝાવવાના કામે લાગ્યા હતા, ત્યારે અમુક જણાએ રોજમદાર આશિષ વસાવાને આગ ઓલવતા અટકાવ્યા હતા.
જેની પોતાના અધિકારીને જાણ કરતા વાજપુર રેંજના આરએફઓ હિતેન્દ્ર ચૌધરી સ્ટાફ સાથે સરકારી વાહનમાં આશરે 11 વાગ્યાના અરસામાં ફરી ગવલણ ગામે પહોંચ્યા હતા. ત્યાં પુલ પાસે રસ્તામાં પથ્થરો ગોઠવી વન વિભાગના કર્મીઓને જતા અટકાવાયા હતા. આ ટોળા પૈકીના સિંગા વસાવા, દિલીપ વસાવા અને પ્રવીણ વસાવા સહિતે અમારા ઘરેથી લાકડાં અને ફર્નિચર લઈ ગયા છો તે પરત આપી દો, ધાકધમકી આપતાં આરએફઓએ તે લાકડા અને ફર્નિચર ગેરકાયદે હોવાથી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જંગલમાં લાગેલી આગ ઓલવવા માટે જવા દેવાનું કહેતાં તેમની સાથેનાં કેટલાક ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા અને વન વિભાગના કર્મીઓ ઉપર હીચકારો હુમલો કર્યો હતો. જે અંગેની વનકર્મીઓએ પોલીસ ફરિયાદ આપી હતી.